Ahmedabad: સિવિલમાં 6 માસમાં 2204 હેલ્થ લીકર પરમીટની ભલામણને મંજૂરી અપાઈ

છેલ્લા 5 મહિનામાં નવી માંડ 76 જ્યારે એકલા જૂનમાં 86 અરજી મંજૂરરાતે ઊંઘ ના આવે, હાયપરટેન્શન હોય તો દારૂના સેવન માટે અપાતી હેલ્થ લીકર પરમીટ 2023માં કુલ 4,103 લીકર પરમિટ ભલામણને સિવિલ તંત્રે ચકાસણી બાદ લીલીઝંડી આપી હતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીથી જૂન 2024ના અરસામાં 2204 હેલ્થ લીકર પરમિટની ભલામણ માટે મંજૂરી અપાઈ છે, જે પૈકી 2059 પુરુષ અને 145 મહિલા છે, આમાં નવી 160 અને રિન્યુઅલ 2044 ભલામણ સામેલ છે. ગયા વર્ષે 2023ના અરસામાં નવી 1201 અને 2902 રિન્યુઅલ એમ કુલ 4,103 લીકર પરમિટ ભલામણને સિવિલ તંત્રે ચકાસણી બાદ લીલીઝંડી આપી હતી. વર્ષ 2024ના પાંચ મહિનામાં નવી માંડ 76 જેટલી અરજી મંજૂર થઈ હતી, આચારસંહિતા વચ્ચે કડક અમલવારીને લઈ અરજી ઓછી જોવા મળી હતી, જોકે પાંચ માસમાં જેટલી અરજી મંજૂર થઈ તેના કરતાં જૂનના એક જ મહિનામાં નવી 84 અરજીને લીલીઝંડી મળી છે, આમ છેલ્લા મહિનામાં નવી અરજીની મંજૂરીમાં ઓચિંતો ઉછાળો જોવાયો છે. રાતે ઊંઘ ના આવે, ચિંતા, હાયપરટેન્શન જેવા કારણસર દારૂના સેવન માટે હેલ્થ લીકર પરમિટ અપાય છે. 6 મહિનામાં કુલ 2204 હેલ્થ લીકર પરમિટની અરજીને મંજૂરી અપાઈ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024ના છ માસમાં નવી 160 અને રિન્યુઅલ 2044 એમ કુલ 2204 હેલ્થ લીકર પરમિટની અરજીમાં ભલામણ મંજૂરી અપાઈ છે. હોસ્પિટલ સૂત્રો કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનામાં અરજીની સંખ્યા ઘટતાં રોગી કલ્યાણ સમિતિની આવકને અસર થઈ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં પરમિટ મંજૂરી પેટે રોગી કલ્યાણ સમિતિને આશરે 30 કરોડથી વધુની કમાણી થઈ છે. અનિદ્રા, તણાવ હોય તેવા કિસ્સામાં દારૂની પરમિટ મળે છે, જેના માટે સિવિલમાં મેડિકલ ચેકઅપ કરાવવું પડે છે. નવી પરમિટ માટે 20 હજાર અને રિન્યુઅલ માટે 14 હજાર ચૂકવવા પડે છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 39,888 લોકો પાસે દારૂની પરમિટ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ડિસેમ્બર 2023 સુધીના આંકડા પ્રમાણે 39,888 જેટલા લોકો દારૂની પરમિટ ધરાવે છે. પરમિટ ફી પેટે સરકારની આવક પણ વધી રહી છે, વર્ષ 2020-21 માં સરકારને 11.92 કરોડ, 2021-22 માં 10.71 કરોડ જ્યારે વર્ષ 2022-23 માં 12.69 કરોડની આવક થઈ હતી. 40થી 50 વર્ષ સુધીની વયે મહિને ત્રણ યુનિટ, 50થી 65 વર્ષની વયે મહિને ચાર યુનિટ, 65 વર્ષ કરતા વધુ વયે મહિને પાંચ યુનિટ દારૂ મળતો હોય છે. કયા કયા પ્રકારની પરમીટ અપાય છે? રાજ્યના વતની વગેરેને હેલ્થ પરમિટ, હંગામી રહેવાસીને કામ ચલાઉ પરમિટ, એક મહિના માટે ટૂરિસ્ટ પરમિટ, રાજ્ય બહારની વ્યક્તિને સાત દિવસ માટે મુલાકાતી પરમિટ, કોઈ વિદેશી સંમેલન કે કોન્ફરન્સમાં આવે તો તેમને માટે ગ્રૂપ પરમિટ, વૈદકિય હેતુ માટે જરૂર હોય તેને તત્કાલ પરમિટ અપાય છે.

