વિસાવડીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, બે ફરાર

- પાટ પાસાના જુગાર પર દરોડો- રોકડ, બાઈક સહિત ૨.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના વિસાવડી ગામની સીમમાં પાટ પાસાનો જુગાર રમતા છ શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડી રૃ.૨.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બે શખ્સો નાસી ગયા હતા. વિસાવડી ગામની સીમમાં સદરાણ નામની તલાવડી પાસે ઝીંઝુવાડાના ગોવીંદસિંહ બાબુભા ઝાલા જાહેરમાં પાટપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ગોવીંદસિંહ બાબુભા ઝાલા, કીશનસિંહ જયેન્દ્રસિંહ ઝાલા (બંને રહે. ઝીંઝુવાડા), રામભા મનુભા વાઘેલા, જશાભાઇ લખુભાઇ નગવાડીયા,  ભરતભાઇ હકાભાઇ મકવાણા અને ગટુભા વિક્રમસિંહ વાઘેલા (ચારેય રહે. વિસાવડી)ને ઝડપી લીધા હતાં. જ્યારે વિસાવડીના પ્રવિણસિંહ કરણભા વાઘેલા અને શૈલેષભાઇ હરગોવિંદભાઇ નગવાડીયા દરોડા દરમિયાન નાસી છુટયા હતા. એલસીબીએ રોકડા રૃા.૫૧,૬૬૦, પાંચ મોબાઇલ, ૬ બાઈક  સહીત કુલ રૃા.૨,૯૨,૧૬૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝીંઝુવાડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વિસાવડીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, બે ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પાટ પાસાના જુગાર પર દરોડો

- રોકડ, બાઈક સહિત ૨.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત 

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના વિસાવડી ગામની સીમમાં પાટ પાસાનો જુગાર રમતા છ શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડી રૃ.૨.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બે શખ્સો નાસી ગયા હતા. 

વિસાવડી ગામની સીમમાં સદરાણ નામની તલાવડી પાસે ઝીંઝુવાડાના ગોવીંદસિંહ બાબુભા ઝાલા જાહેરમાં પાટપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દરોડો કર્યો હતો. 

જેમાં જુગાર રમતા ગોવીંદસિંહ બાબુભા ઝાલા, કીશનસિંહ જયેન્દ્રસિંહ ઝાલા (બંને રહે. ઝીંઝુવાડા), રામભા મનુભા વાઘેલા, જશાભાઇ લખુભાઇ નગવાડીયા,  ભરતભાઇ હકાભાઇ મકવાણા અને ગટુભા વિક્રમસિંહ વાઘેલા (ચારેય રહે. વિસાવડી)ને ઝડપી લીધા હતાં. 

જ્યારે વિસાવડીના પ્રવિણસિંહ કરણભા વાઘેલા અને શૈલેષભાઇ હરગોવિંદભાઇ નગવાડીયા દરોડા દરમિયાન નાસી છુટયા હતા. એલસીબીએ રોકડા રૃા.૫૧,૬૬૦, પાંચ મોબાઇલ, ૬ બાઈક  સહીત કુલ રૃા.૨,૯૨,૧૬૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝીંઝુવાડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.