Gujarat BJP માટે નવા પ્રદેશ અધ્યક્ષની શોધ, આ નામો ચર્ચાની એરણે

જ્ઞાતિગત સમીકરણ અને સર્વ સ્વીકૃત ચહેરાને ભાજપ પ્રાધાન્ય આપશેOBC નેતા તરીકે મયંક નાયક અને દેવુસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં લેઉવા પાટીદાર જયેશ રાદડિયા અને આદિવાસી નેતા ગણપત વસવાની ચર્ચા લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ચૂક્યા છે અને ભાજપ માટે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર પરિણામ નિરાશાજનક આવ્યા છે. જ્યાં તમામ 26 બેઠકો જીતવાની વાતો ચાલતી હતી ત્યાં એક બેઠકના નુકસાનની સાથે સાથે વોટ શેરમાં પણ ઘટાડો થયો છે. ત્યારે હવે, ભાજપ પ્રદેશ સંગઠનમાં પણ મોટા ફેરફાર થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં નવસારીના નવા ચૂંટાયેલા સાંસદ સી. આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે જેમને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે, હવે પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વર્તાઈ રહી છે. હાલ ચર્ચાઓ ઘણા નામો પર થઇ રહી છે. પરંતુ, સ્થાન એવા ચહેરાને જ મળશે કે જે સંગઠનને ફરી વખતે બેઠું કરી શકે.કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ? કેન્દ્ર સરકારમાં નવા મંત્રી મંડળની રચના થઈ ગઈ છે. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનતાની સાથે જ પ્રદેશ સંગઠનમાં નજીકના સમયમાં જ પરિવર્તન આવી શકે છે. ત્યારે, ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તેને લઈને ભાજપમાં જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.નજીકના સમયમાં જ પ્રદેશ સંગઠનમાં નવા ચહેરાની નિમણુંક થશે સુરતના ધારાસભ્ય સી. આર. પાટીલે 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પ્રદેશ ભાજપનું સુકાન સંભાળ્યું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને વિધાનસભા ચૂંટણીમાં હાઈ કમાન્ડનું ઈચ્છીત પરિણામ અપાયું. ભલે, લોકસભા ચૂંટણી 2024માં 1 લોકસભા બેઠક ગુમાવી અને ઘણી બેઠકોમાં જીતના માર્જિન ખુબ ઓછા રહ્યા હોય પરંતુ તેઓ પીએમ મોદીની ગુડ બુકમાં રહ્યા. જેથી તેને શિરપાવ આપવામાં આવ્યો અને નવી બનેલી કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. જેથી હવે નજીકના સમયમાં જ પ્રદેશ સંગઠનમાં નવા ચહેરાની નિમણુંક થશે.પ્રદેશ ભાજપમાં શરૂ થઈ જોરશોરથી ચર્ચા  ત્યારે, હવે પ્રશ્ન એ થાય કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને પ્રદેશ ભાજપમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. પરંતુ. ચહેરાની પસંદગી સમયે 2 મુદ્દા લક્ષમાં રાખી નિમણુંક કરવામાં આવશે. જેમાં જ્ઞાતિગત સમીકરણ અને સર્વ સ્વીકૃત ચહેરો હોય અને સંગઠનનો અનુભવી ચહેરો હોય. આવા કેટલાક ચહેરાઓની ચર્ચા ભાજપમાં ચાલી રહી છે. જ્ઞાતિગત સમીકરણ જોઈએ તો OBC સમાજના કોઈ ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા વધારે જોવાઈ રહી છે. કારણ કે હાલમાં સરકારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો સંગઠનમાં ચહેરો આવે તે અન્ય સમાજ માંથી આપી બેલેન્સ કરવા પ્રયાસ કરવામાં આવશે. એટલે કહી શકાય કે આદિવાસી, લેઉવા કે પછી OBC સમાજને પ્રદેશ અધ્યક્ષ પદે સ્થાન આપવામાં આવે તેવી શક્યતા વધારે જોવાઈ રહી છેમયંક નાયક (રાજ્યસભા સાંસદ) OBC સમાજની વાત કરીએ તો, મયંક નાયક જે હાલમાં જ રાજ્યસભા સાંસદ બન્યા છે અને તે મોદી-શાહ બંનેની ગુડ બુકમાં છે. મયંક નાયક OBC સમાજ માંથી આવે છે OBCમાં રહેલા નાના સમાજનો ચહેરો છે. તેઓ હાલમાં પ્રદેશમાં OBC મોરચા અધ્યક્ષ છે અને જયારે તેમને રાજ્યસભા માટે પસંદ કરાયા ત્યારે તેઓ સર્વ સ્વીકૃત ચહેરો હતો. દેવુસિંહ ચૌહાણ (ખેડા સાંસદ) મયંક નાયકની સાથે સાથે દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે. દેવુસિંહ ચૌહાણ પણ OBC સમાજ માંથી આવી રહ્યા છે અને છેલ્લી 3 ટર્મથી તે ખેડા બેઠક પરથી જીતતા આવી રહ્યા છે. અગાઉ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે. અમિત ઠાકર (વેજલપૂરથી ધારાસભ્ય) આ સિવાય એક નવો અને યુવા ચહેરો બ્રામ્હણ સમાજમાંથી હોય શકે છે અને તે છે અમિત ઠાકર જેઓ હાલમાં વેજલપૂર વિધાનસભાના ધારાસભ્ય છે. અમિત ઠાકર અગાઉ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે અને અમિત શાહના વિશ્વાસુ પણ માનવામાં આવે છે. ભૂતકાળમાં દરેક ચૂંટણીઓમાં અમિત ઠાકરને અનેક સંગઠન લક્ષી જવાબદારીઓ સોંપવામાં આવી હતી જયેશ રાદડિયા (જેતપુરથી ધારાસભ્ય) આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર ચહેરાની વાત કરીએ તો સૌથી સ્ટ્રોંગ નામ તરીકે ચર્ચામાં આવે છે જયેશ રાંદડિયાનું નામ. જેઓ યુવા ચહેરો અને સૌરાષ્ટ્રમાં સ્વીકૃત ચહેરો છે. તેમજ રાજકીય અને સહકારી ક્ષેત્રે મજબૂત પકડ ધરાવે છે. સ્ટ્રોંગ નિર્ણય કરવા માટે જાણીતા જયેશ રાદડિયા ભૂતકાળમાં તે કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે ગણપત વસાવા (માંગરોળથી ધારાસભ્ય) જો આદિવાસી નેતાની પસંદગી કરવાની હોય તો ગણપત વસાવાની પસંદગી પણ થઇ શકે છે. ગણપત વસાવા આદિવાસી સમાજનો જાણીતો ચહેરો છે અને હાલ માંગરોળ (ST) વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. ગણપત વસાવા ભૂતકાળમાં વન અને પરિયાવરણ મંત્રી પણ રહી ચુક્યા છે. આમ પ્રદેશ ભાજપમાં અનેક ચહેરાઓના નામને લઈને ચર્ચા ચાલી રહી છે. ભાજપ હંમેશા એવા ચહેરાની પસંદગી કરી છે જે સર્વ સ્વીકૃત હોય અને સંગઠન લક્ષી કામગીરીને સારી રીતે જાણી શકતા હોય. ભાજપને જાતિગત સમીકરણ લક્ષમાં રાખી નિર્ણય કરવાના હોય છે. જેથી અધ્યક્ષ જે જ્ઞાતિ માંથી આવશે એ સિવાયની જ્ઞાતિ માંથી એટલે કે ક્ષત્રિય, બ્રામ્હણ, OBC, પાટીદાર કે STમાં આ જ્ઞાતિ માંથી ઝોન મહામંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે. જેથી ભાજપ જ્ઞાતિગત બેલેન્સ કરી શકે. ગત લોકસભા ચૂંટણીમાં ભલે ભાજપને 25 સીટ મળી હોય પરંતુ 1 સીટ ગુમાવી તેનો ભાજપને વસવસો છે. તો અમરેલી, બનાસકાંઠા સાબરકાંઠા બરોડા જૂનાગઢ જેવી અનેક સીટો પર ભાજપમાં આંતરિક ખેંચતાણ થઇ હતી અને એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જે આજ સુધી ભાજપમાં ના બન્યું હોય અને સંગઠન માળખામાં પણ ભારે નુકશાન ભાજપને થયું છે અનેક સિનિયર નારાજ થયા તો કાર્યકર્તાઓ ચૂંટણીથી દૂર રહ્યા હતા આમ અનેક પરિસ્થિતિથી ભાજપને ગત ચૂંટણીમાં પસાર થવું પડ્યું હતું ત્યારે હવે ભાજપ એવા ચહેરાને સ્થાન આપશે જે સંગઠનને પાછું બેઠું કરી શકે સાથે જ સ્વીકૃત ચેહેરો પણ હોય.

