Surendranagar: કોલસામાં-બહુ કમાયા છો,તેમ કહી થાનના યુવાન પાસે રૂપિયા 15લાખની ખંડણી માંગી

બે શખ્સોએ ઘરે જઈ ઘર ખાલી કરી દેજો તેમ કહી માતા-પુત્રને મારી ધમકી આપીથાનમાં ફરી ખંડણીખોર બેફામ બનતા વેપારી અને ઉદ્યોગપતિઓમાં ભયનો માહોલ રૂપિયા 15 લાખમાંથી રૂ. 5 લાખ તો આપી દીધા હતા થાનની સર્વોદય સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે બે શખ્સોએ ધસી જઈ મકાન ખાલી કરી દેવાનું કહી માતા-પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બન્ને શખ્સોએ રૂપિયા 15 લાખની ખંડણી માંગી હતી. જેમાં રૂપિયા 5 લાખ તો યુવાને આપી દીધા હતા. બનાવની યુવાનની માતાએ બે શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. થાન પંથકમાં ખંડણીના અવારનવાર બનાવો સામે આવે છે. ખંડણીખોરોના ત્રાસથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પરેશાન થઈ ગયા છે. ત્યારે વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. મળતી માહિતી મુજબ થાનની સર્વોદય સોસાયટીમાં રહેતા વિજયભાઈ દશરથભાઈ દેસાણીના ઘરે તા. 15મીના રોજ સવારે રામપરડાનો મધુભાઈ અને અન્ય એક અજાણ્યો શખ્સ આવ્યા હતા. અને વિજયભાઈની માતા 65 વર્ષીય મંજુલાબેનને વિજયભાઈ કયાં છે તેમ કહી મારા રૂ.15 લાખ આપી દેજો નહીંતર ઘર ખાલી કરી નાંખજો, અને જો ઘર ખાલી નહીં કરો તો માતા-પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી મંજુલાબેને વિજયભાઈને આ અંગે પુછતા વિજયભાઈએ જણાવ્યુ કે, મધુએ ફોન કરીને કોલસામાં બહુ કમાયા છો, રૂ.15 લાખ આપવા પડશે તેમ કહ્યુ હતુ. જેમાં વિજયભાઈએ રોકડા રૂ. 4.50 લાખ અને ગુગલ પેથી 50 હજાર આપ્યા હતા. તેમ છતાં મધુ 15 લાખની માંગણી કરતો હતો. બનાવની થાન પોલીસ મથકે મંજુલાબેન દશરથભાઈ દેસાણીએ મધુ અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એમ. ટી. ગઢવી ચલાવી રહ્યા છે.

Surendranagar: કોલસામાં-બહુ કમાયા છો,તેમ કહી થાનના યુવાન પાસે રૂપિયા 15લાખની ખંડણી માંગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે શખ્સોએ ઘરે જઈ ઘર ખાલી કરી દેજો તેમ કહી માતા-પુત્રને મારી ધમકી આપી
  • થાનમાં ફરી ખંડણીખોર બેફામ બનતા વેપારી અને ઉદ્યોગપતિઓમાં ભયનો માહોલ
  • રૂપિયા 15 લાખમાંથી રૂ. 5 લાખ તો આપી દીધા હતા

થાનની સર્વોદય સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે બે શખ્સોએ ધસી જઈ મકાન ખાલી કરી દેવાનું કહી માતા-પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બન્ને શખ્સોએ રૂપિયા 15 લાખની ખંડણી માંગી હતી. જેમાં રૂપિયા 5 લાખ તો યુવાને આપી દીધા હતા. બનાવની યુવાનની માતાએ બે શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

થાન પંથકમાં ખંડણીના અવારનવાર બનાવો સામે આવે છે. ખંડણીખોરોના ત્રાસથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પરેશાન થઈ ગયા છે. ત્યારે વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. મળતી માહિતી મુજબ થાનની સર્વોદય સોસાયટીમાં રહેતા વિજયભાઈ દશરથભાઈ દેસાણીના ઘરે તા. 15મીના રોજ સવારે રામપરડાનો મધુભાઈ અને અન્ય એક અજાણ્યો શખ્સ આવ્યા હતા. અને વિજયભાઈની માતા 65 વર્ષીય મંજુલાબેનને વિજયભાઈ કયાં છે તેમ કહી મારા રૂ.15 લાખ આપી દેજો નહીંતર ઘર ખાલી કરી નાંખજો, અને જો ઘર ખાલી નહીં કરો તો માતા-પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી મંજુલાબેને વિજયભાઈને આ અંગે પુછતા વિજયભાઈએ જણાવ્યુ કે, મધુએ ફોન કરીને કોલસામાં બહુ કમાયા છો, રૂ.15 લાખ આપવા પડશે તેમ કહ્યુ હતુ. જેમાં વિજયભાઈએ રોકડા રૂ. 4.50 લાખ અને ગુગલ પેથી 50 હજાર આપ્યા હતા. તેમ છતાં મધુ 15 લાખની માંગણી કરતો હતો. બનાવની થાન પોલીસ મથકે મંજુલાબેન દશરથભાઈ દેસાણીએ મધુ અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એમ. ટી. ગઢવી ચલાવી રહ્યા છે.