સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ઓવરબ્રિજમાં પડયા ગાબડા

ગોકુલ હોટલ પાસે ત્રિ-માર્ગીય બ્રિજમા પડયુ ગાબડું કરોડોના ખર્ચે બનેલ ઓવરબ્રિજમાં ફરી ગાબડાં અગાઉ દૂધરેજ પુલમાં પણ પડયા હતા ગાબડાં શહેરમાં લોકોની સુવિધા અને ટ્રાફિક અડચણ ના પડે તેને લઈ તંત્ર દ્વારા બ્રિજ બનાવવામાં આવે છે,આપે ઘણી વાર સાંભળ્યું હશે કે બ્રિજ ધરાશાયી થયો કે બ્રિજમાં ગાબડા પડયા આજે આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાં બની છે જેમાં હોટલ ગોકુલ પાસે આવેલ ત્રિ-માર્ગીય બ્રિજમાં ગાબડું પડતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે,બીજી તરફ તંત્રએ થિગડા મારીને સંતોષ માની લીધો છે. દુર્ઘટના થશે તો જવાબદાર કોણ અગાઉ પણ અનેક વખત બ્રિજમાં ગાબડા પડવાની ઘટના બની છે.બ્રિજ પર ગાબડા તો પડયા સાથે સાથે અમુક સાઈડો તરફ તિરાડો પણ પડી રહી છે,સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ પરથી રોજના હજારો લોકો અવરજવર કરતા હોય છે.દર વખતની જેમ તંત્ર ગાબડા પર થિગડા મારી દે છે,તો જે કોન્ટ્રાકટરે બ્રિજ બનાવ્યો છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.અને તેની બેદરકારી સ્થાનિકોને સહન કરવી પડે છે. 100 ગામને જોડતો બ્રિજ થયો હતો ધરાશાયી વસ્તડી અને ચુડા ગામ વચ્ચેનો મુખ્ય પુલ ધરાશાયી થતા દોડધામ મચી ગઇ હતી. ડમ્પર સહિત બે બાઈક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પુલ ધરાશાયી થતા લોકો ફસાયા હતા. ડમ્પર તેમજ બે બાઈક પણ પુલથી નીચે પટકાતા ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભોગાવો નદિ પરનો પુલ ધરાશાયી થતાં લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા.

સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ઓવરબ્રિજમાં પડયા ગાબડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોકુલ હોટલ પાસે ત્રિ-માર્ગીય બ્રિજમા પડયુ ગાબડું
  • કરોડોના ખર્ચે બનેલ ઓવરબ્રિજમાં ફરી ગાબડાં
  • અગાઉ દૂધરેજ પુલમાં પણ પડયા હતા ગાબડાં

શહેરમાં લોકોની સુવિધા અને ટ્રાફિક અડચણ ના પડે તેને લઈ તંત્ર દ્વારા બ્રિજ બનાવવામાં આવે છે,આપે ઘણી વાર સાંભળ્યું હશે કે બ્રિજ ધરાશાયી થયો કે બ્રિજમાં ગાબડા પડયા આજે આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાં બની છે જેમાં હોટલ ગોકુલ પાસે આવેલ ત્રિ-માર્ગીય બ્રિજમાં ગાબડું પડતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે,બીજી તરફ તંત્રએ થિગડા મારીને સંતોષ માની લીધો છે.

દુર્ઘટના થશે તો જવાબદાર કોણ

અગાઉ પણ અનેક વખત બ્રિજમાં ગાબડા પડવાની ઘટના બની છે.બ્રિજ પર ગાબડા તો પડયા સાથે સાથે અમુક સાઈડો તરફ તિરાડો પણ પડી રહી છે,સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ પરથી રોજના હજારો લોકો અવરજવર કરતા હોય છે.દર વખતની જેમ તંત્ર ગાબડા પર થિગડા મારી દે છે,તો જે કોન્ટ્રાકટરે બ્રિજ બનાવ્યો છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.અને તેની બેદરકારી સ્થાનિકોને સહન કરવી પડે છે.


100 ગામને જોડતો બ્રિજ થયો હતો ધરાશાયી

વસ્તડી અને ચુડા ગામ વચ્ચેનો મુખ્ય પુલ ધરાશાયી થતા દોડધામ મચી ગઇ હતી. ડમ્પર સહિત બે બાઈક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પુલ ધરાશાયી થતા લોકો ફસાયા હતા. ડમ્પર તેમજ બે બાઈક પણ પુલથી નીચે પટકાતા ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભોગાવો નદિ પરનો પુલ ધરાશાયી થતાં લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા.