Banaskantha News: સાંસદ ગેનીબેન કોલેરાગ્રસ્ત પાલનપુરની મુલાકાતે, કલેકટર સાથે કરી વાત

કોલેરાના દર્દીઓને લઈને કલેક્ટર સાથે કરી વાતગેનીબેને બે દિવસ પહેલાં આપેલા નિવેદન પર પલટી મારી‘રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય’ બનાસકાંઠાના નવા ચૂંટાયેલા સાંસદ ગેની બેન ઠાકોર પાલનપુર પહોંચ્યા હતા. પાલનપુરમાં ફાટી નીકળેલ કોલેરાના રોગચાળાને લઈને અને કોલેરાના દર્દીઓને લઈ કલેકટર સાથે તેમણે વાત કરી હતી. તો સાથે સાથે, કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. પાલનપુરનું મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે જાણવા મળી રહ્યું છે કે પાર્ટીની પ્રક્રિયાને લઈ દિલ્હી જવાનું હોવાથી રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.પાલનપુર મુલાકાત દરમિયાન ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત પણ કરી હતી. જોકે, આ વખતે ગેનીબેને બે દિવસ પહેલા આપેલા નિવેદનથી પલટી મારતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક જૂથ થઈ લડી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય. બનાસકાંઠાને આ લાગુ પડતું નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમજફેર થઈ હશે. પ્રદેશ પ્રમુખે પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારનો રિપોર્ટ માગ્યો પરંતુ મે આપ્યો નહોતો. મારું નિવેદન દુઃખ પહોચાડવાનું નહીં પરંતુ કોંગ્રેસ મજબૂત થાય તેવો હેતુ હતો.

Banaskantha News: સાંસદ ગેનીબેન કોલેરાગ્રસ્ત પાલનપુરની મુલાકાતે, કલેકટર સાથે કરી વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોલેરાના દર્દીઓને લઈને કલેક્ટર સાથે કરી વાત
  • ગેનીબેને બે દિવસ પહેલાં આપેલા નિવેદન પર પલટી મારી
  • ‘રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય’

બનાસકાંઠાના નવા ચૂંટાયેલા સાંસદ ગેની બેન ઠાકોર પાલનપુર પહોંચ્યા હતા. પાલનપુરમાં ફાટી નીકળેલ કોલેરાના રોગચાળાને લઈને અને કોલેરાના દર્દીઓને લઈ કલેકટર સાથે તેમણે વાત કરી હતી. તો સાથે સાથે, કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. પાલનપુરનું મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે જાણવા મળી રહ્યું છે કે પાર્ટીની પ્રક્રિયાને લઈ દિલ્હી જવાનું હોવાથી રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.


પાલનપુર મુલાકાત દરમિયાન ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત પણ કરી હતી. જોકે, આ વખતે ગેનીબેને બે દિવસ પહેલા આપેલા નિવેદનથી પલટી મારતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક જૂથ થઈ લડી.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય. બનાસકાંઠાને આ લાગુ પડતું નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમજફેર થઈ હશે. પ્રદેશ પ્રમુખે પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારનો રિપોર્ટ માગ્યો પરંતુ મે આપ્યો નહોતો. મારું નિવેદન દુઃખ પહોચાડવાનું નહીં પરંતુ કોંગ્રેસ મજબૂત થાય તેવો હેતુ હતો.