Ahmedabad હવામાન વિભાગે આજે રાજયમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી સુરત,વલસાડ,નવસારીમાં ઓરેન્જ અલર્ટ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં દાહોદ,છોટાઉદેપુર,પંચમહાલ,વડોદરા,નર્મદા,ભરૂચ,તાપી,ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે,તો સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે,અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય અમદાવાદ હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરવામાં આવે તો અગામી પાંચ દિવસ રાજયમાં વરસાદી માહોલ રહેશે,સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે,ગુજરાતમાં વરસાદને લઈ બે સિસ્ટમ સક્રિય થઈ છે,એક સિસ્ટમ રાજસ્થાનમાં તો બીજી સિસ્ટમ મધ્યપ્રદેશમાં એકટિવ થઈ છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થઈ શકશે,રાજયમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્રારા આપવામાં આવ્યું છે. 28 જુલાઈએ કયા અપાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો વલસાડ,સુરત,નવસારી,ભાવનગર,અમરેલી,ગીરસોમનાથમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે કચ્છ, મોરબી અને જામનગરને બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ છે. માછીમારોએ ના ખેડવો દરિયો હવામાન વિભાગની આગાહી મૂજબ માછીમારોએ અગામી પાંચ દિવસ દરિયો ના ખેડવો કેમકે દરિયામાં કરંટ સાથે મોજા ઉછળશે સાથે સાથે 40કિમીની પ્રતિની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 7 ઈંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 6 ઈંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 6 ઈંચ નોંધાયો છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 5 ઈંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 4 ઈંચ અને તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

Ahmedabad હવામાન વિભાગે આજે રાજયમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
  • સુરત,વલસાડ,નવસારીમાં ઓરેન્જ અલર્ટ
  • દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં દાહોદ,છોટાઉદેપુર,પંચમહાલ,વડોદરા,નર્મદા,ભરૂચ,તાપી,ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે,તો સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે,અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

બે વરસાદી સિસ્ટમ સક્રિય

અમદાવાદ હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરવામાં આવે તો અગામી પાંચ દિવસ રાજયમાં વરસાદી માહોલ રહેશે,સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે,ગુજરાતમાં વરસાદને લઈ બે સિસ્ટમ સક્રિય થઈ છે,એક સિસ્ટમ રાજસ્થાનમાં તો બીજી સિસ્ટમ મધ્યપ્રદેશમાં એકટિવ થઈ છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થઈ શકશે,રાજયમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્રારા આપવામાં આવ્યું છે.

28 જુલાઈએ કયા અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો વલસાડ,સુરત,નવસારી,ભાવનગર,અમરેલી,ગીરસોમનાથમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે કચ્છ, મોરબી અને જામનગરને બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ છે.

માછીમારોએ ના ખેડવો દરિયો

હવામાન વિભાગની આગાહી મૂજબ માછીમારોએ અગામી પાંચ દિવસ દરિયો ના ખેડવો કેમકે દરિયામાં કરંટ સાથે મોજા ઉછળશે સાથે સાથે 40કિમીની પ્રતિની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 7 ઈંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 6 ઈંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 6 ઈંચ નોંધાયો છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 5 ઈંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 4 ઈંચ અને તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.