સુરતમાં કપડાંનો ધંધો બરાબર નહિ ચાલતા વેપારી MD ડ્રગ્સના ધંધે ચઢ્યો

સુરતમાં 20 લાખના MD ડ્રગ્સ કેસમાં કાર્યવાહી થઇ સારોલી પોલીસની હદમાંથી MD ડ્રગ્સનો જથ્થો પકડાયો રઈસ કાલીયા સિદ્દીક ખાનને સહારા દરવાજા વિસ્તારમાંથી ઝડપી લીધો સુરતમાં સારોલી પોલીસની હદમાંથી રૂપિયા 20 લાખનો MD ડ્રગ્સનો જથ્થો પકડાવાના મામલે MD ડ્રગ્સ મંગાવનારને શહેર SOG પોલીસે ઝડપી પાડ્યો છે. રઈસ કાલીયા સિદ્દીક ખાનને સહારા દરવાજા વિસ્તારમાંથી ઝડપી લીધો છે. સુરતમાં 20 લાખના MD ડ્રગ્સ કેસમાં કાર્યવાહી થઇ આરોપીનો કપડાંનો ધંધો બરાબર નહિ ચાલતા MD ડ્રગ્સના ધંધે ચઢ્યો હતો. જેમાં સુરતમાં 20 લાખના MD ડ્રગ્સ કેસમાં કાર્યવાહી થઇ છે. સારોલી પોલીસની હદમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતુ. તાજેતરમાં જ વડોદરાના ભૂતડીઝાંપા બસસ્ટેન્ડ સામેના વિસ્તારમાં રૂપિયા 22 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા પેડલર ગુલામહૈદરે મુંબઇ જઇ ડ્રગ્સની ડિલિવરી લીધી હોવાની વિગતો ખૂલી હતી. હાથીખાના ખત્રીવાડના નાકે અત્તા એ નસીર બિલ્ડિંગના ત્રીજા માળે રહેતા ગુલામ હૈદર રફીકએહમદ શેખ ડ્રગ્સનો ધંધો કરતો હોવાની માહિતી એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાન્તને મળતાં પીઆઇ વીએસ પટેલ અને ટીમે દરોડો પાડી 22 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ગુલામ હૈદરને ઝડપી પાડયો હતો. ઝૂમકાર મારફતે ભાડાની કાર મંગાવી મુંબઇ ખેપ મારી હોવાની માહિતી ખૂલી પોલીસની ટીમ આરોપીને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી રહી હતી. જે દરમિયાન ગુલામ હૈદરે ઝૂમકાર મારફતે ભાડાની કાર મંગાવી મુંબઇ ખેપ મારી હોવાની માહિતી ખૂલી છે. ડ્રગ્સ લઇને બીજા દિવસે તે પાછો આવી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઇના મીરાં રોડ વિસ્તારમાં રહેતા રમેશ નામના સપ્લાયર પાસેથી શાનુ નામનો વચેટિયો ડ્રગ્સની ડિલિવરી લાવ્યો હતો અને આ ડ્રગ્સ તેણે ગુલામ હૈદરને આપ્યું હતું.જેથી પોલીસની ટીમ બંને ડ્રગ્સ સપ્લાયરને શોધવા માટે મુંબઇ પોલીસની મદદ લેશે.

સુરતમાં કપડાંનો ધંધો બરાબર નહિ ચાલતા વેપારી MD ડ્રગ્સના ધંધે ચઢ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં 20 લાખના MD ડ્રગ્સ કેસમાં કાર્યવાહી થઇ
  • સારોલી પોલીસની હદમાંથી MD ડ્રગ્સનો જથ્થો પકડાયો
  • રઈસ કાલીયા સિદ્દીક ખાનને સહારા દરવાજા વિસ્તારમાંથી ઝડપી લીધો

સુરતમાં સારોલી પોલીસની હદમાંથી રૂપિયા 20 લાખનો MD ડ્રગ્સનો જથ્થો પકડાવાના મામલે MD ડ્રગ્સ મંગાવનારને શહેર SOG પોલીસે ઝડપી પાડ્યો છે. રઈસ કાલીયા સિદ્દીક ખાનને સહારા દરવાજા વિસ્તારમાંથી ઝડપી લીધો છે.

સુરતમાં 20 લાખના MD ડ્રગ્સ કેસમાં કાર્યવાહી થઇ

આરોપીનો કપડાંનો ધંધો બરાબર નહિ ચાલતા MD ડ્રગ્સના ધંધે ચઢ્યો હતો. જેમાં સુરતમાં 20 લાખના MD ડ્રગ્સ કેસમાં કાર્યવાહી થઇ છે. સારોલી પોલીસની હદમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતુ. તાજેતરમાં જ વડોદરાના ભૂતડીઝાંપા બસસ્ટેન્ડ સામેના વિસ્તારમાં રૂપિયા 22 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા પેડલર ગુલામહૈદરે મુંબઇ જઇ ડ્રગ્સની ડિલિવરી લીધી હોવાની વિગતો ખૂલી હતી. હાથીખાના ખત્રીવાડના નાકે અત્તા એ નસીર બિલ્ડિંગના ત્રીજા માળે રહેતા ગુલામ હૈદર રફીકએહમદ શેખ ડ્રગ્સનો ધંધો કરતો હોવાની માહિતી એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાન્તને મળતાં પીઆઇ વીએસ પટેલ અને ટીમે દરોડો પાડી 22 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ગુલામ હૈદરને ઝડપી પાડયો હતો.

ઝૂમકાર મારફતે ભાડાની કાર મંગાવી મુંબઇ ખેપ મારી હોવાની માહિતી ખૂલી

પોલીસની ટીમ આરોપીને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી રહી હતી. જે દરમિયાન ગુલામ હૈદરે ઝૂમકાર મારફતે ભાડાની કાર મંગાવી મુંબઇ ખેપ મારી હોવાની માહિતી ખૂલી છે. ડ્રગ્સ લઇને બીજા દિવસે તે પાછો આવી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઇના મીરાં રોડ વિસ્તારમાં રહેતા રમેશ નામના સપ્લાયર પાસેથી શાનુ નામનો વચેટિયો ડ્રગ્સની ડિલિવરી લાવ્યો હતો અને આ ડ્રગ્સ તેણે ગુલામ હૈદરને આપ્યું હતું.જેથી પોલીસની ટીમ બંને ડ્રગ્સ સપ્લાયરને શોધવા માટે મુંબઇ પોલીસની મદદ લેશે.