Gujarat BJP માટે નવા પ્રદેશ અધ્યક્ષની શોધ, આ નામો ચર્ચાની એરણે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જ્ઞાતિગત સમીકરણ અને સર્વ સ્વીકૃત ચહેરાને ભાજપ પ્રાધાન્ય આપશે
  • OBC નેતા તરીકે મયંક નાયક અને દેવુસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં
  • લેઉવા પાટીદાર જયેશ રાદડિયા અને આદિવાસી નેતા ગણપત વસવાની ચર્ચા

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ચૂક્યા છે અને ભાજપ માટે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર પરિણામ નિરાશાજનક આવ્યા છે. જ્યાં તમામ 26 બેઠકો જીતવાની વાતો ચાલતી હતી ત્યાં એક બેઠકના નુકસાનની સાથે સાથે વોટ શેરમાં પણ ઘટાડો થયો છે. ત્યારે હવે, ભાજપ પ્રદેશ સંગઠનમાં પણ મોટા ફેરફાર થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં નવસારીના નવા ચૂંટાયેલા સાંસદ સી. આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે જેમને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે, હવે પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વર્તાઈ રહી છે. હાલ ચર્ચાઓ ઘણા નામો પર થઇ રહી છે. પરંતુ, સ્થાન એવા ચહેરાને જ મળશે કે જે સંગઠનને ફરી વખતે બેઠું કરી શકે.

કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ?

કેન્દ્ર સરકારમાં નવા મંત્રી મંડળની રચના થઈ ગઈ છે. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનતાની સાથે જ પ્રદેશ સંગઠનમાં નજીકના સમયમાં જ પરિવર્તન આવી શકે છે. ત્યારે, ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તેને લઈને ભાજપમાં જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

નજીકના સમયમાં જ પ્રદેશ સંગઠનમાં નવા ચહેરાની નિમણુંક થશે

સુરતના ધારાસભ્ય સી. આર. પાટીલે 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પ્રદેશ ભાજપનું સુકાન સંભાળ્યું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને વિધાનસભા ચૂંટણીમાં હાઈ કમાન્ડનું ઈચ્છીત પરિણામ અપાયું. ભલે, લોકસભા ચૂંટણી 2024માં 1 લોકસભા બેઠક ગુમાવી અને ઘણી બેઠકોમાં જીતના માર્જિન ખુબ ઓછા રહ્યા હોય પરંતુ તેઓ પીએમ મોદીની ગુડ બુકમાં રહ્યા. જેથી તેને શિરપાવ આપવામાં આવ્યો અને નવી બનેલી કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. જેથી હવે નજીકના સમયમાં જ પ્રદેશ સંગઠનમાં નવા ચહેરાની નિમણુંક થશે.

પ્રદેશ ભાજપમાં શરૂ થઈ જોરશોરથી ચર્ચા 

ત્યારે, હવે પ્રશ્ન એ થાય કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને પ્રદેશ ભાજપમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. પરંતુ. ચહેરાની પસંદગી સમયે 2 મુદ્દા લક્ષમાં રાખી નિમણુંક કરવામાં આવશે. જેમાં જ્ઞાતિગત સમીકરણ અને સર્વ સ્વીકૃત ચહેરો હોય અને સંગઠનનો અનુભવી ચહેરો હોય. આવા કેટલાક ચહેરાઓની ચર્ચા ભાજપમાં ચાલી રહી છે. જ્ઞાતિગત સમીકરણ જોઈએ તો OBC સમાજના કોઈ ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા વધારે જોવાઈ રહી છે. કારણ કે હાલમાં સરકારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો સંગઠનમાં ચહેરો આવે તે અન્ય સમાજ માંથી આપી બેલેન્સ કરવા પ્રયાસ કરવામાં આવશે. એટલે કહી શકાય કે આદિવાસી, લેઉવા કે પછી OBC સમાજને પ્રદેશ અધ્યક્ષ પદે સ્થાન આપવામાં આવે તેવી શક્યતા વધારે જોવાઈ રહી છે

મયંક નાયક (રાજ્યસભા સાંસદ)

OBC સમાજની વાત કરીએ તો, મયંક નાયક જે હાલમાં જ રાજ્યસભા સાંસદ બન્યા છે અને તે મોદી-શાહ બંનેની ગુડ બુકમાં છે. મયંક નાયક OBC સમાજ માંથી આવે છે OBCમાં રહેલા નાના સમાજનો ચહેરો છે. તેઓ હાલમાં પ્રદેશમાં OBC મોરચા અધ્યક્ષ છે અને જયારે તેમને રાજ્યસભા માટે પસંદ કરાયા ત્યારે તેઓ સર્વ સ્વીકૃત ચહેરો હતો.

