Ahmedabad News: ચંદ્રની_ધરતી પર_કોઈ ભારતીય_નહીં ઉતરે ત્યાં સુધી મિશન_ચાલુ_રહેશે :એસ.સોમનાથ

અમદાવાદમાં ઈસરોના ચેરમેને ગગનયાન સહિતના મિશન વિશે માહિતી આપીચંદ્ર પર કોઈ ભારતીય લેન્ડ થાય તે પહેલાં ઘણી તકનિકોમાં નિપુણતા મેળવવી પડશે આવતા વર્ષે વધુ બે માનવરહિત મિશન હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં આયોજિત 'ઈન-સ્પેસ કેનસેટ ઈન્ડિયા સ્ટુડન્ટ કોમ્પિટિશન'માં અતિથિ તરીકે હાજરી આપવા અમદાવાદ આવેલા ઈસરોના ચેરમેન એસ. સોમનાથે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ફ્યૂચર સ્પેસ મિશન પર પ્રકાશ પાડયો હતો. ઈસરોના ચેરમેન એસ. સોમનાથે કહ્યું કે, 'જ્યાં સુધી કોઈ ભારતીય ચંદ્ર પર ઊતરે નહીં ત્યાં સુધી ભારત ચંદ્ર મિશન મોકલવાનું ચાલુ રાખશે'. ચંદ્રયાન-3 મિશન વિશે વાત કરતા એસ. સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-3એ ખૂબ સારું પ્રદર્શન કરીને મહત્ત્વના ડેટા એકત્રિત કર્યા છે. ચંદ્રની ધરતી પર કોઈ ભારતીય લેન્ડ થાય તે પહેલાં આપણે ત્યાં જવું અને પાછા આવવા જેવી ઘણી તકનિકોમાં નિપુણતા મેળવવી પડશે'. 2024ના અંતમાં ઈસરો ચાર મહત્ત્વના સ્પેસ મિશનને પાર પાડશે. જેના માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોમનાથે જણાવ્યું કે ISRO 2024માં એક માનવરહિત ગગનયાન મિશન, ટેસ્ટ વ્હીકલ ફ્લાઇટ મિશન અને એરડ્રોપ ટેસ્ટ કરશે. એરડ્રોપ ટેસ્ટ 24 એપ્રિલના રોજ થશે. પછી આવતા વર્ષે વધુ બે માનવરહિત મિશન હાથ ધરવામાં આવશે. જો બધુ બરાબર રહ્યું તો સમાનવ મિશન પણ પાર પાડવામાં આવશે. ગગનયાન પ્રોજેક્ટમાં 3 સભ્યોને ત્રણ દિવસના મિશન માટે 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં લૉન્ચ કરીને ભારતીય સમુદ્રના પાણીમાં ઉતરાણ કરાવવામાં આવશે. તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવીને માનવ અવકાશ ઉડાન ક્ષમતાના પ્રદર્શનની કલ્પના કરવામાં આવી છે.' ઈસરોએ રોકેટ એન્જિન માટે હળવા વજનના CC નોઝલ વિકસાવવામાં સફળતા મેળવી : એસ. સોમનાથ ઈસરોના ચેરમેને આ વર્ષે ઈસરોએ મેળવેલી સિદ્ધિઓ વિશે વાત કરતા કહ્યું કે 'રોકેટ એન્જિન ટેક્નોલોજીમાં પે-લોડ ક્ષમતામાં વધારો કરીને રોકેટ એન્જિન માટે હળવા વજનના CC નોઝલ વિકસાવવામાં સફ્ળતા મેળવી છે. ISROની નવી વિકસિત કાર્બન-કાર્બન (CC) નોઝલ હળવી હોવાથી પે-લોડ ક્ષમતામાં સુધારો કરશે અને તેને ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અથવા PSLVમાં સ્થાપિત કરવામાં આવશે.

