Jagannath Rath Yatra 2024: ભાણેજને આવકારવા સરસપુર સજ્જ,રણછોડરાય મંદિર બહાર બંધાયો મંડપ

મોસાળ સરસપુરમાં ભગવાનની થશે આગતા સ્વાગતા મોસાળમાં ભગવાનના આગમનની આમંત્રણ પત્રિકાનું વિતરણ શરૂ 15 દિવસ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર હોય કે મંદિર ભક્તો ભગવાનને આવકારવા થનગની રહ્યા છે. દર વર્ષે મોસાળ પક્ષ સરસપુરમાં ખુબજ શાહી ઠાઠમાઠ સાથે ભગવાન જગન્નાથજીને આવકારવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સરસપુરમાં શરુ થઈ રથયાત્રાની તૈયારીઓ. ભાણેજને આવકારવા સરસપુર વાસીઓ સજ્જ. સરસપુર રણછોડરાય મંદિર બહાર બંધાયો વિશાળ મંડપ.ભગાવન જળયાત્રા બાદ 15 દિવસ રોકાશે મોસાળમાં ભગાવન જળયાત્રા બાદ 15 દિવસ રોકાશે મોસાળમાં. મોસાળ સરસપુરમાં ભગવાનની થશે આગતા સ્વાગતા. મોસાળમાં ભગવાનના આગમનની આમંત્રણ પત્રિકાનું વિતરણ શરૂ કરવામાં આવી રહ્યુ છે. 15 દિવસ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે આખરી ઓપ અપાઇ રહ્યો છે. જળયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તો ભાવપૂર્વક રથયાત્રાની તૈયારી કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. એક બાજુ ભવ્ય રથયાત્રા અનોખુ આકર્ષણ જમાવશે તો એકબાજુ મોસાળ પક્ષમાં ભગવાન જગન્નાથજીને આવકારવાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજાશે. જળયાત્રાનું ખુબજ મહત્ત્વ રહેલુ છે. રથયાત્રાને લઈને અખાડાઓએ તૈયારીઓ શરુ કરી રથયાત્રાને લઈને અખાડાઓએ તૈયારીઓ શરુ કરી છે ભગવાન જગન્નાથજીની જળયાત્રાની અખાડાઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચંદન યાત્રા બાદ અખાડાઓએ કરતબબાજી શરુ કરી છે જેમાં તલવારબાજી,બરનડી,લાકડી,સ્ટંટ સહિતના બોડી બિલ્ડીંગ સ્ટંટ સહીત કરતબોની પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પહેલીવાર મહિલાઓ પણ અખાડામાં કરતબ કરતી જોવા મળશે નારી પણ જળયાત્રામાં શક્તિ પ્રદર્શન દ્વારા અખાડાઓ સાથે ભકતી કરતી જોવા મળશે પહેલીવાર જળયાત્રામાં માર્શલ આર્ટની ઝાંખી પણ જોવા મળશે જેને લઈ અખાડાઓએ તડામાર તૈયારીઓ સાથે 5 કલાકની રોજ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે જળયાત્રાને લઈ અખડાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દસ વર્ષથી લઈ 60 વર્ષના વડીલો સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે.

Jagannath Rath Yatra 2024: ભાણેજને આવકારવા સરસપુર સજ્જ,રણછોડરાય મંદિર બહાર બંધાયો મંડપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોસાળ સરસપુરમાં ભગવાનની થશે આગતા સ્વાગતા
  • મોસાળમાં ભગવાનના આગમનની આમંત્રણ પત્રિકાનું વિતરણ શરૂ
  • 15 દિવસ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર હોય કે મંદિર ભક્તો ભગવાનને આવકારવા થનગની રહ્યા છે. દર વર્ષે મોસાળ પક્ષ સરસપુરમાં ખુબજ શાહી ઠાઠમાઠ સાથે ભગવાન જગન્નાથજીને આવકારવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સરસપુરમાં શરુ થઈ રથયાત્રાની તૈયારીઓ. ભાણેજને આવકારવા સરસપુર વાસીઓ સજ્જ. સરસપુર રણછોડરાય મંદિર બહાર બંધાયો વિશાળ મંડપ.

ભગાવન જળયાત્રા બાદ 15 દિવસ રોકાશે મોસાળમાં

ભગાવન જળયાત્રા બાદ 15 દિવસ રોકાશે મોસાળમાં. મોસાળ સરસપુરમાં ભગવાનની થશે આગતા સ્વાગતા. મોસાળમાં ભગવાનના આગમનની આમંત્રણ પત્રિકાનું વિતરણ શરૂ કરવામાં આવી રહ્યુ છે. 15 દિવસ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે આખરી ઓપ અપાઇ રહ્યો છે.

જળયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તો ભાવપૂર્વક રથયાત્રાની તૈયારી કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. એક બાજુ ભવ્ય રથયાત્રા અનોખુ આકર્ષણ જમાવશે તો એકબાજુ મોસાળ પક્ષમાં ભગવાન જગન્નાથજીને આવકારવાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજાશે. જળયાત્રાનું ખુબજ મહત્ત્વ રહેલુ છે.

રથયાત્રાને લઈને અખાડાઓએ તૈયારીઓ શરુ કરી

રથયાત્રાને લઈને અખાડાઓએ તૈયારીઓ શરુ કરી છે ભગવાન જગન્નાથજીની જળયાત્રાની અખાડાઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચંદન યાત્રા બાદ અખાડાઓએ કરતબબાજી શરુ કરી છે જેમાં તલવારબાજી,બરનડી,લાકડી,સ્ટંટ સહિતના બોડી બિલ્ડીંગ સ્ટંટ સહીત કરતબોની પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પહેલીવાર મહિલાઓ પણ અખાડામાં કરતબ કરતી જોવા મળશે નારી પણ જળયાત્રામાં શક્તિ પ્રદર્શન દ્વારા અખાડાઓ સાથે ભકતી કરતી જોવા મળશે પહેલીવાર જળયાત્રામાં માર્શલ આર્ટની ઝાંખી પણ જોવા મળશે જેને લઈ અખાડાઓએ તડામાર તૈયારીઓ સાથે 5 કલાકની રોજ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે જળયાત્રાને લઈ અખડાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દસ વર્ષથી લઈ 60 વર્ષના વડીલો સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે.