Gujarat સરકાર અતિવૃષ્ટિથી ખેતીના નુકસાનને લઈ 1000 કરોડનું પેકેજ જાહેર કરી શકે

ગુજરાત સરકાર અતિવૃષ્ટિથી ખેતીમાં નુકસાન મુદ્દે હજી એક મોટો નિર્ણય લઈ શકે છે,દિવાળી પહેલા સહાય મુદ્દે લેવાઇ શકે છે મોટો નિર્ણય સરકારે 1000 કરોડનું રાહત પેકેજ જાહેર કરી શકે છે,અગાઉ સરકારે 350 કરોડના પેકેજની જાહેરાત કરી હતી પરંતુ પાછોતરા વરસાદથી ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અનેક જિલ્લાઓમાંથી સહાય આપવા માગ ઉઠી છે જેને લઈ સહાય જાહેર કરી શકે તેવી શકયતાઓ છે.પહેલા 350 કરોડના પેકેજની કરી છે જાહેરાત ગુજરાતમાં જુલાઇ મહિનામાં 9 જિલ્લામાં ભારે વરસાદથી થયેલી પાક નુકસાની અંગે કૃષિ મંત્રીએ વિધાનસભામાં 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લ્લાઓનો સમાવેશથયો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સહાય પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 4 લાખ હેકટર વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાય ચુકવવામાં આવશે. વિધાનસભાના નિયમ 44 અંતર્ગત ગૃહમાં કૃષિ સહાય પેકેજની જાહેરાત કરાઇ હતી. છેલ્લા એક મહિનાથી પડી રહેલા વરસાદથી પાકને નુકસાન આમ તો ચોમાસાએ હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે તેમ છત્તા ચોમાસુ વિદાય નથી લઈ રહ્યું અને વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના તૈયાર કરેલા પાકને નુકસાન થઈ રહ્યું છે,રાજયના અલગ-અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો માગ કરી રહ્યાં છે કે તેમના પાકને નુકસાન થયું છે તો સરકાર તેમને કૃષિ પેકેજને લઈ સહાય કરે અને તેજ વાત સરકારને ધ્યાને આવતા આ નિર્ણય લેવાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે,ખેડૂતોને દિવાળી પહેલા સહાય મળે તેવું આયોજન ચાલી રહ્યું છે. ધારા-ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવી શકે ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો મુજબ આ સહાય આપી શકે તેવી વાત ચાલી રહી છે.અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવી શકે છે.મગફળી,સોયાબીન,કપાસ અને ડાંગર પકવતા ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.

Gujarat સરકાર અતિવૃષ્ટિથી ખેતીના નુકસાનને લઈ 1000 કરોડનું પેકેજ જાહેર કરી શકે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકાર અતિવૃષ્ટિથી ખેતીમાં નુકસાન મુદ્દે હજી એક મોટો નિર્ણય લઈ શકે છે,દિવાળી પહેલા સહાય મુદ્દે લેવાઇ શકે છે મોટો નિર્ણય સરકારે 1000 કરોડનું રાહત પેકેજ જાહેર કરી શકે છે,અગાઉ સરકારે 350 કરોડના પેકેજની જાહેરાત કરી હતી પરંતુ પાછોતરા વરસાદથી ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અનેક જિલ્લાઓમાંથી સહાય આપવા માગ ઉઠી છે જેને લઈ સહાય જાહેર કરી શકે તેવી શકયતાઓ છે.

પહેલા 350 કરોડના પેકેજની કરી છે જાહેરાત

ગુજરાતમાં જુલાઇ મહિનામાં 9 જિલ્લામાં ભારે વરસાદથી થયેલી પાક નુકસાની અંગે કૃષિ મંત્રીએ વિધાનસભામાં 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લ્લાઓનો સમાવેશથયો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સહાય પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 4 લાખ હેકટર વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાય ચુકવવામાં આવશે. વિધાનસભાના નિયમ 44 અંતર્ગત ગૃહમાં કૃષિ સહાય પેકેજની જાહેરાત કરાઇ હતી.

છેલ્લા એક મહિનાથી પડી રહેલા વરસાદથી પાકને નુકસાન

આમ તો ચોમાસાએ હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે તેમ છત્તા ચોમાસુ વિદાય નથી લઈ રહ્યું અને વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના તૈયાર કરેલા પાકને નુકસાન થઈ રહ્યું છે,રાજયના અલગ-અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો માગ કરી રહ્યાં છે કે તેમના પાકને નુકસાન થયું છે તો સરકાર તેમને કૃષિ પેકેજને લઈ સહાય કરે અને તેજ વાત સરકારને ધ્યાને આવતા આ નિર્ણય લેવાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે,ખેડૂતોને દિવાળી પહેલા સહાય મળે તેવું આયોજન ચાલી રહ્યું છે.

ધારા-ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવી શકે

ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો મુજબ આ સહાય આપી શકે તેવી વાત ચાલી રહી છે.અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવી શકે છે.મગફળી,સોયાબીન,કપાસ અને ડાંગર પકવતા ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.