Rajkot ગ્રામ્યમાં વરસાદને લઈ જામકંડોરણા અને ઉપલેટાને જોડતો કોઝવે તૂટયો,સ્થાનિકોએ ભજન કર્યા

વરસાદના કારણે નદીઓમાં પાણીની પુષ્કળ આવક ઉપલેટાથી જામકંડોરણા તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ કોઝ-વે તૂટી જતા અનેક ગામના લોકોને અસર રાજકોટ જીલ્લાના જામકંડોરણાના ચિત્રાવડ ગામથી ખીરસરા ભાયાવદર, ઉપલેટા તથા ચિત્રાવડ ગામથી જામકંડોરણા તથા રાજકોટ જવાનો મુખ્ય માર્ગ અને મોજ નદી ઉપર બનાવેલ કોઝવે ધોવાઇ થઈ ગયેલ અને વાહનવ્યવહાર બંધ થતા લોકોને પડતી મુશ્કેલીઓથી લોકોમા રોષ ફેલાયો છે.સ્થળ પર ગ્રામજનોએ એકઠા થઈને રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર કર્યા. દર વર્ષે આ સમસ્યા રહે છે ઉપલેટાના મોજ નદીને જોડતો આ પુલ જે ઉપલેટા તથા જામકંડોરણા વચ્ચે આવેલ ચિત્રાવડ ગામ તથા ચિત્રાવડથી જામકંડોરણાથી રાજકોટ જવા માટેનો એક માત્ર આ માર્ગ છે અને બન્ને વચ્ચે આવેલ કોઝવે ની હાલ ઘણા વર્ષોથી જર્જરિત બિસ્માર હાલતમાં છે અને આ કોઝવે દર વર્ષે ધોવાઇ જાય છે તંત્ર દ્વારા દર વખતે માટી કામથી સાંધા કરવામા આવે છે પણ દર વર્ષે વધુ વરસાદ પડે તેથી આ કોઝવેનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયા પણ ધોવાણ થઈ જાય છે. વાહન વ્યવહાર બંધ થઈ જાય છે વાહન વ્યવહાર માટે 20 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.આ કોઝવે વ્યવસ્થિત રીતે અને ઉચો બનાવવા માટે તંત્રને અનેક વખત રજૂઆત કરેલ છે તેમ છત્તા તંત્રએ ધ્યાન આપ્યું નથી.રાહદારીઓને વિધાર્થીઓને ચાલી ને જવુ હોય તો જીવના જોખમે અવરજવર કરવું પડી રહયું છે.જામકંઠોરણા તાલુકાના ચિત્રાવડ પાટી, બરડીયા, ગુંનાદા સરી, જામ દાદર, મોજ ખીજડીયા,જામ,થોરાડા,ચરેલ,સાતોદળ,રાજપરા,કાનાવદાળા,બાલાપર,ખજુરડાજેવાગામડાઓતથાઉપલેટાતાલુકાનાખીરસરા,અરણી,વડાળી,પડવલા,ભાયાવદર,ખાખીજાળીયા,ખારચીયા,મોટીપાનેલી,ગીંગણી,સિદસર, જામજોધપુર ગામોથી સીધુ રાજકોટ જવા માટે તો આ મુખ્ય માર્ગ છે. ઘણા વર્ષોથી આ સમસ્યા યથાવત કોઝવે ખખડધજ હાલત મા હોય તેથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયેલ છે અને બસ માટે પણ વિધાર્થીઓને 20 કિલોમીટર ફરી ને જવુ પડે છે અથવા જીવના જોખમે લોકોને આ કોઝવે પરથી પસાર થવુ પડી રહયું છે તેથી આજરોજ ચિત્રાવડ ગામ તથા આ કોઝવે ને અસર કરતા ગામોના લોકો આગેવાનો ખેડૂતો આ મોજ નદીના કોઝવે પર એકઠા થયેલ અને પોતાને પડતી તકલીફો મુશ્કેલીઓ લઈ ને ખખડધજ કોઝવે પર રામધૂન બોલીવી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને છેલ્લા ત્રણ વર્ષથી આ કોઝવે ખખડધજ હાલતમા છે.

