Chotila :ચોટીલા હાઈવે પર એક્ટિવાને પાછળથી કારે ટક્કર મારતા ર મિત્રો ઈજાગ્રસ્ત

ઝાલાવાડમાં અકસ્માતના ર બનાવ : 3ને ઈજાલખતર હાઈવે પર એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકને ઈજા હાઈવે પરથી વિઠ્ઠલગઢ તરફ તેઓ બાઈક લઈને જતા હતા   સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના ર બનાવ બન્યા છે. જેમાં ચોટીલા હાઈવે પરની હોટલમાં એક્ટિવા લઈને જમવા જતા ર મિત્રોને હોટલ સામે જ કારે પાછળથી ઠોકર મારતા બન્ને મિત્રોને ઈજા પહોંચી હતી. જયારે લખતર હાઈવે પર એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલક ઘવાયો હતો.   ચોટીલાના શાસ્ત્રીનગરમાં રહેતા રાજુભાઈ રામજીભાઈ વાઘેલા મંડપ સર્વીસનું કામ કરે છે. તા. 27 એપ્રિલના રોજ બપોરના સમયે તેમના મીત્ર ચતુરભાઈ વાલજીભાઈ દુલેરા સાથે તેઓ રાજકોટ હાઈવે પર આવેલ દેવાંગી હોટલમાં એક્ટિવા લઈને જમવા ગયા હતા. હોટલમાંથી એક વાહન રોડ પર આવતુ હોઈ બન્ને એક્ટિવા લઈને રસ્તાની કટમાં ઉભા હતા ત્યારે પાછળથી આવેલા ક્રેટા કારે એક્ટિવા સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બન્ને મિત્રોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની ચોટીલા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે વિરમગામ તાલુકાના કુમરખાણ ગામના પુનાભાઈ મેલાભાઈ બાઈક લઈને વિઠ્ઠલગઢ આવ્યા હતા. ત્યારે હાઈવે પરથી વિઠ્ઠલગઢ તરફ તેઓ બાઈક લઈને જતા હતા. ત્યારે સુરેન્દ્રનગરની ગાંધીનગર જતી એસ.ટી.બસે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. અને પુનાભાઈને ઈજા થતા 108 દ્વારા વિરમગામ હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની જાણ થતા લખતર પોલીસે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે.

Chotila :ચોટીલા હાઈવે પર એક્ટિવાને પાછળથી કારે ટક્કર મારતા ર મિત્રો ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝાલાવાડમાં અકસ્માતના ર બનાવ : 3ને ઈજા
  • લખતર હાઈવે પર એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકને ઈજા
  • હાઈવે પરથી વિઠ્ઠલગઢ તરફ તેઓ બાઈક લઈને જતા હતા

  સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના ર બનાવ બન્યા છે. જેમાં ચોટીલા હાઈવે પરની હોટલમાં એક્ટિવા લઈને જમવા જતા ર મિત્રોને હોટલ સામે જ કારે પાછળથી ઠોકર મારતા બન્ને મિત્રોને ઈજા પહોંચી હતી. જયારે લખતર હાઈવે પર એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલક ઘવાયો હતો.

  ચોટીલાના શાસ્ત્રીનગરમાં રહેતા રાજુભાઈ રામજીભાઈ વાઘેલા મંડપ સર્વીસનું કામ કરે છે. તા. 27 એપ્રિલના રોજ બપોરના સમયે તેમના મીત્ર ચતુરભાઈ વાલજીભાઈ દુલેરા સાથે તેઓ રાજકોટ હાઈવે પર આવેલ દેવાંગી હોટલમાં એક્ટિવા લઈને જમવા ગયા હતા. હોટલમાંથી એક વાહન રોડ પર આવતુ હોઈ બન્ને એક્ટિવા લઈને રસ્તાની કટમાં ઉભા હતા ત્યારે પાછળથી આવેલા ક્રેટા કારે એક્ટિવા સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બન્ને મિત્રોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની ચોટીલા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે વિરમગામ તાલુકાના કુમરખાણ ગામના પુનાભાઈ મેલાભાઈ બાઈક લઈને વિઠ્ઠલગઢ આવ્યા હતા. ત્યારે હાઈવે પરથી વિઠ્ઠલગઢ તરફ તેઓ બાઈક લઈને જતા હતા. ત્યારે સુરેન્દ્રનગરની ગાંધીનગર જતી એસ.ટી.બસે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. અને પુનાભાઈને ઈજા થતા 108 દ્વારા વિરમગામ હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની જાણ થતા લખતર પોલીસે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે.