Ahmedabad Rathyatra 2024: ભગવાન જગન્નાથજીને ચાંદીની ગદા અને મુગટ અર્પણ કરાયા,જુઓ Video

જગન્નાથજીને ચાંદીની ગદા અને મુગટ અર્પણ જગન્નાથ મંદિરમાં અનેક ભક્તોએ કર્યા દર્શન જય રણછોડ ,જય જગન્નાથના નાદથી ગુંજયું મંદિર ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ નિકળશે. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં બિરાજમાન છે.જગન્નાથજીને અર્પણ કરાઈ ચાંદીની ગદા અને ચાંદીનો મુગટ.ધ્વજારોહણ કરવામાં આવ્યું નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ-સંતોનો ધોળી દાળ અને કાળી રોટી (દૂધપાક-માલપુઆ)નો ભંડારો યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડયા છે અને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. જાણો નેત્રોત્સવ વિધિ કોને કહેવાય છે ભગવાન જગન્નાથજી સરસપુરમાં મોસાળમાં હતા અને મોસાળમાંથી ભગવાન આજે નિજ મંદિરમાં પરત ફર્યા છે. રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખુબ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. 6 જુલાઈએ શું પ્રોગામ રહેશે 1-સવારે 10 વાગે સોનાવેશ દર્શન રહેશે 2-10.30એ રથનું નીજ મંદિરમાં આગમન થશે 3-બપોરે 2.30 વાગે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે 4-સાંજે 7 વાગે મુખ્યપ્રધાન સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે 7 જુલાઈ રથયાત્રાના દિવસે શું પ્રોગામ રહેશે 1-સવારે 4.30 વાગે ખીચડીનો ભોગ અને 5 વાગે આદિવસી નૃત્ય અને રાસ ગરબા રમશે 2-સવારે 5.45 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ કરાવામાં આવશે 3-સવારે 7 વાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે 4- પહિંદવિધી બાદ રથયાત્રા શહેરમાં નિકળશે

Ahmedabad Rathyatra 2024: ભગવાન જગન્નાથજીને ચાંદીની ગદા અને મુગટ અર્પણ કરાયા,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જગન્નાથજીને ચાંદીની ગદા અને મુગટ અર્પણ
  • જગન્નાથ મંદિરમાં અનેક ભક્તોએ કર્યા દર્શન
  • જય રણછોડ ,જય જગન્નાથના નાદથી ગુંજયું મંદિર

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ નિકળશે. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં બિરાજમાન છે.જગન્નાથજીને અર્પણ કરાઈ ચાંદીની ગદા અને ચાંદીનો મુગટ.

ધ્વજારોહણ કરવામાં આવ્યું

નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ-સંતોનો ધોળી દાળ અને કાળી રોટી (દૂધપાક-માલપુઆ)નો ભંડારો યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડયા છે અને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે.


જાણો નેત્રોત્સવ વિધિ કોને કહેવાય છે

ભગવાન જગન્નાથજી સરસપુરમાં મોસાળમાં હતા અને મોસાળમાંથી ભગવાન આજે નિજ મંદિરમાં પરત ફર્યા છે. રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખુબ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

6 જુલાઈએ શું પ્રોગામ રહેશે

1-સવારે 10 વાગે સોનાવેશ દર્શન રહેશે

2-10.30એ રથનું નીજ મંદિરમાં આગમન થશે

3-બપોરે 2.30 વાગે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે

4-સાંજે 7 વાગે મુખ્યપ્રધાન સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે

7 જુલાઈ રથયાત્રાના દિવસે શું પ્રોગામ રહેશે

1-સવારે 4.30 વાગે ખીચડીનો ભોગ અને 5 વાગે આદિવસી નૃત્ય અને રાસ ગરબા રમશે

2-સવારે 5.45 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ કરાવામાં આવશે

3-સવારે 7 વાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે

4- પહિંદવિધી બાદ રથયાત્રા શહેરમાં નિકળશે