AMCની કરોડોની જમીન પર ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશન બંધાયા ?
જેના શિરે ગેરકાયદે દબાણો હટાવવાની જવાબદારી છે તેની જ જમીન કાયદાના રક્ષક એટલે કે પોલીસ વિભાગ દબાણ કરે તો ? વાત સાંભળીને નવાઈ લાગે પરંતુ આ હકીકત છે.જીહા અમદાવાદમાં હવે આવી સ્થિતિ નિર્માણ પામી છે કારણ કે કરોડોની કિંમતના AMCના પ્લોટ પર દબાણ કરી તેના પર પોલીસ સ્ટેશન બનાવી દેવામાં આવ્યા છે AMC તેને ખાલી કરાવવામાં સફળ થતું નથી અને પોલીસ વિભાગ તે જગ્યા છોડવા તૈયાર નથી જેથી લોકોને મળતી સુવિધામાં કપાત આવી છે. ત્રણ પોલીસ સ્ટેશન એએમસીની જમીન પર રોડ પર લારી ઉભી રાખીને પેટિયું રળતા વેપારી પર જોર જુલમ કરી દબાણ કટાવવામાં શૂરા એવા AMC તંત્ર પોલીસ વિભાગ સામે વામણું બની રહ્યું છે,ગૃહ વિભાગ હેઠળ કાર્યરત અમદાવાદ પોલીસ દ્વારા કરોડોની કિંમતના પ્લોટ પર દબાણ કરી 3 પોલીસ સ્ટેશન નિકોલ, વેજલપુર અને વાસણા પોલીસ સ્ટેશન ખડકી દીધા છે અને તેના બદલામાં ના તો ભાડું ચૂકવે છે કે ના તો પ્લોટ ખરીદી રૂપિયા ભરપાઈ કરે છે જેના કારણે AMCને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે અને આ પ્લોટ ખાલી કરાવવા જોઈએ તેના બદલે આખા મામલામાં લીપાપોતી કરી આખો મામલે ગેરમાર્ગે દોરવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે અને પોલીસ સ્ટેશન બન્યું છે જે લોકોની સુવિધા માટે હોવાનું માની સંતોષ માની રહ્યું છે આ મામલે ભાડા બાબત કે પછી અન્ય કોઈ કાગળ કામ થયું છે કે કેમ તેને લઈને પણ ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો છે. નિકોલ પોલીસ સ્ટેશનના પ્લોટની ખરાબ હાલત આ કરોડોની કિંમતના પ્લોટ પર ગૃહ વિભાગ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેના કારણે ત્યાં હોસ્પિટલ હેલ્થ સેન્ટર કોમ્યુનિટી સેન્ટર કે ગરીબો માટે મકાન નથી બની શકતા નિકોલ પોલીસ મથકમાં તો એ સ્થિતિ છે કે આ પોલીસ સ્ટેશન પ્લોટ પર ગરીબ આવાસ બનાવવા માટે પ્લાન મંજુર થઇ ગયો હતો પરંતુ પોલીસ દ્વારા પ્લોટ ખાલી નહી કરવામાં આવતા અંતે ત્યાં 2 બ્લોકની કામગીરી પડતી મુકવાની ફરજ AMCને ઊભી થઇ છે આ મામલે AMC વિપક્ષ નેતા આંકરા પાણીએ જોવા મળી રહ્યા છે તે કહી રહ્યા છે કે જયારે સરકારી પ્લોટ પર દબાણ હોય તો પોલીસની મદદથી તે ખાલી કરવાનું કામ કરવામાં આવે છે પરંતુ અહીં તો વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે પોલીસે જ વર્ષોથી 3 પ્લોટ પર દબાણ કર્યું છે જેથી લોકોને પ્રાથમિક સુવિધા નથી મળી રહી. ગ્રાન્ટમાં કાપ આવી રહ્યો છે ગૃહ વિભાગને જાણે કે જો હુકમી કરવાની આદત પડી ગઈ હોય તેમાં AMCના આ ત્રણ પ્લોટ પર તો વર્ષોથી દબાણ કર્યું જ છે પરંતુ જિલ્લા પંચાયત હસ્તકના દરિયાપુર પોલીસ સ્ટેશન અને એસીપી એફ ડિવિઝન ઓફિસ પર પણ ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો છે પહેલા તો તેને લઈને ગૃહ વિભાગ પંચાયત વિભાગને ભાડું પણ ચુકવતું હતું પરંતુ હવે તે પણ આપતું નથી જેથી કરોડોનું નુકસાન પંચાયતને થઇ રહ્યું છે અને ગ્રાન્ટમાં પણ કાપ આવી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જેના શિરે ગેરકાયદે દબાણો હટાવવાની જવાબદારી છે તેની જ જમીન કાયદાના રક્ષક એટલે કે પોલીસ વિભાગ દબાણ કરે તો ? વાત સાંભળીને નવાઈ લાગે પરંતુ આ હકીકત છે.જીહા અમદાવાદમાં હવે આવી સ્થિતિ નિર્માણ પામી છે કારણ કે કરોડોની કિંમતના AMCના પ્લોટ પર દબાણ કરી તેના પર પોલીસ સ્ટેશન બનાવી દેવામાં આવ્યા છે AMC તેને ખાલી કરાવવામાં સફળ થતું નથી અને પોલીસ વિભાગ તે જગ્યા છોડવા તૈયાર નથી જેથી લોકોને મળતી સુવિધામાં કપાત આવી છે.
