Ahmedabad: રાજ્યની 43 હજાર જેટલી પ્રાથમિક શાળાઓમાં આજથી પ્રથમ પરીક્ષાનો પ્રારંભ
રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી અંદાજે 43 હજાર જેટલી પ્રાથમિક શાળાઓમાં તા.17 ઓક્ટોબરને ગુરુવારથી પ્રથમ સત્રાંત કસોટીનો પ્રારંભ થશે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા તમામ પ્રશ્નપત્રની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરાઈ છે.જેના આધારે તમામ જિલ્લાના શિક્ષણની કચેરીઓ દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે. જોકે ખાનગી શાળાઓ પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરશે, પરંતુ બ્લૂ પ્રિન્ટ GCERTએ આપી એ મુજબના જ પેપર વિદ્યાર્થીઓને પૂછવા ફરજિયાત છે.GCERT શૈક્ષણિક આયોજન મુજબ ઓક્ટોબર- નવેમ્બરમાં પ્રથમ સત્રાંત કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતુ, પરંતુ દિવાળી તહેવારોને જોતા ઓક્ટોબર માસમાં જ પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે, કારણ કે, દિવાળી વેકેશન પહેલા સત્રાંત પરીક્ષા પૂર્ણ થતી હોવાથી ઓક્ટોબરમાં પરીક્ષાનું આયોજન કરાય તેવી પ્રબળ શક્યતા હતી. એ મુજબ 17 ઓક્ટોબરથી તમામ શાળાઓમાં પ્રથમ સત્રાંત કસોટીનો પ્રારંભ થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી અંદાજે 43 હજાર જેટલી પ્રાથમિક શાળાઓમાં તા.17 ઓક્ટોબરને ગુરુવારથી પ્રથમ સત્રાંત કસોટીનો પ્રારંભ થશે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા તમામ પ્રશ્નપત્રની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરાઈ છે.
જેના આધારે તમામ જિલ્લાના શિક્ષણની કચેરીઓ દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે. જોકે ખાનગી શાળાઓ પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરશે, પરંતુ બ્લૂ પ્રિન્ટ GCERTએ આપી એ મુજબના જ પેપર વિદ્યાર્થીઓને પૂછવા ફરજિયાત છે.GCERT શૈક્ષણિક આયોજન મુજબ ઓક્ટોબર- નવેમ્બરમાં પ્રથમ સત્રાંત કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતુ, પરંતુ દિવાળી તહેવારોને જોતા ઓક્ટોબર માસમાં જ પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે, કારણ કે, દિવાળી વેકેશન પહેલા સત્રાંત પરીક્ષા પૂર્ણ થતી હોવાથી ઓક્ટોબરમાં પરીક્ષાનું આયોજન કરાય તેવી પ્રબળ શક્યતા હતી. એ મુજબ 17 ઓક્ટોબરથી તમામ શાળાઓમાં પ્રથમ સત્રાંત કસોટીનો પ્રારંભ થશે.