Scame News: મોટી કંપનીઓના નામનું વોટ્સએપ-ગ્રૂપ બનાવી રોકાણની-ટિપ્સ આપી લૂંટવાનો ગોરખ ધંધો

દિલ્હીમાં કૌભાંડ બાદ અમદાવાદ સાઇબર ક્રાઇમને બે મહિના પહેલાં 'સંદેશ'એ માહિતી આપી છતાં અંધારામાં ફાંફાં મારે છેપાકિસ્તાનના નંબરથી યૂઝરને જાણ બહાર જ એડ કરી દેવાય છે, 100માંથી 95 સભ્યો ફ્રોડ ટોળકીના જ હોય છે, 5ને ભોગ બનાવીને ગ્રૂપ બંધ કરી દે છે મોર્ગન સ્ટેનલી જેવી ઇન્વેસ્ટમેન્ટ બેંકર અને નાણાકીય સલાહ આપતી વિશ્વની અગ્રણી કંપનીના નામે ફ્રોડબાજોએ ગુજરાતીઓને છેતરવાનો નવો ધંધો શરૂ કર્યો છે. મોર્ગન સ્ટેનલી ગ્રૂપ તેમજ આવી ઘણી બધી કંપનીઓના એનાલિસ્ટના નામે સોશિયલ મીડિયામાં બિટકોઈન ટિપ્સનો ગોરખધંધો ફૂલ્યો ફાલ્યો છે. ઠગ ટોળકીઓ સ્ટોક એડવાઈઝરનો સ્વાંગ રચીને તગડી રકમ વસૂલી રાતોરાત પલાયન થઈ જાય છે, આ પ્રકારના રેકેટમાં દિલ્હી પોલીસે કાર્યવાહી કરીને છેલ્લા એક વર્ષમાં 100 જેટલા કૌભાંડીઓને જેલ હવાલે કર્યા છે. બીજી બાજુ ગુજરાતમાં સાયબર ક્રાઈમ પોલીસ મૂકપ્રેક્ષક બની રહી છે, આશરે બે મહિના પહેલાં સંદેશ દ્વારા સાઇબર ક્રાઇમને સોશિયલ મીડિયાના બોગસ ગ્રૂપ અંગે જાણ કરવામાં આવી હતી, એ પછી એકાદ દિવસમાં એક ગ્રૂપ નિષ્ક્રિય થયું હતું. જોકે અન્ય ગ્રૂપો ધમધમી રહ્યા છે, એકંદરે કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં પોલીસના ઈરાદા અંગે શંકાઓ ઉપજે છે. અમદાવાદના એક વ્યક્તિને આવાં 8 ગ્રૂપમાં જોડી દેવાયા અમદાવાદ નજીકની એક વ્યક્તિને આ જ પ્રકારના ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા, જે નંબરથી એડ કરાયા તે પાકિસ્તાનનો મોબાઈલ નંબર હતો. બિટકોઈનની ટિપ્સના આ ગ્રૂપમાં ટોળકી પોતાને મોર્ગન સ્ટેનલીના એનાલિસ્ટ તરીકે ઓળખાવે છે, બીટીસી સિનિયર વીઆઈપી ગ્રૂપ 11-1, બીટીસી સિનિયર વીઆઈપી ગ્રૂપ 11-2, ટ્રેડિંગ ટીમ -2, બીટીસી ટ્રેડિંગ ગ્રૂપ-2 તદુપરાંત 1 અને 2 નામના અલગ અલગ ગ્રૂપ મારફત વ્હોટ્સ એપથી લોકોને બારોબાર જોડવામાં આવે છે. ડાર્ક વેબ નહીં, ગૂગલમાં ઇન્વેસ્ટમેન્ટ વિશે સર્ચ કરનારાઓના નંબરને ટાર્ગેટ કરાય છે ફ્રોડ ટોળકી વિવિધ સર્ચ એન્જિન અથવા તો થર્ડ પાર્ટીઓ પાસેથી એવા જ લોકોના ડેટા ખરીદી લે છે, જેઓ શેરબજાર અથવા તો ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત ન્યૂઝ પોર્ટલ, ઇન્વેસ્ટમેન્ટ વેબસાઇટ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ શબ્દો ગૂગલમાં સર્ચ કરે છે. જેવી રીતે ગુગલમાં કોઇ પ્રોડક્ટ સર્ચ કરતાં તમને તે સંબંધીત પ્રોડક્ટની એડ ઓટોમેટિક ફ્લેશ થાય છે તેવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટ વધુ માત્રામાં સર્ચ કરનારાઓના ડેટાઓનું એલ્ગોરિધમ બને છે. આવા જ ડેટાઓ ફ્રોડ ટોળકી પૈસા આપી ખરીદી છે અને ત્યાર બાદ પૈસા પડાવાય છે યૂઝરની મંજૂરી વગર જ ફ્રોડ ટોળકી વોટ્સએપ ગ્રૂપ, ટેલિગ્રામ ગ્રૂપમાં એડ કરી દે છે ગ્રૂપમાં 100 મેમ્બર ફ્રોડ ટોળકીના જ હોય છે તેઓ વિવિધ સ્ક્રીનશોટ અથવા તો એવો દાવો કરે છે કે કંપનીની ટિપ્સથી અમે લાખો રુપિયા કમાયા છે આ પ્રકારના દાવાઓથી પ્રેરિત થઇને કોઇ વ્યક્તિ બિટકોઇન અથવા તો અન્ય કોઇ સ્કિમનું નામ આપી નાના રોકાણમાં મોટું રિટર્ન આપે છે જ્યારે યૂઝર માની લે છે કે આ ગ્રૂપ ઓફિશિયલ મોર્ગલ સ્ટેનલી જ છે, ત્યારે મોટા પ્રમાણમાં રોકાણ કરે છે. મોટું રોકાણ મેળવી લેવાયા બાદ ટોળકી ગ્રૂપ બંધ કરી ગાયબ થઇ જાય છે અને ફરી પાછું નવું ગ્રૂપ બનાવી લે છે વિદેશમાં બેઠા બેઠા લોકો કોલફેર્જીગથી લોકોને શિકાર બનાવે છે' સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યુ હતુ કે દેશમાં વોટ્સએપ અને ટેલીગ્રામમાં સાયબર ગઠિયાઓ જાણીતી કંપનીઓના નામે ગ્રુપ બનાવી તેમાં અજાણ્યા લોકોને એડ કરીને તેમાં શેર બજારમાં કે અન્ય માર્કેટમાં રોકાણ કરવાથી નફો થશે તેમ જણાવે છે. શરૂઆતમાં થોડો નફો પણ આપે છે. દોઢ મહિના આવી માહિતી સામે આવી હતી. તેમાં નાઇઝેરિયન કે ચાઇના ક્નેક્શન સામે આવી રહ્યુ છે. તેમાં હજુ તપાસ ચાલુ છે. મહત્વનું છે કે જે નંબર ગ્રુપ એડમીનનો હતો તે તપાસ કરતા તેણે કોલફેર્જિંગ કર્યુ હતુ. જેથી બહાર બેઠા બેઠા તે ઇન્ડિયાનો નંબર વાપરી શકે છે. ત્યારે અનેક અરજીઓ આવે છે.