ત્રણ પોલીસ સ્ટેશન એએમસીની જમીન પર
રોડ પર લારી ઉભી રાખીને પેટિયું રળતા વેપારી પર જોર જુલમ કરી દબાણ કટાવવામાં શૂરા એવા AMC તંત્ર પોલીસ વિભાગ સામે વામણું બની રહ્યું છે,ગૃહ વિભાગ હેઠળ કાર્યરત અમદાવાદ પોલીસ દ્વારા કરોડોની કિંમતના પ્લોટ પર દબાણ કરી 3 પોલીસ સ્ટેશન નિકોલ, વેજલપુર અને વાસણા પોલીસ સ્ટેશન ખડકી દીધા છે અને તેના બદલામાં ના તો ભાડું ચૂકવે છે કે ના તો પ્લોટ ખરીદી રૂપિયા ભરપાઈ કરે છે જેના કારણે AMCને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે અને આ પ્લોટ ખાલી કરાવવા જોઈએ તેના બદલે આખા મામલામાં લીપાપોતી કરી આખો મામલે ગેરમાર્ગે દોરવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે અને પોલીસ સ્ટેશન બન્યું છે જે લોકોની સુવિધા માટે હોવાનું માની સંતોષ માની રહ્યું છે આ મામલે ભાડા બાબત કે પછી અન્ય કોઈ કાગળ કામ થયું છે કે કેમ તેને લઈને પણ ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો છે.
નિકોલ પોલીસ સ્ટેશનના પ્લોટની ખરાબ હાલત
આ કરોડોની કિંમતના પ્લોટ પર ગૃહ વિભાગ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેના કારણે ત્યાં હોસ્પિટલ હેલ્થ સેન્ટર કોમ્યુનિટી સેન્ટર કે ગરીબો માટે મકાન નથી બની શકતા નિકોલ પોલીસ મથકમાં તો એ સ્થિતિ છે કે આ પોલીસ સ્ટેશન પ્લોટ પર ગરીબ આવાસ બનાવવા માટે પ્લાન મંજુર થઇ ગયો હતો પરંતુ પોલીસ દ્વારા પ્લોટ ખાલી નહી કરવામાં આવતા અંતે ત્યાં 2 બ્લોકની કામગીરી પડતી મુકવાની ફરજ AMCને ઊભી થઇ છે આ મામલે AMC વિપક્ષ નેતા આંકરા પાણીએ જોવા મળી રહ્યા છે તે કહી રહ્યા છે કે જયારે સરકારી પ્લોટ પર દબાણ હોય તો પોલીસની મદદથી તે ખાલી કરવાનું કામ કરવામાં આવે છે પરંતુ અહીં તો વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે પોલીસે જ વર્ષોથી 3 પ્લોટ પર દબાણ કર્યું છે જેથી લોકોને પ્રાથમિક સુવિધા નથી મળી રહી.
ગ્રાન્ટમાં કાપ આવી રહ્યો છે
ગૃહ વિભાગને જાણે કે જો હુકમી કરવાની આદત પડી ગઈ હોય તેમાં AMCના આ ત્રણ પ્લોટ પર તો વર્ષોથી દબાણ કર્યું જ છે પરંતુ જિલ્લા પંચાયત હસ્તકના દરિયાપુર પોલીસ સ્ટેશન અને એસીપી એફ ડિવિઝન ઓફિસ પર પણ ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો છે પહેલા તો તેને લઈને ગૃહ વિભાગ પંચાયત વિભાગને ભાડું પણ ચુકવતું હતું પરંતુ હવે તે પણ આપતું નથી જેથી કરોડોનું નુકસાન પંચાયતને થઇ રહ્યું છે અને ગ્રાન્ટમાં પણ કાપ આવી રહ્યો છે.