સાબરકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરીના ગુનામાં 6 વર્ષથી નાસતો ફરતો શખ્સ પકડાયો

રાજસ્થાનના બસ્સી ગામ પાસે આવેલ એક હોટલ નજીકથી આરોપીને દબોચ્યો  સાબરકાંઠા જિલ્લાના 5 પોલીસ સ્ટેશનોમાં દારૂની હેરાફેરી એલસીબીના સ્ટાફે તપાસ હાથ ધરી ગુજરાતમાં મોટાપાયે ગેરકાયદેસર દારૂનો જથ્થો મોકલી આપતા એક શખ્સને સાબરકાંઠા એલસીબીએ બાતમીના આધારે શુક્રવારે રાજસ્થાનના બસ્સી ગામ પાસે આવેલ એક હોટલ નજીકથી ઝડપી લીધો હતો. પકડાયેલા આ શખ્સ વિરૂધ્ધ સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા બદલ 10થી વધુ ગુના નોંધાયા હતા. આમ એલસીબીએ 6 વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ અંગે એલસીબીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગુજરાતમાં મોટા પાયે ગેરકાયદેસર દારૂ મોકલી આપતા રાજસ્થાનના ભવરલાલ મેવાડા વિરૂધ્ધ 6 વર્ષ અગાઉ સાબરકાંઠા જિલ્લાના 5 પોલીસ સ્ટેશનોમાં દારૂની હેરાફેરી કરવા બદલ ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ આ ભવરલાલ પોલીસ પકડથી દુર રહેતો હતો. દરમિયાન સાબરકાંઠા એલસીબીને મળેલી બાતમી મુજબ તે રાજસ્થાનના બસ્સી ગામ નજીક આવેલ એક હોટલ બહાર ઉભો છે. જે આધારે એલસીબીના સ્ટાફે જઇને તપાસ કરતા સફેદ લેંગો અને ઝભ્ભામાં સજ્જ ભવરલાલ મેવાડાની શકને આધારે પૂછપરછ કરી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા તેની વિરૂધ્ધ ખેડબ્રહ્મા, વિજયનગર, તલોદ તથા અન્ય પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ અગાઉ ગુના નોંધાયા હતા. આ ઉપરાંત રાજયમાં અન્ય ઠેકાણે પણ દારૂ મોકલી આપવા સંબંધે 10થી વધુ ગુના નોંધાયેલા છે. ત્યારે સાબરકાંઠા એલસીબીએ 6 વર્ષથી નાસતા ફરતા ભવરલાલ મેવાડાને દબોચી લઇ હિંમતનગર એલસીબી કચેરીમાં લવાયા બાદ તેની વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાબરકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરીના ગુનામાં 6 વર્ષથી નાસતો ફરતો શખ્સ પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજસ્થાનના બસ્સી ગામ પાસે આવેલ એક હોટલ નજીકથી આરોપીને દબોચ્યો
  •  સાબરકાંઠા જિલ્લાના 5 પોલીસ સ્ટેશનોમાં દારૂની હેરાફેરી
  • એલસીબીના સ્ટાફે તપાસ હાથ ધરી

ગુજરાતમાં મોટાપાયે ગેરકાયદેસર દારૂનો જથ્થો મોકલી આપતા એક શખ્સને સાબરકાંઠા એલસીબીએ બાતમીના આધારે શુક્રવારે રાજસ્થાનના બસ્સી ગામ પાસે આવેલ એક હોટલ નજીકથી ઝડપી લીધો હતો. પકડાયેલા આ શખ્સ વિરૂધ્ધ સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા બદલ 10થી વધુ ગુના નોંધાયા હતા. આમ એલસીબીએ 6 વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

આ અંગે એલસીબીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગુજરાતમાં મોટા પાયે ગેરકાયદેસર દારૂ મોકલી આપતા રાજસ્થાનના ભવરલાલ મેવાડા વિરૂધ્ધ 6 વર્ષ અગાઉ સાબરકાંઠા જિલ્લાના 5 પોલીસ સ્ટેશનોમાં દારૂની હેરાફેરી કરવા બદલ ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ આ ભવરલાલ પોલીસ પકડથી દુર રહેતો હતો. દરમિયાન સાબરકાંઠા એલસીબીને મળેલી બાતમી મુજબ તે રાજસ્થાનના બસ્સી ગામ નજીક આવેલ એક હોટલ બહાર ઉભો છે. જે આધારે એલસીબીના સ્ટાફે જઇને તપાસ કરતા સફેદ લેંગો અને ઝભ્ભામાં સજ્જ ભવરલાલ મેવાડાની શકને આધારે પૂછપરછ કરી ઝડપી લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા તેની વિરૂધ્ધ ખેડબ્રહ્મા, વિજયનગર, તલોદ તથા અન્ય પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ અગાઉ ગુના નોંધાયા હતા. આ ઉપરાંત રાજયમાં અન્ય ઠેકાણે પણ દારૂ મોકલી આપવા સંબંધે 10થી વધુ ગુના નોંધાયેલા છે. ત્યારે સાબરકાંઠા એલસીબીએ 6 વર્ષથી નાસતા ફરતા ભવરલાલ મેવાડાને દબોચી લઇ હિંમતનગર એલસીબી કચેરીમાં લવાયા બાદ તેની વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.