Ahmedabad News: ચંદ્રની_ધરતી પર_કોઈ ભારતીય_નહીં ઉતરે ત્યાં સુધી મિશન_ચાલુ_રહેશે :એસ.સોમનાથ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં ઈસરોના ચેરમેને ગગનયાન સહિતના મિશન વિશે માહિતી આપી
  • ચંદ્ર પર કોઈ ભારતીય લેન્ડ થાય તે પહેલાં ઘણી તકનિકોમાં નિપુણતા મેળવવી પડશે
  • આવતા વર્ષે વધુ બે માનવરહિત મિશન હાથ ધરવામાં આવશે.

અમદાવાદમાં આયોજિત 'ઈન-સ્પેસ કેનસેટ ઈન્ડિયા સ્ટુડન્ટ કોમ્પિટિશન'માં અતિથિ તરીકે હાજરી આપવા અમદાવાદ આવેલા ઈસરોના ચેરમેન એસ. સોમનાથે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ફ્યૂચર સ્પેસ મિશન પર પ્રકાશ પાડયો હતો. ઈસરોના ચેરમેન એસ. સોમનાથે કહ્યું કે, 'જ્યાં સુધી કોઈ ભારતીય ચંદ્ર પર ઊતરે નહીં ત્યાં સુધી ભારત ચંદ્ર મિશન મોકલવાનું ચાલુ રાખશે'. ચંદ્રયાન-3 મિશન વિશે વાત કરતા એસ. સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-3એ ખૂબ સારું પ્રદર્શન કરીને મહત્ત્વના ડેટા એકત્રિત કર્યા છે. ચંદ્રની ધરતી પર કોઈ ભારતીય લેન્ડ થાય તે પહેલાં આપણે ત્યાં જવું અને પાછા આવવા જેવી ઘણી તકનિકોમાં નિપુણતા મેળવવી પડશે'. 2024ના અંતમાં ઈસરો ચાર મહત્ત્વના સ્પેસ મિશનને પાર પાડશે. જેના માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોમનાથે જણાવ્યું કે ISRO 2024માં એક માનવરહિત ગગનયાન મિશન, ટેસ્ટ વ્હીકલ ફ્લાઇટ મિશન અને એરડ્રોપ ટેસ્ટ કરશે. એરડ્રોપ ટેસ્ટ 24 એપ્રિલના રોજ થશે. પછી આવતા વર્ષે વધુ બે માનવરહિત મિશન હાથ ધરવામાં આવશે. જો બધુ બરાબર રહ્યું તો સમાનવ મિશન પણ પાર પાડવામાં આવશે. ગગનયાન પ્રોજેક્ટમાં 3 સભ્યોને ત્રણ દિવસના મિશન માટે 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં લૉન્ચ કરીને ભારતીય સમુદ્રના પાણીમાં ઉતરાણ કરાવવામાં આવશે. તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવીને માનવ અવકાશ ઉડાન ક્ષમતાના પ્રદર્શનની કલ્પના કરવામાં આવી છે.'

ઈસરોએ રોકેટ એન્જિન માટે હળવા વજનના CC નોઝલ વિકસાવવામાં સફળતા મેળવી : એસ. સોમનાથ

ઈસરોના ચેરમેને આ વર્ષે ઈસરોએ મેળવેલી સિદ્ધિઓ વિશે વાત કરતા કહ્યું કે 'રોકેટ એન્જિન ટેક્નોલોજીમાં પે-લોડ ક્ષમતામાં વધારો કરીને રોકેટ એન્જિન માટે હળવા વજનના CC નોઝલ વિકસાવવામાં સફ્ળતા મેળવી છે. ISROની નવી વિકસિત કાર્બન-કાર્બન (CC) નોઝલ હળવી હોવાથી પે-લોડ ક્ષમતામાં સુધારો કરશે અને તેને ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અથવા PSLVમાં સ્થાપિત કરવામાં આવશે.