Scame News: મોટી કંપનીઓના નામનું વોટ્સએપ-ગ્રૂપ બનાવી રોકાણની-ટિપ્સ આપી લૂંટવાનો ગોરખ ધંધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દિલ્હીમાં કૌભાંડ બાદ અમદાવાદ સાઇબર ક્રાઇમને બે મહિના પહેલાં 'સંદેશ'એ માહિતી આપી છતાં અંધારામાં ફાંફાં મારે છે
  • પાકિસ્તાનના નંબરથી યૂઝરને જાણ બહાર જ એડ કરી દેવાય છે,
  • 100માંથી 95 સભ્યો ફ્રોડ ટોળકીના જ હોય છે, 5ને ભોગ બનાવીને ગ્રૂપ બંધ કરી દે છે

મોર્ગન સ્ટેનલી જેવી ઇન્વેસ્ટમેન્ટ બેંકર અને નાણાકીય સલાહ આપતી વિશ્વની અગ્રણી કંપનીના નામે ફ્રોડબાજોએ ગુજરાતીઓને છેતરવાનો નવો ધંધો શરૂ કર્યો છે. મોર્ગન સ્ટેનલી ગ્રૂપ તેમજ આવી ઘણી બધી કંપનીઓના એનાલિસ્ટના નામે સોશિયલ મીડિયામાં બિટકોઈન ટિપ્સનો ગોરખધંધો ફૂલ્યો ફાલ્યો છે. ઠગ ટોળકીઓ સ્ટોક એડવાઈઝરનો સ્વાંગ રચીને તગડી રકમ વસૂલી રાતોરાત પલાયન થઈ જાય છે, આ પ્રકારના રેકેટમાં દિલ્હી પોલીસે કાર્યવાહી કરીને છેલ્લા એક વર્ષમાં 100 જેટલા કૌભાંડીઓને જેલ હવાલે કર્યા છે. બીજી બાજુ ગુજરાતમાં સાયબર ક્રાઈમ પોલીસ મૂકપ્રેક્ષક બની રહી છે, આશરે બે મહિના પહેલાં સંદેશ દ્વારા સાઇબર

ક્રાઇમને સોશિયલ મીડિયાના બોગસ ગ્રૂપ અંગે જાણ કરવામાં આવી હતી, એ પછી એકાદ દિવસમાં એક ગ્રૂપ નિષ્ક્રિય થયું હતું. જોકે અન્ય ગ્રૂપો ધમધમી રહ્યા છે, એકંદરે કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં પોલીસના ઈરાદા અંગે શંકાઓ ઉપજે છે.

