Vadodaraમાં MLA યોગેશ પટેલને લઈ ભાજપ પ્રમુખે કહ્યું,વિશ્વામિત્રી નદીની સફાઈનું કંઈક કરો

વડોદરામાં પણ એવી સમસ્યાઓ જે ઉકેલાઈ નથી : ભાજપ પ્રમુખ વિજય શાહ તે અંગે પણ યોગેશ પટેલે કામગીરી કરવી જોઈએ : ભાજપ પ્રમુખ વિજય શાહ વિશ્વામિત્રી નદી હજુ પણ શુદ્ધ નથી થઈ : ભાજપ પ્રમુખ વિજય શાહ MLA યોગેશ પટેલના પત્ર પર ભાજપ પ્રમુખ વિજય શાહે સવાલ ઉઠાવ્યા છે.ભાજપ પ્રમુખનું કહેવું છે કે,વિજય શાહ સિનિયર ધારાસભ્ય છે,તેઓ વિવિધ પ્રશ્ને પત્ર લખી રજૂઆત કરે છે તે સારી વાત છે,તો યોગેશ પટેલે વિશ્વામિત્રી નદીના શુદ્ધીકરણને લઈ પણ રજૂઆત કરવી જોઈએ,વડોદરા શહેરમાં અન્ય પણ ઉકેલાયા વગરની સમસ્યાઓ છે તેની સામે પણ જોવું જોઈએ યોગેશ પટેલે મહેસૂલની કામગીરી પર ઉઠાવ્યા હતા સવાલો કલેક્ટર કચેરી હસ્તકની ફાઇલોના નિકાલ કરવામાં ભષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ધારાસભ્યે કર્યા છે. 1370માંથી 1189 ફાઇલને નકારાત્મક અભિપ્રાય આપી રોકી દેવાઇ, જ્યારે માત્ર 158 ફાઇલ પાસ કરાઇ છે. ધારાસભ્ય યોગેશ પટેલે ઓપન હાઉસ કરી પુરાવા લઇ સાંભળીને યોગ્ય નિકાલ કરવા માગ કરી છે. પત્ર મળ્યો છે, પુરાવા નથી મળ્યા, તપાસ થશે: કલેક્ટર કલેક્ટર બીજલ શાહે કહ્યું કે, પત્ર મળ્યો છે, પણ પુરાવા મળ્યા નથી. ફાઇલોમાં ભૂલ થઇ છે કે નહિ તેની તપાસ કરાશે. ભૂલ ઇરાદાપૂર્વક થઇ છે કે નહિ તેની પણ તપાસ થશે. 3 વર્ષના કેસો છે. રેન્ડમલી ચેકિંગ કરાશે. ક્ષતિ થઇ હોય તો કેમ થઇ છે તેની ચકાસણી કરવામાં આવશે.માત્ર 158 ફાઇલ પાસ કરાઇ સુત્રોના જણાવ્યા અનુસાર, વિતેલા અઢી મહિનાના સમયગાળામાં જિલ્લા કલેક્ટર કચેરીમાં મોકલવામાં આવેલી 1370 માંથી 1189 ફાઇલને નકારાત્મક અભિપ્રાય આપી રોકી દેવાઇ, જ્યારે માત્ર 158 ફાઇલ પાસ કરાઇ છે. હવે આ મામલે ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યા બાદ આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. ભાજપ શહેર પ્રમુખે વિશ્વામિત્રી નદીની કરી વાત ધારાસભ્ય યોગેશ પટેલે એનએ, જમીનના પ્રશ્ને રજૂઆત કરી છે. શહેરના ઘણા સળગતા પ્રશ્ન છે, જે અંગે તેમના માધ્યમથી રજૂઆત થાય એવી અમારી લાગણી-વિનંતી છે. વિશ્વામિત્રીનો પ્રશ્ન અંગે ભૂતકાળમાં મુખ્યમંત્રી કક્ષાએ જે રજૂઆતો થઇ છે, તેમાં તેઓ હાજર રહ્યા છે. આવા કામમાં તેઓ આગેવાની લે અને શહેરને નવું નેતૃત્વ આપે તેવી અમારી લાગણી છે.

