Suratમાં બિલ્ડર પાસે 16 લાખની ખંડણી માગનાર બાપ-બેટો ઝડપાયા, પોલીસે બતાવી જેલ
સુરત શહેરના સૈયદપુરા, રામપુરા વિસ્તારના બિલ્ડરોને બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી વસૂલતા મસૂરી પિતા-પુત્ર સામે લાલગેટ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. સૈયદપુરાના બિલ્ડર પાસે ૧૬ લાખ પડાવ્યા છતાં વધુ પ લાખ માંગી બ્લેક મેઇલિંગ કરાતા આખરે મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો, અને બાપ નંબરી બેટા દસ નંબરી ને પકડી લેવામાં આવ્યા હતા. બિલ્ડરોને કરે છે બદનામ સૈયદપુરામાં કતારગામ દરવાજા ખાતે વારસી ટેકરામાં રહેતા એઝાઝ અહેમદ મુસ્તાક શેખ વ્યવસાયે બિલ્ડર છે. રામપુરા વિસ્તારમાં તેમણે બાંધકામ કરેલું છે. આરોપી સનોવર હુસેન મોહંમદ મન્સૂરી સુરત મહાનગર પાલિકામાં ખોટી આરટીઆઇ કહો કે અરજીઓ કરી બિલ્ડરોને રંજાડવામાં બદનામ છે. સનોવર હુસેને બિલ્ડર એઝાઝ શેખને બાંધકામ ગેરકાયદે હોવાનું કહી તોડાવી પાડવાની ચેનકેન પ્રકારે દમદાટી- ધમકી આપી રોકડ અને ચેકથી કુલ રૂપિયા ૧૫ લાખ પડાવી લીધા હતા. મારી નાખવાની પણ આપી ધમકી આ રીતે બ્લેકમેઇલ કરી ફ્લેટ પડાવી લેવાનું પણ તેને લખાણ લઇ લીધું હતું. ૨૦ લાખની કિંમતનો ફ્લેટ પ લાખમાં લેવાની પણ દાદાગીરી કરતો હતો,આમ, રૂ ૧૫ લાખ ખંડણી પેટે ચૂકવ્યા છતાં વધુ રૂપિયા ૫ લાખની માંગણી કરતો હતો. છેલ્લા ૫ માસથી તે બિલ્ડર ને ટોર્ચરિંગ કરતો હતો. ગત તા. ૧૭મીએ સાંજે સનોવર હુસેને કોલ કરી પૈસા માંગ્યા હતા. પાંચ મિનિટ બાદ સનોવર અને તેનો દીકરો સારીક નાણાં લેવા બિલ્ડર એઝાઝની ઓફિસે પહોંચ્યો હતો. અહીં સ્ટાફની હાજરીમાં એલફેલ બોલી હાથ- ટાંટિયા તોડાવી દેવાની તેને ધમકી આપી હતી, અને રૂપિયા લેતા એક વીડિયોમાં કેદ પણ થઈ ગયો હતો. આરટીઆઈ કરી ધમકાવતા આરટીઆઇ એક્ટિવિસ્ટની આડમાં બિલ્ડરોને દમ મારી ખંડણી વસૂલતા સનોવર હુસૈને સુરત ના રામપુરા, સૈયદપુરા, લાલગેટ સહિતના વિસ્તારો માં આતંક મચાવ્યો છે. અનેક બિલ્ડરો આવા ખંડણીખોરોથી તૌબા પોકારી ઊઠયા છે. સૈયદપુરા-વાવ શેરી ખાતે અલ હસન એપા.માં રહેતા મો.