દેવુસિંહ ચૌહાણ (ખેડા સાંસદ)

મયંક નાયકની સાથે સાથે દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે. દેવુસિંહ ચૌહાણ પણ OBC સમાજ માંથી આવી રહ્યા છે અને છેલ્લી 3 ટર્મથી તે ખેડા બેઠક પરથી જીતતા આવી રહ્યા છે. અગાઉ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે.

અમિત ઠાકર (વેજલપૂરથી ધારાસભ્ય)

આ સિવાય એક નવો અને યુવા ચહેરો બ્રામ્હણ સમાજમાંથી હોય શકે છે અને તે છે અમિત ઠાકર જેઓ હાલમાં વેજલપૂર વિધાનસભાના ધારાસભ્ય છે. અમિત ઠાકર અગાઉ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે અને અમિત શાહના વિશ્વાસુ પણ માનવામાં આવે છે. ભૂતકાળમાં દરેક ચૂંટણીઓમાં અમિત ઠાકરને અનેક સંગઠન લક્ષી જવાબદારીઓ સોંપવામાં આવી હતી

જયેશ રાદડિયા (જેતપુરથી ધારાસભ્ય)

આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર ચહેરાની વાત કરીએ તો સૌથી સ્ટ્રોંગ નામ તરીકે ચર્ચામાં આવે છે જયેશ રાંદડિયાનું નામ. જેઓ યુવા ચહેરો અને સૌરાષ્ટ્રમાં સ્વીકૃત ચહેરો છે. તેમજ રાજકીય અને સહકારી ક્ષેત્રે મજબૂત પકડ ધરાવે છે. સ્ટ્રોંગ નિર્ણય કરવા માટે જાણીતા જયેશ રાદડિયા ભૂતકાળમાં તે કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે

ગણપત વસાવા (માંગરોળથી ધારાસભ્ય)

જો આદિવાસી નેતાની પસંદગી કરવાની હોય તો ગણપત વસાવાની પસંદગી પણ થઇ શકે છે. ગણપત વસાવા આદિવાસી સમાજનો જાણીતો ચહેરો છે અને હાલ માંગરોળ (ST) વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. ગણપત વસાવા ભૂતકાળમાં વન અને પરિયાવરણ મંત્રી પણ રહી ચુક્યા છે.

આમ પ્રદેશ ભાજપમાં અનેક ચહેરાઓના નામને લઈને ચર્ચા ચાલી રહી છે. ભાજપ હંમેશા એવા ચહેરાની પસંદગી કરી છે જે સર્વ સ્વીકૃત હોય અને સંગઠન લક્ષી કામગીરીને સારી રીતે જાણી શકતા હોય. ભાજપને જાતિગત સમીકરણ લક્ષમાં રાખી નિર્ણય કરવાના હોય છે. જેથી અધ્યક્ષ જે જ્ઞાતિ માંથી આવશે એ સિવાયની જ્ઞાતિ માંથી એટલે કે ક્ષત્રિય, બ્રામ્હણ, OBC, પાટીદાર કે STમાં આ જ્ઞાતિ માંથી ઝોન મહામંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે. જેથી ભાજપ જ્ઞાતિગત બેલેન્સ કરી શકે.

ગત લોકસભા ચૂંટણીમાં ભલે ભાજપને 25 સીટ મળી હોય પરંતુ 1 સીટ ગુમાવી તેનો ભાજપને વસવસો છે. તો અમરેલી, બનાસકાંઠા સાબરકાંઠા બરોડા જૂનાગઢ જેવી અનેક સીટો પર ભાજપમાં આંતરિક ખેંચતાણ થઇ હતી અને એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જે આજ સુધી ભાજપમાં ના બન્યું હોય અને સંગઠન માળખામાં પણ ભારે નુકશાન ભાજપને થયું છે અનેક સિનિયર નારાજ થયા તો કાર્યકર્તાઓ ચૂંટણીથી દૂર રહ્યા હતા આમ અનેક પરિસ્થિતિથી ભાજપને ગત ચૂંટણીમાં પસાર થવું પડ્યું હતું ત્યારે હવે ભાજપ એવા ચહેરાને સ્થાન આપશે જે સંગઠનને પાછું બેઠું કરી શકે સાથે જ સ્વીકૃત ચેહેરો પણ હોય.