Vadodaraમાં MLA યોગેશ પટેલને લઈ ભાજપ પ્રમુખે કહ્યું,વિશ્વામિત્રી નદીની સફાઈનું કંઈક કરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં પણ એવી સમસ્યાઓ જે ઉકેલાઈ નથી : ભાજપ પ્રમુખ વિજય શાહ
  • તે અંગે પણ યોગેશ પટેલે કામગીરી કરવી જોઈએ : ભાજપ પ્રમુખ વિજય શાહ
  • વિશ્વામિત્રી નદી હજુ પણ શુદ્ધ નથી થઈ : ભાજપ પ્રમુખ વિજય શાહ

MLA યોગેશ પટેલના પત્ર પર ભાજપ પ્રમુખ વિજય શાહે સવાલ ઉઠાવ્યા છે.ભાજપ પ્રમુખનું કહેવું છે કે,વિજય શાહ સિનિયર ધારાસભ્ય છે,તેઓ વિવિધ પ્રશ્ને પત્ર લખી રજૂઆત કરે છે તે સારી વાત છે,તો યોગેશ પટેલે વિશ્વામિત્રી નદીના શુદ્ધીકરણને લઈ પણ રજૂઆત કરવી જોઈએ,વડોદરા શહેરમાં અન્ય પણ ઉકેલાયા વગરની સમસ્યાઓ છે તેની સામે પણ જોવું જોઈએ

યોગેશ પટેલે મહેસૂલની કામગીરી પર ઉઠાવ્યા હતા સવાલો

કલેક્ટર કચેરી હસ્તકની ફાઇલોના નિકાલ કરવામાં ભષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ધારાસભ્યે કર્યા છે. 1370માંથી 1189 ફાઇલને નકારાત્મક અભિપ્રાય આપી રોકી દેવાઇ, જ્યારે માત્ર 158 ફાઇલ પાસ કરાઇ છે. ધારાસભ્ય યોગેશ પટેલે ઓપન હાઉસ કરી પુરાવા લઇ સાંભળીને યોગ્ય નિકાલ કરવા માગ કરી છે.

પત્ર મળ્યો છે, પુરાવા નથી મળ્યા, તપાસ થશે: કલેક્ટર

કલેક્ટર બીજલ શાહે કહ્યું કે, પત્ર મળ્યો છે, પણ પુરાવા મળ્યા નથી. ફાઇલોમાં ભૂલ થઇ છે કે નહિ તેની તપાસ કરાશે. ભૂલ ઇરાદાપૂર્વક થઇ છે કે નહિ તેની પણ તપાસ થશે. 3 વર્ષના કેસો છે. રેન્ડમલી ચેકિંગ કરાશે. ક્ષતિ થઇ હોય તો કેમ થઇ છે તેની ચકાસણી કરવામાં આવશે.

માત્ર 158 ફાઇલ પાસ કરાઇ

સુત્રોના જણાવ્યા અનુસાર, વિતેલા અઢી મહિનાના સમયગાળામાં જિલ્લા કલેક્ટર કચેરીમાં મોકલવામાં આવેલી 1370 માંથી 1189 ફાઇલને નકારાત્મક અભિપ્રાય આપી રોકી દેવાઇ, જ્યારે માત્ર 158 ફાઇલ પાસ કરાઇ છે. હવે આ મામલે ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યા બાદ આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

ભાજપ શહેર પ્રમુખે વિશ્વામિત્રી નદીની કરી વાત

ધારાસભ્ય યોગેશ પટેલે એનએ, જમીનના પ્રશ્ને રજૂઆત કરી છે. શહેરના ઘણા સળગતા પ્રશ્ન છે, જે અંગે તેમના માધ્યમથી રજૂઆત થાય એવી અમારી લાગણી-વિનંતી છે. વિશ્વામિત્રીનો પ્રશ્ન અંગે ભૂતકાળમાં મુખ્યમંત્રી કક્ષાએ જે રજૂઆતો થઇ છે, તેમાં તેઓ હાજર રહ્યા છે. આવા કામમાં તેઓ આગેવાની લે અને શહેરને નવું નેતૃત્વ આપે તેવી અમારી લાગણી છે.