Ahmedabad: સિવિલમાં 6 માસમાં 2204 હેલ્થ લીકર પરમીટની ભલામણને મંજૂરી અપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 5 મહિનામાં નવી માંડ 76 જ્યારે એકલા જૂનમાં 86 અરજી મંજૂર
  • રાતે ઊંઘ ના આવે, હાયપરટેન્શન હોય તો દારૂના સેવન માટે અપાતી હેલ્થ લીકર પરમીટ
  • 2023માં કુલ 4,103 લીકર પરમિટ ભલામણને સિવિલ તંત્રે ચકાસણી બાદ લીલીઝંડી આપી હતી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીથી જૂન 2024ના અરસામાં 2204 હેલ્થ લીકર પરમિટની ભલામણ માટે મંજૂરી અપાઈ છે, જે પૈકી 2059 પુરુષ અને 145 મહિલા છે, આમાં નવી 160 અને રિન્યુઅલ 2044 ભલામણ સામેલ છે. ગયા વર્ષે 2023ના અરસામાં નવી 1201 અને 2902 રિન્યુઅલ એમ કુલ 4,103 લીકર પરમિટ ભલામણને સિવિલ તંત્રે ચકાસણી બાદ લીલીઝંડી આપી હતી.

વર્ષ 2024ના પાંચ મહિનામાં નવી માંડ 76 જેટલી અરજી મંજૂર થઈ હતી, આચારસંહિતા વચ્ચે કડક અમલવારીને લઈ અરજી ઓછી જોવા મળી હતી, જોકે પાંચ માસમાં જેટલી અરજી મંજૂર થઈ તેના કરતાં જૂનના એક જ મહિનામાં નવી 84 અરજીને લીલીઝંડી મળી છે, આમ છેલ્લા મહિનામાં નવી અરજીની મંજૂરીમાં ઓચિંતો ઉછાળો જોવાયો છે. રાતે ઊંઘ ના આવે, ચિંતા, હાયપરટેન્શન જેવા કારણસર દારૂના સેવન માટે હેલ્થ લીકર પરમિટ અપાય છે.

6 મહિનામાં કુલ 2204 હેલ્થ લીકર પરમિટની અરજીને મંજૂરી અપાઈ

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024ના છ માસમાં નવી 160 અને રિન્યુઅલ 2044 એમ કુલ 2204 હેલ્થ લીકર પરમિટની અરજીમાં ભલામણ મંજૂરી અપાઈ છે. હોસ્પિટલ સૂત્રો કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનામાં અરજીની સંખ્યા ઘટતાં રોગી કલ્યાણ સમિતિની આવકને અસર થઈ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં પરમિટ મંજૂરી પેટે રોગી કલ્યાણ સમિતિને આશરે 30 કરોડથી વધુની કમાણી થઈ છે. અનિદ્રા, તણાવ હોય તેવા કિસ્સામાં દારૂની પરમિટ મળે છે, જેના માટે સિવિલમાં મેડિકલ ચેકઅપ કરાવવું પડે છે. નવી પરમિટ માટે 20 હજાર અને રિન્યુઅલ માટે 14 હજાર ચૂકવવા પડે છે.

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 39,888 લોકો પાસે દારૂની પરમિટ

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ડિસેમ્બર 2023 સુધીના આંકડા પ્રમાણે 39,888 જેટલા લોકો દારૂની પરમિટ ધરાવે છે. પરમિટ ફી પેટે સરકારની આવક પણ વધી રહી છે, વર્ષ 2020-21 માં સરકારને 11.92 કરોડ, 2021-22 માં 10.71 કરોડ જ્યારે વર્ષ 2022-23 માં 12.69 કરોડની આવક થઈ હતી. 40થી 50 વર્ષ સુધીની વયે મહિને ત્રણ યુનિટ, 50થી 65 વર્ષની વયે મહિને ચાર યુનિટ, 65 વર્ષ કરતા વધુ વયે મહિને પાંચ યુનિટ દારૂ મળતો હોય છે.

કયા કયા પ્રકારની પરમીટ અપાય છે?

રાજ્યના વતની વગેરેને હેલ્થ પરમિટ, હંગામી રહેવાસીને કામ ચલાઉ પરમિટ, એક મહિના માટે ટૂરિસ્ટ પરમિટ, રાજ્ય બહારની વ્યક્તિને સાત દિવસ માટે મુલાકાતી પરમિટ, કોઈ વિદેશી સંમેલન કે કોન્ફરન્સમાં આવે તો તેમને માટે ગ્રૂપ પરમિટ, વૈદકિય હેતુ માટે જરૂર હોય તેને તત્કાલ પરમિટ અપાય છે.