Bhavnagar News : વરતેજ ખાતેથી 600 લિટર બાયોડીઝલ ઝડપાયું

પોલીસે 660 લિટર બાયોડીઝલનો જથ્થો ઝડપ્યો 3 આરોપીઓને 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા વાહનોમાં પૂરતા હતા ગેરકાયદે બાયોડિઝલ ભાવનગર નજીક આવેલ વરતેજ ગામ ખાતેથી 600 લિટર બાયોડીઝલ ઝડપાયું છે,વરતેજ નજીક આવેલ પેટ્રોલપંપની પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓ બાયોડીઝલનું વેચાણ કરી રહયા હતા,પોલીસે એક ટ્રક સહિત 15 લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,તો આરોપીઓ બેરલમાંથી મોટર મૂકી નોજર વડે વાહનોમાં પૂરતા હતા ગેરકાયદેસર બાયોડીઝલ.ગોંડલમાં 25 દિવસ પહેલા બાયોડિઝલ ઝડપાયું ગોંડલના ઉમવાળા ચોકડી પાસે શિવ હોટલની પાછળ આવેલ ફોલ્ડિંગ દીવાલ અંદર બાયોડીઝલ પંપ હોવાની માહિતી ગાંધીનગર પુરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમને થતા સ્થળ પર પહોંચી તપાસ કરતા 29 હજાર લીટર બાયોડીઝલ કિંમત 21,75,000નો મુદામાલ મળી આવ્યો હતો.ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમ દ્રારા આ દરોડા પાડવમાં આવ્યા હતા. ડીઝલ અમુક ક્રુડ ઓઈલમાંથી બને છે પેટ્રોલ અને ડીઝલ વાહનો માટેનાં મુખ્ય બળતણ છે. જો કે બંનેના એન્જિનમાં થોડો ફરક હોય છે. ડીઝલ પણ ક્રુડ ઓઈલમાંથી બને છે. ડિઝલ વડે ચાલતા એન્જિનની શોધ રૂડોલ્ફ ડીઝલ નામના વિજ્ઞાનીએ કરેલી. ડીઝલનો હેતુ વનસ્પતિ તેલ વડે ચાલતા એન્જિન બનાવવાનો હતો. તેણે સીંગતેલ વડે ચાલતું એન્જિન બનાવેલું. શરૂઆતમાં સીંગતેલ વડે જ એન્જિન ચાલતું પરંતુ ડીઝલે ક્રૂડમાંથી ડીઝલ મેળવવાની રીત શોધી એન્જિનમાં ડીઝલનો વપરાશ શરૂ કર્યો. ડીઝલમાં અશુધ્ધિનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ પેટ્રોલ કરતાં પ્રમાણમાં સસ્તું હોય છે. પેટ્રોલ અને ડીઝલ બળે ત્યારે પ્રદૂષિત વાયુઓ પેદા થાય છે અને પર્યાવરણને નુકસાન કરે છે. એટલે વિજ્ઞાનીઓ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના સ્થાને ઓછું પ્રદૂષણ કરે તેવા બળતણની શોધ કરે છે. જાણો બાયોડીઝલ કોને કહેવાય વનસ્પતિના તેલ ડીઝલને સ્થાને વપરાય તેને બાયોડીઝલ કહે છે. બાયો એટલે સજીવને લગતું. વનસ્પતિ સજીવ છે તેના તેલ બળે ત્યારે ઓછું પ્રદૂષણ કરે છે. થોડા પ્રમાણમાં ડીઝલ સાથે તે મેળવવાથી ઓછું પ્રદૂષણ થાય છે. સૂર્યમુખી, સોયાબીન, કપાસિયા વગેરેના તેલમાંથી બાયોડીઝલ બને છે. બાયોડીઝલમાં વધુ પ્રમાણ ડીઝલનું હોય છે. વનસ્પતિ તેલનું પ્રમાણ ૧૫ થી ૨૦ ટકા જ હોય છે. પરંતુ પ્રદૂષણ ઓછું કરવા માટેનો સારો વિકલ્પ ગણાય છે.  

Bhavnagar News : વરતેજ ખાતેથી 600 લિટર બાયોડીઝલ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે 660 લિટર બાયોડીઝલનો જથ્થો ઝડપ્યો
  • 3 આરોપીઓને 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
  • વાહનોમાં પૂરતા હતા ગેરકાયદે બાયોડિઝલ

ભાવનગર નજીક આવેલ વરતેજ ગામ ખાતેથી 600 લિટર બાયોડીઝલ ઝડપાયું છે,વરતેજ નજીક આવેલ પેટ્રોલપંપની પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓ બાયોડીઝલનું વેચાણ કરી રહયા હતા,પોલીસે એક ટ્રક સહિત 15 લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,તો આરોપીઓ બેરલમાંથી મોટર મૂકી નોજર વડે વાહનોમાં પૂરતા હતા ગેરકાયદેસર બાયોડીઝલ.

ગોંડલમાં 25 દિવસ પહેલા બાયોડિઝલ ઝડપાયું

ગોંડલના ઉમવાળા ચોકડી પાસે શિવ હોટલની પાછળ આવેલ ફોલ્ડિંગ દીવાલ અંદર બાયોડીઝલ પંપ હોવાની માહિતી ગાંધીનગર પુરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમને થતા સ્થળ પર પહોંચી તપાસ કરતા 29 હજાર લીટર બાયોડીઝલ કિંમત 21,75,000નો મુદામાલ મળી આવ્યો હતો.ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમ દ્રારા આ દરોડા પાડવમાં આવ્યા હતા.

ડીઝલ અમુક ક્રુડ ઓઈલમાંથી બને છે

પેટ્રોલ અને ડીઝલ વાહનો માટેનાં મુખ્ય બળતણ છે. જો કે બંનેના એન્જિનમાં થોડો ફરક હોય છે. ડીઝલ પણ ક્રુડ ઓઈલમાંથી બને છે. ડિઝલ વડે ચાલતા એન્જિનની શોધ રૂડોલ્ફ ડીઝલ નામના વિજ્ઞાનીએ કરેલી. ડીઝલનો હેતુ વનસ્પતિ તેલ વડે ચાલતા એન્જિન બનાવવાનો હતો. તેણે સીંગતેલ વડે ચાલતું એન્જિન બનાવેલું. શરૂઆતમાં સીંગતેલ વડે જ એન્જિન ચાલતું પરંતુ ડીઝલે ક્રૂડમાંથી ડીઝલ મેળવવાની રીત શોધી એન્જિનમાં ડીઝલનો વપરાશ શરૂ કર્યો. ડીઝલમાં અશુધ્ધિનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ પેટ્રોલ કરતાં પ્રમાણમાં સસ્તું હોય છે. પેટ્રોલ અને ડીઝલ બળે ત્યારે પ્રદૂષિત વાયુઓ પેદા થાય છે અને પર્યાવરણને નુકસાન કરે છે. એટલે વિજ્ઞાનીઓ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના સ્થાને ઓછું પ્રદૂષણ કરે તેવા બળતણની શોધ કરે છે.


જાણો બાયોડીઝલ કોને કહેવાય

વનસ્પતિના તેલ ડીઝલને સ્થાને વપરાય તેને બાયોડીઝલ કહે છે. બાયો એટલે સજીવને લગતું. વનસ્પતિ સજીવ છે તેના તેલ બળે ત્યારે ઓછું પ્રદૂષણ કરે છે. થોડા પ્રમાણમાં ડીઝલ સાથે તે મેળવવાથી ઓછું પ્રદૂષણ થાય છે. સૂર્યમુખી, સોયાબીન, કપાસિયા વગેરેના તેલમાંથી બાયોડીઝલ બને છે. બાયોડીઝલમાં વધુ પ્રમાણ ડીઝલનું હોય છે. વનસ્પતિ તેલનું પ્રમાણ ૧૫ થી ૨૦ ટકા જ હોય છે. પરંતુ પ્રદૂષણ ઓછું કરવા માટેનો સારો વિકલ્પ ગણાય છે.