Rajkot ગ્રામ્યમાં વરસાદને લઈ જામકંડોરણા અને ઉપલેટાને જોડતો કોઝવે તૂટયો,સ્થાનિકોએ ભજન કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદના કારણે નદીઓમાં પાણીની પુષ્કળ આવક
  • ઉપલેટાથી જામકંડોરણા તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ
  • કોઝ-વે તૂટી જતા અનેક ગામના લોકોને અસર

રાજકોટ જીલ્લાના જામકંડોરણાના ચિત્રાવડ ગામથી ખીરસરા ભાયાવદર, ઉપલેટા તથા ચિત્રાવડ ગામથી જામકંડોરણા તથા રાજકોટ જવાનો મુખ્ય માર્ગ અને મોજ નદી ઉપર બનાવેલ કોઝવે ધોવાઇ થઈ ગયેલ અને વાહનવ્યવહાર બંધ થતા લોકોને પડતી મુશ્કેલીઓથી લોકોમા રોષ ફેલાયો છે.સ્થળ પર ગ્રામજનોએ એકઠા થઈને રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર કર્યા.

દર વર્ષે આ સમસ્યા રહે છે

ઉપલેટાના મોજ નદીને જોડતો આ પુલ જે ઉપલેટા તથા જામકંડોરણા વચ્ચે આવેલ ચિત્રાવડ ગામ તથા ચિત્રાવડથી જામકંડોરણાથી રાજકોટ જવા માટેનો એક માત્ર આ માર્ગ છે અને બન્ને વચ્ચે આવેલ કોઝવે ની હાલ ઘણા વર્ષોથી જર્જરિત બિસ્માર હાલતમાં છે અને આ કોઝવે દર વર્ષે ધોવાઇ જાય છે તંત્ર દ્વારા દર વખતે માટી કામથી સાંધા કરવામા આવે છે પણ દર વર્ષે વધુ વરસાદ પડે તેથી આ કોઝવેનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયા પણ ધોવાણ થઈ જાય છે.


વાહન વ્યવહાર બંધ થઈ જાય છે

વાહન વ્યવહાર માટે 20 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.આ કોઝવે વ્યવસ્થિત રીતે અને ઉચો બનાવવા માટે તંત્રને અનેક વખત રજૂઆત કરેલ છે તેમ છત્તા તંત્રએ ધ્યાન આપ્યું નથી.રાહદારીઓને વિધાર્થીઓને ચાલી ને જવુ હોય તો જીવના જોખમે અવરજવર કરવું પડી રહયું છે.જામકંઠોરણા તાલુકાના ચિત્રાવડ પાટી, બરડીયા, ગુંનાદા સરી, જામ દાદર, મોજ ખીજડીયા,જામ,થોરાડા,ચરેલ,સાતોદળ,રાજપરા,કાનાવદાળા,બાલાપર,ખજુરડાજેવાગામડાઓતથાઉપલેટાતાલુકાનાખીરસરા,અરણી,વડાળી,પડવલા,ભાયાવદર,ખાખીજાળીયા,ખારચીયા,મોટીપાનેલી,ગીંગણી,સિદસર, જામજોધપુર ગામોથી સીધુ રાજકોટ જવા માટે તો આ મુખ્ય માર્ગ છે.


ઘણા વર્ષોથી આ સમસ્યા યથાવત

કોઝવે ખખડધજ હાલત મા હોય તેથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયેલ છે અને બસ માટે પણ વિધાર્થીઓને 20 કિલોમીટર ફરી ને જવુ પડે છે અથવા જીવના જોખમે લોકોને આ કોઝવે પરથી પસાર થવુ પડી રહયું છે તેથી આજરોજ ચિત્રાવડ ગામ તથા આ કોઝવે ને અસર કરતા ગામોના લોકો આગેવાનો ખેડૂતો આ મોજ નદીના કોઝવે પર એકઠા થયેલ અને પોતાને પડતી તકલીફો મુશ્કેલીઓ લઈ ને ખખડધજ કોઝવે પર રામધૂન બોલીવી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને છેલ્લા ત્રણ વર્ષથી આ કોઝવે ખખડધજ હાલતમા છે.