Karjan: કરજણ તાલુકા સેવા સદનમાં લાંચના આરોપીઓ વિરુદ્ધ પગલાં ભરવા માગ

છેલ્લાં ત્રણ વર્ષમાં લાંચરુશ્વતના ચાર કેસ બન્યાતાલુકા સેવાસદનમાં લાંચ સિવાય કોઇ કામ ન થતા હોવાના આક્ષેપ સદનમાં લાંચ લેવાના 4 બનાવ બનતા કરજણ તાલુકા સેવા સદન હવે ભ્રષ્ટાચાર સદન તરીકે જાણીતું થવા લાગ્યું છે કરજણ ખાતેની કરજણ તાલુકા સેવા સદનમાં છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં લાંચરુશ્વતના ચાર કેસો બન્યાં છે. જેના પર અંકુશ લગાવવા માટે આવા લાંચ કાંડમાં પકડાયેલ અધિકારી સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાંઓ લેવાની જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવે તેવી કરજણ પંથકના જાગૃત નાગરીકોની માગ ઉઠી છે. દેશમાં દિવસેને દિવસે તમામ સરકારી કચેરીઓમાં લાંચરુશ્વતે માજા મૂકી છે. કોઈપણ સામાન્ય કામ માટે ટેબલ નીચેનો વ્યવહાર વધી ગયો હોય સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર હવે આસમાને છે. જેનાથી જનતાની કમર તૂટી રહી છે. અરજદારો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આવા કિસ્સામાં સરેરાશ એક બે મહિને એક અધિકારી લાંચ લેતા પકડાતો હોય છે. જેમાં ACB શાખાના અધિકારીઓની કામગીરી પણ ઉત્તમ રહી છે. હવે આ બાબતે જનતા પણ જાગૃત થઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં કરજણ તાલુકા સેવા સદનમાં લાંચ લેવાના 4 બનાવ બનતા કરજણ તાલુકા સેવા સદન હવે ભ્રષ્ટાચાર સદન તરીકે જાણીતું થવા લાગ્યું છે. જ્યાં લાંચ વગર કોઈ કામ થતાં જ નથી ! તેવા આક્ષેપો થઈ રહ્યા છે. કરજણ ખાતે લાંચ પ્રકરણમાં ત્રણ નાયબ મામલતદાર, એક સર્કલ ઓફ્સિર તેમજ એક સર્કલ ઓફ્સિર ઝડપાયા હતાં. જે જોતાં કરજણ સરકારી કચેરીઓમાં લગભગ દર સાલ કોઈને કોઈ અધિકારી લાંચ લેતા ઝડપાય છે. ખરેખર લાંચરુશ્વતમાં કોઈપણ સરકારી કર્મચારી ભલે એ સરકારી અધિકારી હોય કે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી હોય તો તેની ખાતાકીય રાહે તપાસ કરવાની માંગણી પ્રબળ થઈ છે. લાંચિયા બાબુઓ છુટયા બાદ નોકરીનું સ્થળ બદલાય છે ઉપરાંત આવા પકડાયેલા લાંચિયા બાબુઓ ત્રણ માસ બાદ છૂટયા પછી તેઓનું નોકરીનું સ્થળ બદલાય છે. પગાર પણ બદલાય છે. જેથી તેઓ પણ પોતાને મળતું વેતન માટે બીજી જગ્યાએ પણ લાંચ લઈ મળતાં ઓછા વધતાં પગારની ભરપાઈ કરી લેતાં હોય છે. જેથી લાંચનો સિલસિલો ચાલુ જ રહેતો હોય છે. પરિણામે સંસદમાં બહુમતીથી કડક કાયદો પસાર કરી આવા ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓને કાયમી ધોરણે રુખસદ-ડીસમિસ કરવાની માંગ જાગૃત નાગરિકોમાં બુલંદ બની છે.

Karjan: કરજણ તાલુકા સેવા સદનમાં લાંચના આરોપીઓ વિરુદ્ધ પગલાં ભરવા માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લાં ત્રણ વર્ષમાં લાંચરુશ્વતના ચાર કેસ બન્યા
  • તાલુકા સેવાસદનમાં લાંચ સિવાય કોઇ કામ ન થતા હોવાના આક્ષેપ
  • સદનમાં લાંચ લેવાના 4 બનાવ બનતા કરજણ તાલુકા સેવા સદન હવે ભ્રષ્ટાચાર સદન તરીકે જાણીતું થવા લાગ્યું છે

કરજણ ખાતેની કરજણ તાલુકા સેવા સદનમાં છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં લાંચરુશ્વતના ચાર કેસો બન્યાં છે. જેના પર અંકુશ લગાવવા માટે આવા લાંચ કાંડમાં પકડાયેલ અધિકારી સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાંઓ લેવાની જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવે તેવી કરજણ પંથકના જાગૃત નાગરીકોની માગ ઉઠી છે.

દેશમાં દિવસેને દિવસે તમામ સરકારી કચેરીઓમાં લાંચરુશ્વતે માજા મૂકી છે. કોઈપણ સામાન્ય કામ માટે ટેબલ નીચેનો વ્યવહાર વધી ગયો હોય સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર હવે આસમાને છે. જેનાથી જનતાની કમર તૂટી રહી છે. અરજદારો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આવા કિસ્સામાં સરેરાશ એક બે મહિને એક અધિકારી લાંચ લેતા પકડાતો હોય છે. જેમાં ACB શાખાના અધિકારીઓની કામગીરી પણ ઉત્તમ રહી છે. હવે આ બાબતે જનતા પણ જાગૃત થઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં કરજણ તાલુકા સેવા સદનમાં લાંચ લેવાના 4 બનાવ બનતા કરજણ તાલુકા સેવા સદન હવે ભ્રષ્ટાચાર સદન તરીકે જાણીતું થવા લાગ્યું છે. જ્યાં લાંચ વગર કોઈ કામ થતાં જ નથી ! તેવા આક્ષેપો થઈ રહ્યા છે. કરજણ ખાતે લાંચ પ્રકરણમાં ત્રણ નાયબ મામલતદાર, એક સર્કલ ઓફ્સિર તેમજ એક સર્કલ ઓફ્સિર ઝડપાયા હતાં.

જે જોતાં કરજણ સરકારી કચેરીઓમાં લગભગ દર સાલ કોઈને કોઈ અધિકારી લાંચ લેતા ઝડપાય છે. ખરેખર લાંચરુશ્વતમાં કોઈપણ સરકારી કર્મચારી ભલે એ સરકારી અધિકારી હોય કે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી હોય તો તેની ખાતાકીય રાહે તપાસ કરવાની માંગણી પ્રબળ થઈ છે.

લાંચિયા બાબુઓ છુટયા બાદ નોકરીનું સ્થળ બદલાય છે

ઉપરાંત આવા પકડાયેલા લાંચિયા બાબુઓ ત્રણ માસ બાદ છૂટયા પછી તેઓનું નોકરીનું સ્થળ બદલાય છે. પગાર પણ બદલાય છે. જેથી તેઓ પણ પોતાને મળતું વેતન માટે બીજી જગ્યાએ પણ લાંચ લઈ મળતાં ઓછા વધતાં પગારની ભરપાઈ કરી લેતાં હોય છે. જેથી લાંચનો સિલસિલો ચાલુ જ રહેતો હોય છે. પરિણામે સંસદમાં બહુમતીથી કડક કાયદો પસાર કરી આવા ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓને કાયમી ધોરણે રુખસદ-ડીસમિસ કરવાની માંગ જાગૃત નાગરિકોમાં બુલંદ બની છે.