અમદાવાદના એક વ્યક્તિને આવાં 8 ગ્રૂપમાં જોડી દેવાયા

અમદાવાદ નજીકની એક વ્યક્તિને આ જ પ્રકારના ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા, જે નંબરથી એડ કરાયા તે પાકિસ્તાનનો મોબાઈલ નંબર હતો. બિટકોઈનની ટિપ્સના આ ગ્રૂપમાં ટોળકી પોતાને મોર્ગન સ્ટેનલીના એનાલિસ્ટ તરીકે ઓળખાવે છે, બીટીસી સિનિયર વીઆઈપી ગ્રૂપ 11-1, બીટીસી સિનિયર વીઆઈપી ગ્રૂપ 11-2, ટ્રેડિંગ ટીમ -2, બીટીસી ટ્રેડિંગ ગ્રૂપ-2 તદુપરાંત 1 અને 2 નામના અલગ અલગ ગ્રૂપ મારફત વ્હોટ્સ એપથી લોકોને બારોબાર જોડવામાં આવે છે.

ડાર્ક વેબ નહીં, ગૂગલમાં ઇન્વેસ્ટમેન્ટ વિશે સર્ચ કરનારાઓના નંબરને ટાર્ગેટ કરાય છે

ફ્રોડ ટોળકી વિવિધ સર્ચ એન્જિન અથવા તો થર્ડ પાર્ટીઓ પાસેથી એવા જ લોકોના ડેટા ખરીદી લે છે, જેઓ શેરબજાર અથવા તો ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત ન્યૂઝ પોર્ટલ, ઇન્વેસ્ટમેન્ટ વેબસાઇટ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ શબ્દો ગૂગલમાં સર્ચ કરે છે. જેવી રીતે ગુગલમાં કોઇ પ્રોડક્ટ સર્ચ કરતાં તમને તે સંબંધીત પ્રોડક્ટની એડ ઓટોમેટિક ફ્લેશ થાય છે તેવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટ વધુ માત્રામાં સર્ચ કરનારાઓના ડેટાઓનું એલ્ગોરિધમ બને છે. આવા જ ડેટાઓ ફ્રોડ ટોળકી પૈસા આપી ખરીદી છે અને ત્યાર બાદ પૈસા પડાવાય છે

યૂઝરની મંજૂરી વગર જ ફ્રોડ ટોળકી વોટ્સએપ ગ્રૂપ, ટેલિગ્રામ ગ્રૂપમાં એડ કરી દે છે

ગ્રૂપમાં 100 મેમ્બર ફ્રોડ ટોળકીના જ હોય છે

તેઓ વિવિધ સ્ક્રીનશોટ અથવા તો એવો દાવો કરે છે

કે કંપનીની ટિપ્સથી અમે લાખો રુપિયા કમાયા છે

આ પ્રકારના દાવાઓથી પ્રેરિત થઇને કોઇ વ્યક્તિ બિટકોઇન અથવા તો અન્ય કોઇ સ્કિમનું નામ આપી નાના રોકાણમાં મોટું રિટર્ન આપે છે

જ્યારે યૂઝર માની લે છે કે આ ગ્રૂપ ઓફિશિયલ મોર્ગલ સ્ટેનલી જ છે, ત્યારે મોટા પ્રમાણમાં રોકાણ કરે છે.

મોટું રોકાણ મેળવી લેવાયા બાદ ટોળકી ગ્રૂપ બંધ કરી ગાયબ થઇ જાય છે અને ફરી પાછું નવું ગ્રૂપ બનાવી લે છે

વિદેશમાં બેઠા બેઠા લોકો કોલફેર્જીગથી લોકોને શિકાર બનાવે છે'

સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યુ હતુ કે દેશમાં વોટ્સએપ અને ટેલીગ્રામમાં સાયબર ગઠિયાઓ જાણીતી કંપનીઓના નામે ગ્રુપ બનાવી તેમાં અજાણ્યા લોકોને એડ કરીને તેમાં શેર બજારમાં કે અન્ય માર્કેટમાં રોકાણ કરવાથી નફો થશે તેમ જણાવે છે. શરૂઆતમાં થોડો નફો પણ આપે છે. દોઢ મહિના આવી માહિતી સામે આવી હતી. તેમાં નાઇઝેરિયન કે ચાઇના ક્નેક્શન સામે આવી રહ્યુ છે. તેમાં હજુ તપાસ ચાલુ છે. મહત્વનું છે કે જે નંબર ગ્રુપ એડમીનનો હતો તે તપાસ કરતા તેણે કોલફેર્જિંગ કર્યુ હતુ. જેથી બહાર બેઠા બેઠા તે ઇન્ડિયાનો નંબર વાપરી શકે છે. ત્યારે અનેક અરજીઓ આવે છે.