Ahmedabad News: એરપોર્ટ પરથી 2.12 કિલો હેરોઈન સાથે ફિલિપાઈન્સની મહિલાની ધરપકડ

મહિલાની અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડNCB એ બાતમીના આધારે મહિલા પાસેથી ડ્ર્ગ્સ ઝડપ્યું મહિલાએ ડ્ર્ગ્સ ગુજરાતમાં પહોંચાડવાનુ હોવાનુ કર્યો ખુલાસો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ડ્રગ્સની હેરફેરીમાં અનેકવાર આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવી ચૂક્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી અનેકવાર ડ્રગ્સની હેરાફેરી કરતાં શખ્સો ઝડપાઇ આવતા હોય છે ત્યારે હવે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી NCBએ હેરોઇન ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી NCB એ 2.121 કિલો હેરોઈન ડ્રગ્ઝના જથ્થા સાથે ફિલીપાઈન્સની એક મહિલાને ઝડપી પાડી છે. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અમદાવાદ વિંગ દ્વારા 41 વર્ષીય મહિલા જીનાલીન પડીવાન લિમોનની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે રાત્રીના મહિલા હેરોઈનનો જથ્થો લઈને એરપોર્ટની બહાર આવી રહી હતી. NCBને મળેલી બાતમી આધારે મહિલાને કોર્ડન કરીને તેની પાસે રહેલા સામાનની તપાસ કરતા તેમાંથી હેરોઈન ડ્રગ્ઝ મળી આવ્યું હતું. મહિલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્ઝનો જથ્થો ગુજરાતમાં પહોચાડવાનો હતો. ફિલીપાઈન્સની મહિલાની ધરપકડ થતાની સાથે જ ઇન્ટરનેશનલ ડ્રગ્ઝ માફિયા સિન્ડીકેટની કમર તોડી પાડવામા નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોને સફળતા હાંસલ થઈ છે.

Ahmedabad News: એરપોર્ટ પરથી 2.12 કિલો હેરોઈન સાથે ફિલિપાઈન્સની મહિલાની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહિલાની અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ
  • NCB એ બાતમીના આધારે મહિલા પાસેથી ડ્ર્ગ્સ ઝડપ્યું
  • મહિલાએ ડ્ર્ગ્સ ગુજરાતમાં પહોંચાડવાનુ હોવાનુ કર્યો ખુલાસો

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ડ્રગ્સની હેરફેરીમાં અનેકવાર આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવી ચૂક્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી અનેકવાર ડ્રગ્સની હેરાફેરી કરતાં શખ્સો ઝડપાઇ આવતા હોય છે ત્યારે હવે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી NCBએ હેરોઇન ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડી છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી NCB એ 2.121 કિલો હેરોઈન ડ્રગ્ઝના જથ્થા સાથે ફિલીપાઈન્સની એક મહિલાને ઝડપી પાડી છે. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અમદાવાદ વિંગ દ્વારા 41 વર્ષીય મહિલા જીનાલીન પડીવાન લિમોનની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે.

ગઇકાલે રાત્રીના મહિલા હેરોઈનનો જથ્થો લઈને એરપોર્ટની બહાર આવી રહી હતી. NCBને મળેલી બાતમી આધારે મહિલાને કોર્ડન કરીને તેની પાસે રહેલા સામાનની તપાસ કરતા તેમાંથી હેરોઈન ડ્રગ્ઝ મળી આવ્યું હતું.

મહિલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્ઝનો જથ્થો ગુજરાતમાં પહોચાડવાનો હતો. ફિલીપાઈન્સની મહિલાની ધરપકડ થતાની સાથે જ ઇન્ટરનેશનલ ડ્રગ્ઝ માફિયા સિન્ડીકેટની કમર તોડી પાડવામા નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોને સફળતા હાંસલ થઈ છે.