Ahmedabad: સમસ્યાને બદલે બગીચાની ચર્ચા થતાં વિપક્ષનો હોબાળો : મ્યુનિ. બોર્ડ સમેટાયું

નિષ્ફળતા અંગે શ્વેતપત્ર બહાર પાડવાની માગ સાથે સૂત્રોચ્ચારવિપક્ષના સભ્યો ડાયસ પર ચડી ગયાઃ BJPના શાસકોને લોકોની હાલાકી નજરે ચઢતી નથી વિપક્ષના સભ્યોએ AMC બોર્ડમાં બેનરો દર્શાવવા સાથે ભારે વિરોધ કર્યો અમદાવાદમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાવા, રોડ તૂટી જવા ખાડા પડવા, ગટરોના પાણી બેક મારવાને કારણે નાગિરકોને પડેલી હાલાકી, AMC તંત્રની સરિયામ નિષ્ફળતા અંગે BJPના શાસકો અને કોર્પોરેટરો કોઈ પ્રકારે ગંભીર ચર્ચા કરવાને બદલે 293 બગીચા ડેવલપ કરાયા છે, ત્યાં લોકો ફરવા જાય છે, પહેલાં ફક્ત લો ગાર્ડન હતો, વગેરે જેવી વાતો કરવા સામે વિપક્ષના સભ્યોએ AMC બોર્ડમાં બેનરો દર્શાવવા સાથે ભારે વિરોધ કર્યો હતો અને મેયરના ડાયસ પર ચડીને સૂત્રોચ્ચારો પોકારતાં મેયરને બોર્ડ સમેટી લેવાની ફરજ પડી હતી. AMC તંત્ર નિષ્ફળ નીવડયું હોવા અંગે શ્વેતપત્ર બહાર પાડવા અને કેટલો ખર્ચ નક્કી કરાયો હતો, ક્યાં, કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે અને ક્યાં ખર્ચ કરાયો નથી તે અંગે વિજિલન્સ તપાસ કરાવવા અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા માગણી કરી છે. બોર્ડ બેઠક પછી વિપક્ષી નેતાએ મેયર સમક્ષ ફરીથી બોર્ડ બેઠક બોલાવવા માગણી કરી હતી. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં શાસકો નિષ્ફળ નીવડયા છે. શહેરમાં 60 ટકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજનો અભાવ હોવાથી વરસાદી પાણી ગટરમાં જાય છે. શહેરમાં હજુયે કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. શહેરમાં 110 પાણી ભરાવાના સ્પોટ દર્શાવાયા હતા તે વધીને 1,000થી વધુ થયાની શક્યતા છે. AMC ફાયર બ્રિગ્રેડમાં ખોટી ડીગ્રીના આધારે 9 અધિકારીઓેએ નોકરી કરી છે. જે BJPના રાજમાં જ શક્ય છે. હાટકેશ્વર બ્રિજ બનાવનાર પણ નકલી ડીગ્રી ધરાવતો એન્જિનીયર હોઈ શકે.

Ahmedabad: સમસ્યાને બદલે બગીચાની ચર્ચા થતાં વિપક્ષનો હોબાળો : મ્યુનિ. બોર્ડ સમેટાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નિષ્ફળતા અંગે શ્વેતપત્ર બહાર પાડવાની માગ સાથે સૂત્રોચ્ચાર
  • વિપક્ષના સભ્યો ડાયસ પર ચડી ગયાઃ BJPના શાસકોને લોકોની હાલાકી નજરે ચઢતી નથી
  • વિપક્ષના સભ્યોએ AMC બોર્ડમાં બેનરો દર્શાવવા સાથે ભારે વિરોધ કર્યો

અમદાવાદમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાવા, રોડ તૂટી જવા ખાડા પડવા, ગટરોના પાણી બેક મારવાને કારણે નાગિરકોને પડેલી હાલાકી, AMC તંત્રની સરિયામ નિષ્ફળતા અંગે BJPના શાસકો અને કોર્પોરેટરો કોઈ પ્રકારે ગંભીર ચર્ચા કરવાને બદલે 293 બગીચા ડેવલપ કરાયા છે,

ત્યાં લોકો ફરવા જાય છે, પહેલાં ફક્ત લો ગાર્ડન હતો, વગેરે જેવી વાતો કરવા સામે વિપક્ષના સભ્યોએ AMC બોર્ડમાં બેનરો દર્શાવવા સાથે ભારે વિરોધ કર્યો હતો અને મેયરના ડાયસ પર ચડીને સૂત્રોચ્ચારો પોકારતાં મેયરને બોર્ડ સમેટી લેવાની ફરજ પડી હતી. AMC તંત્ર નિષ્ફળ નીવડયું હોવા અંગે શ્વેતપત્ર બહાર પાડવા અને કેટલો ખર્ચ નક્કી કરાયો હતો, ક્યાં, કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે અને ક્યાં ખર્ચ કરાયો નથી તે અંગે વિજિલન્સ તપાસ કરાવવા અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા માગણી કરી છે. બોર્ડ બેઠક પછી વિપક્ષી નેતાએ મેયર સમક્ષ ફરીથી બોર્ડ બેઠક બોલાવવા માગણી કરી હતી.

વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં શાસકો નિષ્ફળ નીવડયા છે. શહેરમાં 60 ટકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજનો અભાવ હોવાથી વરસાદી પાણી ગટરમાં જાય છે. શહેરમાં હજુયે કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. શહેરમાં 110 પાણી ભરાવાના સ્પોટ દર્શાવાયા હતા તે વધીને 1,000થી વધુ થયાની શક્યતા છે. AMC ફાયર બ્રિગ્રેડમાં ખોટી ડીગ્રીના આધારે 9 અધિકારીઓેએ નોકરી કરી છે. જે BJPના રાજમાં જ શક્ય છે. હાટકેશ્વર બ્રિજ બનાવનાર પણ નકલી ડીગ્રી ધરાવતો એન્જિનીયર હોઈ શકે.