અલાઉદ્દીન શેખ નામના બિલ્ડર પણ સનોવરથી ત્રાસી ગયા હતા,૧૫ લાખ નહિ આપતા સનોવરે સુરત મહાનગર પાલિકામાં અરજી કરી બિલ્ડરની સાઇટનો પાંચમો માળ તોડાવી નાખ્યો હતો. ત્યારબાદ પણ સાઇટ પર જઇ દાદાગીરી કરતો હતો,બિલ્ડર શેખની ફરિયાદના આધારે લાલગેટ પોલીસે શનિવારે રાત્રે સનોવર મન્સૂરી, જુનેદ અન્સારી, રિઝવાન ઉર્ફે નેવલો અને આમીર ઉર્ફે કાલીયા સામે બીજો ગુનો નોંધ્યો હતો, હું તને મારી નાંખીશ તો બધું અહીં જ રહી જશે ખંડણીખોર સનોવરે બિલ્ડરને તું તારા પરિવાર નો એકનો એક છે, જો હું તને મારી નાખીશ તો બધું અહીંનું અહીં જ રહી જશે, એટલે તારે પાંચ લાખ રૂપિયા કોઇપણ હિસાબે આપવા જ પડશે એવી સનોવરે ધમકી આપી હતી. સારીકે પણ બિલ્ડિંગ તોડાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે બિલ્ડરે લાલગેટ પોલીસમાં અરજી પણ આપી હતી. જોકે, રાત્રિના સુમારે સનોવર ફરી બિલ્ડરની ઓફિસે ૧ લાખ લેવા પહોંચી ગયો હતો અને પોલીસે ત્રાટકી તેને રંગેહાથ પકડી પાડયો હતો, ખંડણી ની ઉઘરાણીનો વીડિયો પણ સામે આવ્યો છે. સનોવર હુસેન ગુજરાત કોંગ્રેસનો પૂર્વ હોદ્દેદાર રહી ચુક્યો છે લાલગેટ પોલીસે ૪૭ વર્ષીય સનોવર હુસેન મોહમંદ હદ્દીશ મન્સૂરી અને તેનો ૨૭ વર્ષીય પુત્ર સારીક હુસેન મન્સૂરી ની ધરપકડ કરી હતી,સનોવર હુસેન ગુજરાત કોંગ્રેસનો યુવા મંત્રી રહી ચૂક્યો છે. તેની સામે અગાઉ લાલગેટ પોલીસમાં જ મારામારીનો ગુનો નોંધાઇ ચૂક્યો છે. જ્યારે સારીક વકીલ છે, બાપ-બેટા RTI કરી બિલ્ડરોને ધમકાવવામાં નામચીન છે,આ બનાવ જોતા સુરતમાં ચર્ચા શરૂ થઈ છે કે વાહ આતો કહેવાય બાપ નંબરી બેટા દસ નંબરી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરના સૈયદપુરા, રામપુરા વિસ્તારના બિલ્ડરોને બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી વસૂલતા મસૂરી પિતા-પુત્ર સામે લાલગેટ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. સૈયદપુરાના બિલ્ડર પાસે ૧૬ લાખ પડાવ્યા છતાં વધુ પ લાખ માંગી બ્લેક મેઇલિંગ કરાતા આખરે મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો, અને બાપ નંબરી બેટા દસ નંબરી ને પકડી લેવામાં આવ્યા હતા.
બિલ્ડરોને કરે છે બદનામ
સૈયદપુરામાં કતારગામ દરવાજા ખાતે વારસી ટેકરામાં રહેતા એઝાઝ અહેમદ મુસ્તાક શેખ વ્યવસાયે બિલ્ડર છે. રામપુરા વિસ્તારમાં તેમણે બાંધકામ કરેલું છે. આરોપી સનોવર હુસેન મોહંમદ મન્સૂરી સુરત મહાનગર પાલિકામાં ખોટી આરટીઆઇ કહો કે અરજીઓ કરી બિલ્ડરોને રંજાડવામાં બદનામ છે. સનોવર હુસેને બિલ્ડર એઝાઝ શેખને બાંધકામ ગેરકાયદે હોવાનું કહી તોડાવી પાડવાની ચેનકેન પ્રકારે દમદાટી- ધમકી આપી રોકડ અને ચેકથી કુલ રૂપિયા ૧૫ લાખ પડાવી લીધા હતા.
