Ahmedabad Fire: NOC વિના ધમધમતી 13 સ્કૂલો અને 7 ફૂડકોર્ટને માર્યા તાળા

બિલ્ડીંગના બિન અધિકૃત એકમો સામે AMCની કાર્યવાહી અમદાવાદમાં લીટલ જીનિયસ પ્રિ-સ્કૂલ પર કાર્યવાહી વસ્ત્રાપુરની લીટલ જીનીયસ પ્રિ-સ્કૂલમાં AMCએ માર્યા તાળા અમદાવાદ ફાયર વિભાગે ફાયર સેફટી અને બીયું સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બોપલની લીટલ એન્જલ પ્રિ-સ્કૂલમાં AMCએ કાર્યવાહી કરી છે.શાંતિ જુનિયર્સ સ્કૂલ,મેમ્સ વન્ડર પ્રિ-સ્કૂલમાં પણ AMCએ કાર્યવાહી હાથધરી છે,સાથે સાથે 7 ફૂડકોર્ટને સિલ કરાયા છે,આ તમામ સિલ કરાયેલ પ્રોપર્ટી પાસે ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનો ન હોવાથી કાર્યવાહી કરી છે. એએમસીની કાર્યવાહી યથાવત બિલ્ડીંગના બિન અધિકૃત વપરાશ સામે એએમસીની કાર્યવાહી યથાવત છે.અમદાવાદની વસ્ત્રાપુરમાં આવેલી લીટલ જીનિયસ પ્રિ સ્કૂલ પર એએમસીએ તાળા માર્યા છે.શહેરની વધુ 13 સ્કૂલ અને 7 ફૂડ કોર્ટ કરાઈ છે સીલ.ફાયર સેફટી એકટના નિયમોનું પાલન ન કરનાર સામે એએમસીની કાર્યવાહી ઝુંબેશ ચાલુ છે.સરકારના આદેશથી રાજ્યની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામા આવી હતી અને સ્કૂલો ચાલુ રાખવામા આવી હતી. અમદાવાદ જિલ્લામાં 110થી વધુ સ્કૂલો કે જેઓને ફાયર એનઓસીની જરૂર ન હતી પરંતુ ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન હોવાથી નોટિસ આપવામા આવશે. અમદાવાદની 1900થી વધુ સ્કૂલોમાં ચેકિંગ કરવામા આવ્યુ હતું. સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને સઘન ચેકિંગ કરાયુ રાજકોટના અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગના આદેશથી રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને અગાઉ સઘન ચેકિંગ કરાયુ હતુ. રાજ્યના તમામ જિલ્લા ડીઈઓ-ડીપીઓ દ્વારા રૂબરૂ ચકાસણી કરવામા આવી હતી અને તમામ સ્કૂલો પાસેથી ફાયર સેફટીના લગતા પ્રમાણપત્રો મંગાયા હતા.જેમાં અગાઉ અમદાવાદ કેટલીક સ્કૂલોમાં ફાયર એનઓસી રીન્યુ ન હતી અને તેઓને રીન્યુ કરવા આદેશ કરાયો હતો.9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા બિલ્ડીંગમાં ફાયર એનઓસી લેવાની જરૂર નહીજો કે નિયમ મુજબ આ સ્કૂલોને ફાયર એનઓસીની જરૂર નથી કારણકે 9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા સ્કૂલ મકાનને લીધે આ સ્કૂલોએ ફાયર એનઓસી લેવાની જરૂર નથી પરંતુ હોઝરીલ પાઈપ અને બાટલા સહિતના જરૂરી સંસાધનો રાખવા જરૂરી છે.જેથી કેટલીક સ્કૂલોમાં હોઝરીલ પાઈપો ન હતી.આ સ્કૂલોને નોટિસ આપવામા આવશે.  

Ahmedabad Fire: NOC વિના ધમધમતી 13 સ્કૂલો અને 7 ફૂડકોર્ટને માર્યા તાળા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બિલ્ડીંગના બિન અધિકૃત એકમો સામે AMCની કાર્યવાહી
  • અમદાવાદમાં લીટલ જીનિયસ પ્રિ-સ્કૂલ પર કાર્યવાહી
  • વસ્ત્રાપુરની લીટલ જીનીયસ પ્રિ-સ્કૂલમાં AMCએ માર્યા તાળા

અમદાવાદ ફાયર વિભાગે ફાયર સેફટી અને બીયું સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બોપલની લીટલ એન્જલ પ્રિ-સ્કૂલમાં AMCએ કાર્યવાહી કરી છે.શાંતિ જુનિયર્સ સ્કૂલ,મેમ્સ વન્ડર પ્રિ-સ્કૂલમાં પણ AMCએ કાર્યવાહી હાથધરી છે,સાથે સાથે 7 ફૂડકોર્ટને સિલ કરાયા છે,આ તમામ સિલ કરાયેલ પ્રોપર્ટી પાસે ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનો ન હોવાથી કાર્યવાહી કરી છે.

એએમસીની કાર્યવાહી યથાવત

બિલ્ડીંગના બિન અધિકૃત વપરાશ સામે એએમસીની કાર્યવાહી યથાવત છે.અમદાવાદની વસ્ત્રાપુરમાં આવેલી લીટલ જીનિયસ પ્રિ સ્કૂલ પર એએમસીએ તાળા માર્યા છે.શહેરની વધુ 13 સ્કૂલ અને 7 ફૂડ કોર્ટ કરાઈ છે સીલ.ફાયર સેફટી એકટના નિયમોનું પાલન ન કરનાર સામે એએમસીની કાર્યવાહી ઝુંબેશ ચાલુ છે.સરકારના આદેશથી રાજ્યની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામા આવી હતી અને સ્કૂલો ચાલુ રાખવામા આવી હતી. અમદાવાદ જિલ્લામાં 110થી વધુ સ્કૂલો કે જેઓને ફાયર એનઓસીની જરૂર ન હતી પરંતુ ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન હોવાથી નોટિસ આપવામા આવશે. અમદાવાદની 1900થી વધુ સ્કૂલોમાં ચેકિંગ કરવામા આવ્યુ હતું.


સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને સઘન ચેકિંગ કરાયુ

રાજકોટના અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગના આદેશથી રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને અગાઉ સઘન ચેકિંગ કરાયુ હતુ. રાજ્યના તમામ જિલ્લા ડીઈઓ-ડીપીઓ દ્વારા રૂબરૂ ચકાસણી કરવામા આવી હતી અને તમામ સ્કૂલો પાસેથી ફાયર સેફટીના લગતા પ્રમાણપત્રો મંગાયા હતા.જેમાં અગાઉ અમદાવાદ કેટલીક સ્કૂલોમાં ફાયર એનઓસી રીન્યુ ન હતી અને તેઓને રીન્યુ કરવા આદેશ કરાયો હતો.

9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા બિલ્ડીંગમાં ફાયર એનઓસી લેવાની જરૂર નહી

જો કે નિયમ મુજબ આ સ્કૂલોને ફાયર એનઓસીની જરૂર નથી કારણકે 9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા સ્કૂલ મકાનને લીધે આ સ્કૂલોએ ફાયર એનઓસી લેવાની જરૂર નથી પરંતુ હોઝરીલ પાઈપ અને બાટલા સહિતના જરૂરી સંસાધનો રાખવા જરૂરી છે.જેથી કેટલીક સ્કૂલોમાં હોઝરીલ પાઈપો ન હતી.આ સ્કૂલોને નોટિસ આપવામા આવશે.