Dhandhuka News: રતનપુરના ગ્રામજનોના આંદોલન સામે આખરે જિલ્લાનું શિક્ષણ વિભાગ ઝૂક્યું

ગામ પાદરમાં ધો.1થી 5ની શાળા બંધ કરાઈ હતીગ્રામજનોએ લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો ધારાસભ્ય દ્વારા ફરી શાળા શરૂ કરવાનો ઓર્ડર ગ્રામજનોને અર્પણ કરાયો ધંધૂકા તાલુકાના રતનપુર ગામે ધો.1થી 5 સુધીની સરકારી શાળા કાર્યરત હતી. જે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પચ્છમ શાળામાં મર્જ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફટી નીકળ્યો હતો. સરકારમાં સમગ્ર ગામે ઉગ્ર રજૂઆત કરી પુનઃ શાળા શરૂ કરવા માંગ કરી પણ સફ્ળતા મળી ન હતી. અંતે લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગામે જો શાળા નહીં તો મતદાન નહીંના સંકલ્પ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને તંત્ર સફળું જાગ્યું અને નવા સત્રની શરૂઆતના આગલા દિવસે જ ગ્રામજનોને ધારાસભ્યએ ફરી રતનપુરની શાળા પૂર્વવત રીતે શરૂ કરવામાં આવી રહી હોવાનો પરિપત્ર આપતા ગ્રામજનો આનંદિત થયા હતા. રતનપુર ગામની સરકારી પ્રાથમિક શાળાને ગત વર્ષે શિક્ષણ વિભાગે ઓછી સંખ્યાના કારણે પચ્છમ શાળામાં મર્જ કરતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો અને રતનપુરની શાળા ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી. પરંતુ તંત્રના બહેરા કાને વાત સંભળાઈ ન હતી અંતે ગ્રામજનોએ તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરતા ચૂંટણી પંચ અને સરકારના વિવિધ વિભાગો દોડતા થયા હતા અને ગ્રામજનોની એક માંગ હતી કે બસ અમારી શાળા ફરી ચાલુ કરો અને લોકસભા ચૂંટણીમાં રતનપુર બુથમાં 300 ઉપરાંત મતદારો હોવા છતાં માત્ર એક જ વોટ પડયો હતો. ચૂંટણી બાદ શિક્ષણ વિભાગ અને સરકારી તંત્ર દ્વારા આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારવિમર્શ કરી અંતે શાળાને આવતીકાલના સત્રથી ફરી રતનપુર ખાતે શરૂ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશની નકલ સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રતનપુરના ગ્રામજનોને રૂબરૂ જઈ સુપરત કરતા ગ્રામજનોએ ધારાસભ્ય અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામજનો શાળા ફરી શરૂ થતાં અનેરા ઉત્સાહમાં જોવા મળ્યા હતા. તેમજ ગામમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

Dhandhuka News: રતનપુરના ગ્રામજનોના આંદોલન સામે આખરે જિલ્લાનું શિક્ષણ વિભાગ ઝૂક્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગામ પાદરમાં ધો.1થી 5ની શાળા બંધ કરાઈ હતી
  • ગ્રામજનોએ લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો
  • ધારાસભ્ય દ્વારા ફરી શાળા શરૂ કરવાનો ઓર્ડર ગ્રામજનોને અર્પણ કરાયો

ધંધૂકા તાલુકાના રતનપુર ગામે ધો.1થી 5 સુધીની સરકારી શાળા કાર્યરત હતી. જે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પચ્છમ શાળામાં મર્જ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફટી નીકળ્યો હતો.

સરકારમાં સમગ્ર ગામે ઉગ્ર રજૂઆત કરી પુનઃ શાળા શરૂ કરવા માંગ કરી પણ સફ્ળતા મળી ન હતી.

અંતે લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગામે જો શાળા નહીં તો મતદાન નહીંના સંકલ્પ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને તંત્ર સફળું જાગ્યું અને નવા સત્રની શરૂઆતના આગલા દિવસે જ ગ્રામજનોને ધારાસભ્યએ ફરી રતનપુરની શાળા પૂર્વવત રીતે શરૂ કરવામાં આવી રહી હોવાનો પરિપત્ર આપતા ગ્રામજનો આનંદિત થયા હતા.

રતનપુર ગામની સરકારી પ્રાથમિક શાળાને ગત વર્ષે શિક્ષણ વિભાગે ઓછી સંખ્યાના કારણે પચ્છમ શાળામાં મર્જ કરતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો અને રતનપુરની શાળા ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી.

પરંતુ તંત્રના બહેરા કાને વાત સંભળાઈ ન હતી અંતે ગ્રામજનોએ તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરતા ચૂંટણી પંચ અને સરકારના વિવિધ વિભાગો દોડતા થયા હતા અને ગ્રામજનોની એક માંગ હતી કે બસ અમારી શાળા ફરી ચાલુ કરો અને લોકસભા ચૂંટણીમાં રતનપુર બુથમાં 300 ઉપરાંત મતદારો હોવા છતાં માત્ર એક જ વોટ પડયો હતો. ચૂંટણી બાદ શિક્ષણ વિભાગ અને સરકારી તંત્ર દ્વારા આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારવિમર્શ કરી અંતે શાળાને આવતીકાલના સત્રથી ફરી રતનપુર ખાતે શરૂ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશની નકલ સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રતનપુરના ગ્રામજનોને રૂબરૂ જઈ સુપરત કરતા ગ્રામજનોએ ધારાસભ્ય અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામજનો શાળા ફરી શરૂ થતાં અનેરા ઉત્સાહમાં જોવા મળ્યા હતા. તેમજ ગામમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.