મારી નાખવાની પણ આપી ધમકી
આ રીતે બ્લેકમેઇલ કરી ફ્લેટ પડાવી લેવાનું પણ તેને લખાણ લઇ લીધું હતું. ૨૦ લાખની કિંમતનો ફ્લેટ પ લાખમાં લેવાની પણ દાદાગીરી કરતો હતો,આમ, રૂ ૧૫ લાખ ખંડણી પેટે ચૂકવ્યા છતાં વધુ રૂપિયા ૫ લાખની માંગણી કરતો હતો. છેલ્લા ૫ માસથી તે બિલ્ડર ને ટોર્ચરિંગ કરતો હતો. ગત તા. ૧૭મીએ સાંજે સનોવર હુસેને કોલ કરી પૈસા માંગ્યા હતા. પાંચ મિનિટ બાદ સનોવર અને તેનો દીકરો સારીક નાણાં લેવા બિલ્ડર એઝાઝની ઓફિસે પહોંચ્યો હતો. અહીં સ્ટાફની હાજરીમાં એલફેલ બોલી હાથ- ટાંટિયા તોડાવી દેવાની તેને ધમકી આપી હતી, અને રૂપિયા લેતા એક વીડિયોમાં કેદ પણ થઈ ગયો હતો.
આરટીઆઈ કરી ધમકાવતા
આરટીઆઇ એક્ટિવિસ્ટની આડમાં બિલ્ડરોને દમ મારી ખંડણી વસૂલતા સનોવર હુસૈને સુરત ના રામપુરા, સૈયદપુરા, લાલગેટ સહિતના વિસ્તારો માં આતંક મચાવ્યો છે. અનેક બિલ્ડરો આવા ખંડણીખોરોથી તૌબા પોકારી ઊઠયા છે. સૈયદપુરા-વાવ શેરી ખાતે અલ હસન એપા.માં રહેતા મો.અલાઉદ્દીન શેખ નામના બિલ્ડર પણ સનોવરથી ત્રાસી ગયા હતા,૧૫ લાખ નહિ આપતા સનોવરે સુરત મહાનગર પાલિકામાં અરજી કરી બિલ્ડરની સાઇટનો પાંચમો માળ તોડાવી નાખ્યો હતો. ત્યારબાદ પણ સાઇટ પર જઇ દાદાગીરી કરતો હતો,બિલ્ડર શેખની ફરિયાદના આધારે લાલગેટ પોલીસે શનિવારે રાત્રે સનોવર મન્સૂરી, જુનેદ અન્સારી, રિઝવાન ઉર્ફે નેવલો અને આમીર ઉર્ફે કાલીયા સામે બીજો ગુનો નોંધ્યો હતો,
હું તને મારી નાંખીશ તો બધું અહીં જ રહી જશે
ખંડણીખોર સનોવરે બિલ્ડરને તું તારા પરિવાર નો એકનો એક છે, જો હું તને મારી નાખીશ તો બધું અહીંનું અહીં જ રહી જશે, એટલે તારે પાંચ લાખ રૂપિયા કોઇપણ હિસાબે આપવા જ પડશે એવી સનોવરે ધમકી આપી હતી. સારીકે પણ બિલ્ડિંગ તોડાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે બિલ્ડરે લાલગેટ પોલીસમાં અરજી પણ આપી હતી. જોકે, રાત્રિના સુમારે સનોવર ફરી બિલ્ડરની ઓફિસે ૧ લાખ લેવા પહોંચી ગયો હતો અને પોલીસે ત્રાટકી તેને રંગેહાથ પકડી પાડયો હતો, ખંડણી ની ઉઘરાણીનો વીડિયો પણ સામે આવ્યો છે.
સનોવર હુસેન ગુજરાત કોંગ્રેસનો પૂર્વ હોદ્દેદાર રહી ચુક્યો છે
લાલગેટ પોલીસે ૪૭ વર્ષીય સનોવર હુસેન મોહમંદ હદ્દીશ મન્સૂરી અને તેનો ૨૭ વર્ષીય પુત્ર સારીક હુસેન મન્સૂરી ની ધરપકડ કરી હતી,સનોવર હુસેન ગુજરાત કોંગ્રેસનો યુવા મંત્રી રહી ચૂક્યો છે. તેની સામે અગાઉ લાલગેટ પોલીસમાં જ મારામારીનો ગુનો નોંધાઇ ચૂક્યો છે. જ્યારે સારીક વકીલ છે, બાપ-બેટા RTI કરી બિલ્ડરોને ધમકાવવામાં નામચીન છે,આ બનાવ જોતા સુરતમાં ચર્ચા શરૂ થઈ છે કે વાહ આતો કહેવાય બાપ નંબરી બેટા દસ નંબરી.