શિક્ષણ સમિતિનાં પાચ જેટલા કર્મચારીઓને ઓફિસમાં મોડી રાત સુધી બેસાડી રખાયા

વડોદરાઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષકની પસંદગીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરીને શિક્ષણ સમિતિના એક શિક્ષકે આરટીઆઈ હેઠળ જાણકારી માગી હતી.આ જાણકારી નહીં મળ્યા બાદ મામલો માહિતી કમિશનરની કોર્ટમાં પહોંચ્યો હતો અને આ સુનાવણી દરમિયાન કોર્ટે શિક્ષણ સમિતિ સત્તાધીશોની આકરી ઝાટકણી કાઢી હતી.દરમિયાન આ મામલામાં શિક્ષકને આપવાની જાણકારી તૈયાર નહીં હોવાના કારણે આજે શિક્ષણ સમિતિની રાવપુરા સ્થિત કચેરી ખાતે પાંચ થી ૬ કર્મચારીઓને ઓફિસનો સમય પૂરો થયા બાદ પણ મોડી રાત સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.સૂત્રોના કહેવા પ્રમાણે  આ મામલો ૩ વર્ષ જૂનો હોવાથી કેટલીક જાણકારી એકઠી કરવામાં મુશ્કેલી આવી રહી છે.આ જાણકારી આવતીકાલે, ગુરુવારે બપોરે બે વાગ્યા સુધીમાં આ જાણકારી પૂરી પાડવાની શરતે  છેવટે તેમને જવા દેવામાં આવ્યા હતા.શાસનાધિકારીએ કહ્યું હતું કે, એક સપ્તાહની અંદર જવાબ આપવાનો આદેશ છે અને આગામી દિવસોમાં રજાઓ પણ આવે છે એટલે કર્મચારીઓ પાસેથી વહેલી તકે જવાબ લેવા માટે આકરુ વલણ અપનાવવું પડયું હતું.ઉલ્લેખનીય છે કે, માહિતી માગનાર શિક્ષકે ૨૦૨૨માં શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવી હતી અને તે સમયે પણ ગેરરીતિ અંગે રજૂઆત કરી હતી.શિક્ષકે આખરે આરટીઆઈ કરી હતી.સ્થાનિક સ્તરે જોકે શિક્ષણ સમિતિ દ્વારા જાણકારી નહીં મળતા મામલો માહિતી કમિશનરની કોર્ટમાં પહોંચ્યો હતો.તા.૩ સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન કોર્ટે પ્રથમ અપીલ અધિકારી( શાસનાધિકારી)ની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, આ કૃત્ય દંડ અને સજાને પાત્ર છે.એ પછી કોર્ટે તમામ જાણકારી પૂરી પાડવા માટે આદેશ આપ્યો હતો.

શિક્ષણ સમિતિનાં પાચ જેટલા કર્મચારીઓને ઓફિસમાં મોડી રાત સુધી બેસાડી રખાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષકની પસંદગીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરીને શિક્ષણ સમિતિના એક શિક્ષકે આરટીઆઈ હેઠળ જાણકારી માગી હતી.આ જાણકારી નહીં મળ્યા બાદ મામલો માહિતી કમિશનરની કોર્ટમાં પહોંચ્યો હતો અને આ સુનાવણી દરમિયાન કોર્ટે શિક્ષણ સમિતિ સત્તાધીશોની આકરી ઝાટકણી કાઢી હતી.

દરમિયાન આ મામલામાં શિક્ષકને આપવાની જાણકારી તૈયાર નહીં હોવાના કારણે આજે શિક્ષણ સમિતિની રાવપુરા સ્થિત કચેરી ખાતે પાંચ થી ૬ કર્મચારીઓને ઓફિસનો સમય પૂરો થયા બાદ પણ મોડી રાત સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.સૂત્રોના કહેવા પ્રમાણે  આ મામલો ૩ વર્ષ જૂનો હોવાથી કેટલીક જાણકારી એકઠી કરવામાં મુશ્કેલી આવી રહી છે.આ જાણકારી આવતીકાલે, ગુરુવારે બપોરે બે વાગ્યા સુધીમાં આ જાણકારી પૂરી પાડવાની શરતે  છેવટે તેમને જવા દેવામાં આવ્યા હતા.

શાસનાધિકારીએ કહ્યું હતું કે, એક સપ્તાહની અંદર જવાબ આપવાનો આદેશ છે અને આગામી દિવસોમાં રજાઓ પણ આવે છે એટલે કર્મચારીઓ પાસેથી વહેલી તકે જવાબ લેવા માટે આકરુ વલણ અપનાવવું પડયું હતું.

ઉલ્લેખનીય છે કે, માહિતી માગનાર શિક્ષકે ૨૦૨૨માં શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવી હતી અને તે સમયે પણ ગેરરીતિ અંગે રજૂઆત કરી હતી.શિક્ષકે આખરે આરટીઆઈ કરી હતી.સ્થાનિક સ્તરે જોકે શિક્ષણ સમિતિ દ્વારા જાણકારી નહીં મળતા મામલો માહિતી કમિશનરની કોર્ટમાં પહોંચ્યો હતો.તા.૩ સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન કોર્ટે પ્રથમ અપીલ અધિકારી( શાસનાધિકારી)ની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, આ કૃત્ય દંડ અને સજાને પાત્ર છે.એ પછી કોર્ટે તમામ જાણકારી પૂરી પાડવા માટે આદેશ આપ્યો હતો.