Bhavnagar Rain: પાલીતાણા ઘેટી અને આડપુર ભારે પવન સાથે વરસાદ વરસ્યો

પાલીતાણા પંથકમાં વરસાદી વાતાવરણ બંધાયુંછેલ્લા બે - ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદભારે પવન સાથે વરસાદ થતાં પતરા, નળિયા ઉડ્યાછેલ્લા બે - ત્રણ દિવસથી પાલીતાણા પંથકમાં વરસાદી વાતાવરણ બંધાયું છે, હાલમાં અતિશય બફારા વચ્ચે પાલીતાણા પંથકમાં છેલ્લા બે - ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદ વરસે છે, ત્યારે આજે બુધવારે બપોર બાદમાં પાલીતાણા તાલુકાના આદપુર ગામના શેત્રુંજય ડુંગર વિસ્તારમાં અતિ પવન ગતિ સાથે વરસાદ વરસ્યો હતો, બાદમાં પવન સાથે આદપુર સહિત, ઘેટી તેમજ ત્યાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે અતિ ગતિમાં પવન ફુંકાતા પતરા, નળિયા ઉડ્યા હતા અને લોકોને નુકશાન થવા પામ્યું હતું, જેમાં ડુંગર વિસ્તારમાં સારો વરસાદ પડતાં ની સાથે ઘેટી, આદપૂર સહિત ના ગામોમાં નદી, નાળામાં પાણી વેહતા તથા કૂવા અને ડારમાં પાણી ચડવાના એંધાણ દેખાયા હતા, જો કે, આ આજનો વરસાદ માત્ર આદપુર, ઘેટી તેમજ ત્યાં ના આજુબાજુમાં ગામમાં જ પડ્યો હતો, પાલીતાણા શહેરમાં તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો ન હતો, જેથી બફારા નું પ્રમાણ વધવા પામ્યું હતું.

Bhavnagar Rain: પાલીતાણા ઘેટી અને આડપુર ભારે પવન સાથે વરસાદ વરસ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલીતાણા પંથકમાં વરસાદી વાતાવરણ બંધાયું
  • છેલ્લા બે - ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદ
  • ભારે પવન સાથે વરસાદ થતાં પતરા, નળિયા ઉડ્યા

છેલ્લા બે - ત્રણ દિવસથી પાલીતાણા પંથકમાં વરસાદી વાતાવરણ બંધાયું છે, હાલમાં અતિશય બફારા વચ્ચે પાલીતાણા પંથકમાં છેલ્લા બે - ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદ વરસે છે, ત્યારે આજે બુધવારે બપોર બાદમાં પાલીતાણા તાલુકાના આદપુર ગામના શેત્રુંજય ડુંગર વિસ્તારમાં અતિ પવન ગતિ સાથે વરસાદ વરસ્યો હતો, બાદમાં પવન સાથે આદપુર સહિત, ઘેટી તેમજ ત્યાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

વરસાદની સાથે અતિ ગતિમાં પવન ફુંકાતા પતરા, નળિયા ઉડ્યા હતા અને લોકોને નુકશાન થવા પામ્યું હતું, જેમાં ડુંગર વિસ્તારમાં સારો વરસાદ પડતાં ની સાથે ઘેટી, આદપૂર સહિત ના ગામોમાં નદી, નાળામાં પાણી વેહતા તથા કૂવા અને ડારમાં પાણી ચડવાના એંધાણ દેખાયા હતા, જો કે, આ આજનો વરસાદ માત્ર આદપુર, ઘેટી તેમજ ત્યાં ના આજુબાજુમાં ગામમાં જ પડ્યો હતો, પાલીતાણા શહેરમાં તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો ન હતો, જેથી બફારા નું પ્રમાણ વધવા પામ્યું હતું.