Junagadh News: જ્વેલર્સના શોરૂમ 91 લાખની છેતરપિંડી આચારનાર 3 ઝડપાયા

મેનેજર સહિત 2 શખ્સોએ આચરી હતી 91 લાખની છેતરપિંડીપોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી મેનેજરે શો રૂમમાં કાચું સોનું ઓગાળી લઈ આચરી હતી ઠગાઇ જૂનાગઢ શહેરના પ્રતિષ્ઠિત અક્ષર જ્વેલર્સના શોરૂમમાં તેના જ મેનેજર સહિતના બે શખ્સો એ રૂપિયા 91 લાખની છેતરપિંડી આચરી હતી. પોલીસે જ્વેલર્સના શોરૂમમાં લાખોની છેતરપિંડી આચારનાર ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેતરપિંડી કરવી હવે જાણે કે સામાન્ય બની ગઈ હોય તેમ દિવસે ને દિવસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના અપરાધો વધતા જય રહ્યા છે ત્યારે જુનાગઢ શહેરમાં આવેલ અક્ષર જ્વેલર્સ નામના સોનાના શોરૂમના મેનેજરે જ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે.છેલ્લા ઘણા સમયથી અક્ષર જ્વેલર્સ નામના સોનાના શો રૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર વાઘેલાએ એક વર્ષ સુધી જે જગ્યાએ નોકરી કરતો હતો તે જ શો રૂમમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પકડાયેલ ત્રણ ઈસમોએ 91 લાખનું 1282.07 નું કાચું સોનું ઓગળી જઈ છેતરપિંડી આચરી હતી. ત્યારે ત્રણ શખ્સોની પોલીસે પૂછપરછ કરતા મેનેજર દ્વારા અક્ષર જ્વેલર્સના કારીગરના નામે ખોટી એન્ટ્રીઓ કરી શોરૂમમાં સ્ટોક મેળમાં સાચી એન્ટ્રીઓ બતાવવામાં આવી હતી. જે મામલે એ ડિવિઝન પોલીસે અક્ષર જ્વેલર્સના મેનેજર મયુર નાનજી વાઘેલા, કલ્પરાજસિંહ કલ્પેશ નકુમ અને ભૌમિક મહિપતભાઈ પરમારની અટકાયત કરી હતી.અક્ષર જ્વેલર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર વાઘેલા નામના વ્યક્તિએ અન્ય કારીગરને બનાવવામાં આપેલ દાગીના ફેબ્રુઆરી 2024 થી મેં 2024 દરમિયાન કિંમત રૂ 91 લાખનું 1282.07 ગ્રામ સોનુ અન્ય વ્યક્તિઓને આપી છેતરપિંડી આચરી હતી. જેમાં આરોપી મયુર વાઘેલા અને તેના સાથી મિત્ર કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને ભૌમિક પરમારને એ ડિવિઝન પોલીસ આપે ઝડપી પાડ્યા હતા. જે મામલે આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપી પાસેથી 25 લાખની કિંમતના 397 ગ્રામ સોનાની રિકવરી કરવામાં આવી છે. હાલ તો ત્રણેય આરોપીને ઝડપી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આ સાથે કોઈ અન્ય સંડોવાયેલ છે કે કેમ તે અંગેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Junagadh News: જ્વેલર્સના શોરૂમ 91 લાખની છેતરપિંડી આચારનાર 3 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેનેજર સહિત 2 શખ્સોએ આચરી હતી 91 લાખની છેતરપિંડી
  • પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી
  • મેનેજરે શો રૂમમાં કાચું સોનું ઓગાળી લઈ આચરી હતી ઠગાઇ

જૂનાગઢ શહેરના પ્રતિષ્ઠિત અક્ષર જ્વેલર્સના શોરૂમમાં તેના જ મેનેજર સહિતના બે શખ્સો એ રૂપિયા 91 લાખની છેતરપિંડી આચરી હતી. પોલીસે જ્વેલર્સના શોરૂમમાં લાખોની છેતરપિંડી આચારનાર ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


છેતરપિંડી કરવી હવે જાણે કે સામાન્ય બની ગઈ હોય તેમ દિવસે ને દિવસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના અપરાધો વધતા જય રહ્યા છે ત્યારે જુનાગઢ શહેરમાં આવેલ અક્ષર જ્વેલર્સ નામના સોનાના શોરૂમના મેનેજરે જ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે.છેલ્લા ઘણા સમયથી અક્ષર જ્વેલર્સ નામના સોનાના શો રૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર વાઘેલાએ એક વર્ષ સુધી જે જગ્યાએ નોકરી કરતો હતો તે જ શો રૂમમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.


પકડાયેલ ત્રણ ઈસમોએ 91 લાખનું 1282.07 નું કાચું સોનું ઓગળી જઈ છેતરપિંડી આચરી હતી. ત્યારે ત્રણ શખ્સોની પોલીસે પૂછપરછ કરતા મેનેજર દ્વારા અક્ષર જ્વેલર્સના કારીગરના નામે ખોટી એન્ટ્રીઓ કરી શોરૂમમાં સ્ટોક મેળમાં સાચી એન્ટ્રીઓ બતાવવામાં આવી હતી. જે મામલે એ ડિવિઝન પોલીસે અક્ષર જ્વેલર્સના મેનેજર મયુર નાનજી વાઘેલા, કલ્પરાજસિંહ કલ્પેશ નકુમ અને ભૌમિક મહિપતભાઈ પરમારની અટકાયત કરી હતી.


અક્ષર જ્વેલર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર વાઘેલા નામના વ્યક્તિએ અન્ય કારીગરને બનાવવામાં આપેલ દાગીના ફેબ્રુઆરી 2024 થી મેં 2024 દરમિયાન કિંમત રૂ 91 લાખનું 1282.07 ગ્રામ સોનુ અન્ય વ્યક્તિઓને આપી છેતરપિંડી આચરી હતી. જેમાં આરોપી મયુર વાઘેલા અને તેના સાથી મિત્ર કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને ભૌમિક પરમારને એ ડિવિઝન પોલીસ આપે ઝડપી પાડ્યા હતા. જે મામલે આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપી પાસેથી 25 લાખની કિંમતના 397 ગ્રામ સોનાની રિકવરી કરવામાં આવી છે. હાલ તો ત્રણેય આરોપીને ઝડપી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આ સાથે કોઈ અન્ય સંડોવાયેલ છે કે કેમ તે અંગેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.