Junagadh News : ગાયનો શિકાર કરવા આવેલા સિંહને આખલાએ ભગાવ્યા

માંગરોળના શેરિયાઝ ગામે મોડી રાત્રે ભૂખ્યા થયેલા બે ડાલા મથા સિંહ શિકાર કરવા આવ્યા સિંહ સામે અડીખમ ઉભા રહેલા આખલાની હિંમત જોઇને આખરે સિંહની હિંમત તૂટી ગઇ બંને સિંહ ત્યાંથી ઉભી પુંછડીએ ભાગ્યા હતા. માંગરોળના શેરિયાઝ ગામની ઘટના. મોડી રાત્રે બે સિંહ ગામમાં આવી ચડ્યા હતા. ગાયને છોડાવવા આખલો આવ્યો મેદાનમાં. આખલાએ સિંહ સાથે ભીડી બાથ. સિંહના પંજામાંથી ગાયને છોડવતો આખલો . માંગરોળના શેરિયાઝ ગામે મોડી રાત્રે ભૂખ્યા થયેલા બે ડાલા મથા સિંહ શિકાર કરવા આવ્યા હતા. ત્યારે એક શેરીમાં ગાય બેસેલી હતી. સિંહ શિકાર કરવાના ઇરાદે આવી પહોંચ્યા હતા.આખલાની હિંમત જોઇને સિંહ ચડ્યા ચકરાવે ગાયનો શિકાર થઇ જ જવાનો હતો જો કે એ જ સમયે ત્યાં પાસે રહેલા આખલાએ પૂરા જોશ સાથે સિંહનો વિરોધ કર્યો હતો. સિંહ સામે અડીખમ ઉભા રહેલા આખલાની હિંમત જોઇને આખરે સિંહની હિંમત તૂટી ગઇ હતી અને બંને સિંહ ત્યાંથી ઉભી પુંછડીએ ભાગ્યા હતા.ઉલ્ટી ગંગા વહેતી થઇ હોય તેવો ઘાટજૂનાગઢ પંથકમાં આ રીતે સિંહ શિકાર કરે તેમા કોઇ નવી વાત નથી પણ આ વખતે થોડી ઉલ્ટી ગંગા વહેતી થઇ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. આ વખતે સિંહની કોઇ કારી ફાવી ન હતી અને શિકાર કરવા આવેલા સિંહ જે વનરાજા કહેવાય છે આ આખલાની હિંમત સામે હારી ગયા હતા અને ત્યાંથી નાસી છુટ્યા હતા. 

Junagadh News : ગાયનો શિકાર કરવા આવેલા સિંહને આખલાએ ભગાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માંગરોળના શેરિયાઝ ગામે મોડી રાત્રે ભૂખ્યા થયેલા બે ડાલા મથા સિંહ શિકાર કરવા આવ્યા
  • સિંહ સામે અડીખમ ઉભા રહેલા આખલાની હિંમત જોઇને આખરે સિંહની હિંમત તૂટી ગઇ
  • બંને સિંહ ત્યાંથી ઉભી પુંછડીએ ભાગ્યા હતા.

માંગરોળના શેરિયાઝ ગામની ઘટના. મોડી રાત્રે બે સિંહ ગામમાં આવી ચડ્યા હતા. ગાયને છોડાવવા આખલો આવ્યો મેદાનમાં. આખલાએ સિંહ સાથે ભીડી બાથ. સિંહના પંજામાંથી ગાયને છોડવતો આખલો . માંગરોળના શેરિયાઝ ગામે મોડી રાત્રે ભૂખ્યા થયેલા બે ડાલા મથા સિંહ શિકાર કરવા આવ્યા હતા. ત્યારે એક શેરીમાં ગાય બેસેલી હતી. સિંહ શિકાર કરવાના ઇરાદે આવી પહોંચ્યા હતા.

આખલાની હિંમત જોઇને સિંહ ચડ્યા ચકરાવે

ગાયનો શિકાર થઇ જ જવાનો હતો જો કે એ જ સમયે ત્યાં પાસે રહેલા આખલાએ પૂરા જોશ સાથે સિંહનો વિરોધ કર્યો હતો. સિંહ સામે અડીખમ ઉભા રહેલા આખલાની હિંમત જોઇને આખરે સિંહની હિંમત તૂટી ગઇ હતી અને બંને સિંહ ત્યાંથી ઉભી પુંછડીએ ભાગ્યા હતા.

ઉલ્ટી ગંગા વહેતી થઇ હોય તેવો ઘાટ

જૂનાગઢ પંથકમાં આ રીતે સિંહ શિકાર કરે તેમા કોઇ નવી વાત નથી પણ આ વખતે થોડી ઉલ્ટી ગંગા વહેતી થઇ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. આ વખતે સિંહની કોઇ કારી ફાવી ન હતી અને શિકાર કરવા આવેલા સિંહ જે વનરાજા કહેવાય છે આ આખલાની હિંમત સામે હારી ગયા હતા અને ત્યાંથી નાસી છુટ્યા હતા.