Banaskantha News : એરોમા સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી રોકડ ઝડપાઈ

લોકસભાની ચૂંટણીને લઇ બનાસકાંઠા જિલ્લાની પોલીસ એલર્ટ મોડમાં બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લામાંથી પસાર થતા વાહનો પર બાજ નજર વાહન ચેકિંગ દરમિયાન એલસીબી પોલીસે ઝડપી રોકડ લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે પાલનપુરના એરોમા સર્કલ નજીક એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન જ પાલનપુરના બે વેપારીઓની એક કારમાંથી એલસીબીએ એક કરોડ જેટલી મતબર રકમની ચલણી નોટો ઝડપી પાડી છે,જો કે વેપારીઓએ આની પાછળના પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે એક કરોડની રોકડ સાથે બંને વેપારીઓને દબોચી પશ્ચિમ પોલીસને સોંપી વધુ તપાસ હાથધરી છે. કારમાંથી ઝડપાઈ રોકડ આગામી લોકસભાની ચૂંટણીને લઇ સમગ્ર રાજ્યની જેમ બનાસકાંઠા જિલ્લામાં પણ આચારસંહિતા અમલી બની છે અને તે જ દિવસથી બનાસકાંઠા જિલ્લાની પોલીસ એલર્ટ મોડમા છે.પાડોશી રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા વાહનોમાં કોઈ ગુનાહિત ચીજ વસ્તુઓ જેવી કે દારૂ, કેફી પદાર્થ ઘાતક હથિયાર કે ચલણી નોટોની હેરાફેરી ન થાય તેને લઈ પોલીસ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે..તે વચ્ચે ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાની એલસીબીની ટીમ પાલનપુરના એરોમા સર્કલ નજીક વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક ખાનગી વરના કારની પોલીસે તલાસી લીધી તો આ કારમાં પાલનપુરના બે વેપારીઓ સવાર હતા.જો કે પોલીસે કારની વધુ તપાસ કરી તો કારમાંથી 1 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની રોકડ ઝડપાઈ. ઈન્કમટેકસ વિભાગને પણ કરી જાણ જોકે પોલીસે આ રોકડ રકમ પાછળના પુરાવા વેપારી પાસે માંગતા વેપારી પુરાવા આપી ન શક્યા અને તેને જ કારણે પોલીસે રૂ.1 કરોડ સાથે પાલનપુરના કુશાન અગ્રવાલ અને મુકેશ સોની નામના વેપારીને દબોચી લીધા ત્યારે આ રોકડ રકમ આ વેપારીઓ ક્યાંથી લાવ્યા.આ રકમ ક્યાં હેતુમા વાપરવાના હતા કોઈ રાજકીય પાર્ટી માટે તો આ રોકડનો ઉપયોગ થવાનો હતો કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે,પોલીસે ઇન્કમટેક્સ અને FSL વિભાગને સાથે રાખી તપાસ કરી રહી છે.જો કે અત્યારે તો રોકડ રકમ સાથે ઝડપાયેલા આ બન્ને વેપારીઓ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા છે.

Banaskantha News : એરોમા સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી રોકડ ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભાની ચૂંટણીને લઇ બનાસકાંઠા જિલ્લાની પોલીસ એલર્ટ મોડમાં
  • બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લામાંથી પસાર થતા વાહનો પર બાજ નજર
  • વાહન ચેકિંગ દરમિયાન એલસીબી પોલીસે ઝડપી રોકડ

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે પાલનપુરના એરોમા સર્કલ નજીક એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન જ પાલનપુરના બે વેપારીઓની એક કારમાંથી એલસીબીએ એક કરોડ જેટલી મતબર રકમની ચલણી નોટો ઝડપી પાડી છે,જો કે વેપારીઓએ આની પાછળના પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે એક કરોડની રોકડ સાથે બંને વેપારીઓને દબોચી પશ્ચિમ પોલીસને સોંપી વધુ તપાસ હાથધરી છે.

કારમાંથી ઝડપાઈ રોકડ

આગામી લોકસભાની ચૂંટણીને લઇ સમગ્ર રાજ્યની જેમ બનાસકાંઠા જિલ્લામાં પણ આચારસંહિતા અમલી બની છે અને તે જ દિવસથી બનાસકાંઠા જિલ્લાની પોલીસ એલર્ટ મોડમા છે.પાડોશી રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા વાહનોમાં કોઈ ગુનાહિત ચીજ વસ્તુઓ જેવી કે દારૂ, કેફી પદાર્થ ઘાતક હથિયાર કે ચલણી નોટોની હેરાફેરી ન થાય તેને લઈ પોલીસ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે..તે વચ્ચે ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાની એલસીબીની ટીમ પાલનપુરના એરોમા સર્કલ નજીક વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક ખાનગી વરના કારની પોલીસે તલાસી લીધી તો આ કારમાં પાલનપુરના બે વેપારીઓ સવાર હતા.જો કે પોલીસે કારની વધુ તપાસ કરી તો કારમાંથી 1 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની રોકડ ઝડપાઈ.


ઈન્કમટેકસ વિભાગને પણ કરી જાણ

જોકે પોલીસે આ રોકડ રકમ પાછળના પુરાવા વેપારી પાસે માંગતા વેપારી પુરાવા આપી ન શક્યા અને તેને જ કારણે પોલીસે રૂ.1 કરોડ સાથે પાલનપુરના કુશાન અગ્રવાલ અને મુકેશ સોની નામના વેપારીને દબોચી લીધા ત્યારે આ રોકડ રકમ આ વેપારીઓ ક્યાંથી લાવ્યા.આ રકમ ક્યાં હેતુમા વાપરવાના હતા કોઈ રાજકીય પાર્ટી માટે તો આ રોકડનો ઉપયોગ થવાનો હતો કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે,પોલીસે ઇન્કમટેક્સ અને FSL વિભાગને સાથે રાખી તપાસ કરી રહી છે.જો કે અત્યારે તો રોકડ રકમ સાથે ઝડપાયેલા આ બન્ને વેપારીઓ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા છે.