Junagadhના માંગનાથ રોડ પર ખાડાને લઈ ભાજપના જ કોર્પોરેટર નગરપાલિકા પર અકળાયા

જૂનાગઢના માંગનાથ રોડ પર ખાડાનું વધ્યુ સામ્રાજય ભાજપના કોર્પોરેટરે કહ્યું,નગરપાલિકા કોઈનું સાંભળતુ નથી વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટરે નગરપાલિકા સામે કર્યા આક્ષેપ સતત લોકોની અવરજવરથી ધમધમતા શહેરના માંગનાથ રોડ પર ના ખાડાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.આ વિસ્તારના કોર્પોરેટર દ્વારા પણ અવારનવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ પણ ભાજપના જ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે,અને જો રસ્તો રીપેર કરવામાં નહી આવે તો સોમવારથી ધરણાની ચિમકી પણ ભાજપના કોર્પોરેટર દ્વારા આપવામાં ઉચ્ચારવામાં આવી છે. હાલ જૂનાગઢમાં વરસાદે લીધો છે વિરામ છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે જૂનાગઢ શહેરમાં વરસાદ બાદ રોડ પર માત્ર ખાડા જ નજરે પડે છે. ત્યારે જૂનાગઢ શહેરના હૃદય સમા ગણાતા માંગનાથ રોડ પર ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર દ્વારા છેલ્લા આઠ મહિનાથી ગટરનું કામ પૂર્ણ થયા બાદ પણ આ રોડ પરના ખાડા પૂરવામાં આવ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.ત્યારે માંગનાથ રોડ પરના ખાડા ના કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા ભૂગર્ભ ગટરનું કામ કરાયુ ભૂગર્ભ ગટર છેલ્લા આઠ મહિના પહેલા કરવામાં આવી હતી. ત્યારે જે સમયે ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા તંત્રને પહોંચતા તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક મહિનામાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂરી થયા બાદ આ રસ્તા પર પેચ વર્ક કરવામાં આવશે. પરંતુ છેલ્લા 8 મહિનાથી આ રસ્તા પર કોઈ પેચ વર્ક કરવામાં આવ્યો નથી. ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરી દીધા બાદ રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં રોજના હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થાય છે. અહીં રોડ પર નજીકમાં જ સરસ્વતી સ્કૂલ આવેલી છે જ્યાં 2000થી વધુ વિદ્યાર્થીઓ રોજ ભણવા માટે આવે છે. પેચવર્ક ફરી કરવા માંગ ઉઠી બીજી બાજુ જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આ રજૂઆત કરવામાં આવતા તેમણે વરસાદ દરમિયાન પડેલ ખાડાની ફરિયાદને લઈને નાખવાની કામગીરી બંધ હતી પરંતુ હાલ વરસાદ જૂનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યાએ વહેલી તકે પેજ વર્ક કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.હાલ જૂનાગઢમાં વરસાદને કારણે ખરાબ થઈ ગયેલા રસ્તાઓ ઉપર લોકો ચાલી પણ શકતા નથી તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે હવે ક્યારે આ રસ્તાઓ ફરીથી નવા બનશે તે જોવું રહ્યું.

Junagadhના માંગનાથ રોડ પર ખાડાને લઈ ભાજપના જ કોર્પોરેટર નગરપાલિકા પર અકળાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢના માંગનાથ રોડ પર ખાડાનું વધ્યુ સામ્રાજય
  • ભાજપના કોર્પોરેટરે કહ્યું,નગરપાલિકા કોઈનું સાંભળતુ નથી
  • વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટરે નગરપાલિકા સામે કર્યા આક્ષેપ
સતત લોકોની અવરજવરથી ધમધમતા શહેરના માંગનાથ રોડ પર ના ખાડાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.આ વિસ્તારના કોર્પોરેટર દ્વારા પણ અવારનવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ પણ ભાજપના જ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે,અને જો રસ્તો રીપેર કરવામાં નહી આવે તો સોમવારથી ધરણાની ચિમકી પણ ભાજપના કોર્પોરેટર દ્વારા આપવામાં ઉચ્ચારવામાં આવી છે.

હાલ જૂનાગઢમાં વરસાદે લીધો છે વિરામ
છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે જૂનાગઢ શહેરમાં વરસાદ બાદ રોડ પર માત્ર ખાડા જ નજરે પડે છે. ત્યારે જૂનાગઢ શહેરના હૃદય સમા ગણાતા માંગનાથ રોડ પર ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર દ્વારા છેલ્લા આઠ મહિનાથી ગટરનું કામ પૂર્ણ થયા બાદ પણ આ રોડ પરના ખાડા પૂરવામાં આવ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.ત્યારે માંગનાથ રોડ પરના ખાડા ના કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.



પહેલા ભૂગર્ભ ગટરનું કામ કરાયુ
ભૂગર્ભ ગટર છેલ્લા આઠ મહિના પહેલા કરવામાં આવી હતી. ત્યારે જે સમયે ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા તંત્રને પહોંચતા તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક મહિનામાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂરી થયા બાદ આ રસ્તા પર પેચ વર્ક કરવામાં આવશે. પરંતુ છેલ્લા 8 મહિનાથી આ રસ્તા પર કોઈ પેચ વર્ક કરવામાં આવ્યો નથી. ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરી દીધા બાદ રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં રોજના હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થાય છે. અહીં રોડ પર નજીકમાં જ સરસ્વતી સ્કૂલ આવેલી છે જ્યાં 2000થી વધુ વિદ્યાર્થીઓ રોજ ભણવા માટે આવે છે.


પેચવર્ક ફરી કરવા માંગ ઉઠી
બીજી બાજુ જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આ રજૂઆત કરવામાં આવતા તેમણે વરસાદ દરમિયાન પડેલ ખાડાની ફરિયાદને લઈને નાખવાની કામગીરી બંધ હતી પરંતુ હાલ વરસાદ જૂનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યાએ વહેલી તકે પેજ વર્ક કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.હાલ જૂનાગઢમાં વરસાદને કારણે ખરાબ થઈ ગયેલા રસ્તાઓ ઉપર લોકો ચાલી પણ શકતા નથી તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે હવે ક્યારે આ રસ્તાઓ ફરીથી નવા બનશે તે જોવું રહ્યું.