શેઠના મકાનમાં ચોરી કરતા ચોરોને જોઈ નોકર દંપતી જીવ બચાવવા ચૂપચાપ જોતું રહ્યું

Image: Freepikવડોદરા સમા વિસ્તારમાં એક મકાનમાં પરોઢે ચારેક વાગ્યે શેઠના બંગલામાં ચોરી કરતા બે ચોરોને નોકર દંપતીએ નજરે જોયા હતા. પરંતુ જીવ બચાવવા ચૂપચાપ પડી રહ્યા હતા.       સમાના ઐયપા ગ્રાઉન્ડ નજીક સૈનિક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ખંડેલવાલ ગઈતા 26 મી એ સામાજિક પ્રસંગે બહારગામ ગયા હતા તે દરમિયાન તા 29 મે પરોઢે ચારેક વાગે તેમના મકાનમાં બે ચોર ઘૂસ્યા હતા. રાજેશભાઈના જમાઈએ પોલીસને કહ્યું છે કે, મારા સસરા ના મકાનમાં કમલેશભાઈ અને તેના પત્ની કામ કરતા હોય તેઓ હાજર હતા. મકાનમાં તૂટવાનો અવાજ આવતા બંને પતિ પત્ની જાગી ગયા હતા. આ વખતે મોટી દાઢી અને પાઘડી ધારી બે ચોરો ડિસમિસ અને લોખંડની ટમી સાથે નજરે પડ્યા હતા. જેથી તેઓ ચૂપચાપ પડી રહ્યા હતા અને ચોરો ગયા બાદ મને ફોન કર્યો હતો.     તપાસ કરતા ચોરો ત્રણેય માળમાં ફરી વળ્યા હતા અને રોકડા રૂ.70,000 ચોરી ગયા હતા. ત્રીજા માળની તિજોરી તૂટી ન હતી તેમજ બીજી પણ કોઈ ચીજો તેમના હાથમાં આવી ન હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શેઠના મકાનમાં ચોરી કરતા ચોરોને જોઈ નોકર દંપતી જીવ બચાવવા ચૂપચાપ જોતું રહ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image: Freepik

વડોદરા સમા વિસ્તારમાં એક મકાનમાં પરોઢે ચારેક વાગ્યે શેઠના બંગલામાં ચોરી કરતા બે ચોરોને નોકર દંપતીએ નજરે જોયા હતા. પરંતુ જીવ બચાવવા ચૂપચાપ પડી રહ્યા હતા.       

સમાના ઐયપા ગ્રાઉન્ડ નજીક સૈનિક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ખંડેલવાલ ગઈતા 26 મી એ સામાજિક પ્રસંગે બહારગામ ગયા હતા તે દરમિયાન તા 29 મે પરોઢે ચારેક વાગે તેમના મકાનમાં બે ચોર ઘૂસ્યા હતા. 

રાજેશભાઈના જમાઈએ પોલીસને કહ્યું છે કે, મારા સસરા ના મકાનમાં કમલેશભાઈ અને તેના પત્ની કામ કરતા હોય તેઓ હાજર હતા. મકાનમાં તૂટવાનો અવાજ આવતા બંને પતિ પત્ની જાગી ગયા હતા. આ વખતે મોટી દાઢી અને પાઘડી ધારી બે ચોરો ડિસમિસ અને લોખંડની ટમી સાથે નજરે પડ્યા હતા. જેથી તેઓ ચૂપચાપ પડી રહ્યા હતા અને ચોરો ગયા બાદ મને ફોન કર્યો હતો.     

તપાસ કરતા ચોરો ત્રણેય માળમાં ફરી વળ્યા હતા અને રોકડા રૂ.70,000 ચોરી ગયા હતા. ત્રીજા માળની તિજોરી તૂટી ન હતી તેમજ બીજી પણ કોઈ ચીજો તેમના હાથમાં આવી ન હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.