વાઘોડિયા પેટા ચૂંટણી : મુહૂર્ત સાચવવા ભાજપ ઉમેદવાર બાઇક પર ઉમેદવારી ફોર્મ ભરવા દોડ્યા

Waghodia By-Election : વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક પર BJPના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (Dharmendrasinh Vaghela) આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ ફોર્મ ભર્યું હતું. તે પહેલા તેમણે એક લાખની લિડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આમ તો ધર્મેન્દ્રસિંહ સમર્થકો સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને ફોર્મ ભરવા જઈ રહ્યા હતા. પરંતુ વિજય મુહૂર્ત સાચવવાનું હોવાથી તેઓ તાત્કાલિક અસરથી બાઈક પર સવાર થયા હતા અને તાલુકા સેવા સદન પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપતા ફરી ચૂંટણીવડોદરા લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ તંત્ર કમર કસી રહ્યું છે. વાઘોડિયા બેઠક પરના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા. આ વખતે ભાજપ દ્વારા તેમને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો સામે કોંગ્રેસ દ્વારા કનુ ગોહિલને તાજેતરમાં ઉમેદવાર જાહેર કર્યા છે. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્ર વાઘેલાનું વર્ષોથી વર્ચસ્વવાઘોડિયા વિધાનસભા બેઠકની ગત ચૂંટણી ભારે રસાકસી વાળી બની હતી. ભાજપે પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટીકીટ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. જે બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઇ હતી. તેઓ આજે વધુ એક વખત બેઠક માટે નામાંકન ભરવા જઇ રહ્યા છે.હું એક લાખ લીડથી જીતીશ : ધર્મેન્દ્રસિંહવાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવે છે કે, આજે માતા-પિતાના આશિર્વાદ લઇ, માં કુળદેવી અને હનુમાનજીના દર્શન કરી, ઘરેથી મહારૂદ્ર મહાદેવ માડોઘર જઇને પૂજા-અર્ચના કરીને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ જઇ નામાંકન ભફરશે. દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના વાઘોડિયા વિધાનસભાનો ડબલ ગતિથી વિકાસ થાય તે જનતા જાણે છે. આ વખતે મને અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને એક લાખની લીડથી વાઘોડિયા વિધાનસભાની જનતા જીતાડશે. કોંગ્રેસ આખા ગુજરાતમાં નહિ પણ દેશમાં કોઇ પણ જગ્યાએ નથી. તમામ વાઘોડિયાની જનતા જાણે છે, કોંગ્રેસને મત આપીને મત બગડવાનો છે. વાઘોડિયાની જનતા સમજૂ મતદારો છે અને ભાજપને મોટી લીડથી જીતાડશે.

વાઘોડિયા પેટા ચૂંટણી : મુહૂર્ત સાચવવા ભાજપ ઉમેદવાર બાઇક પર ઉમેદવારી ફોર્મ ભરવા દોડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Waghodia By-Election : વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક પર BJPના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (Dharmendrasinh Vaghela) આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ ફોર્મ ભર્યું હતું. તે પહેલા તેમણે એક લાખની લિડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આમ તો ધર્મેન્દ્રસિંહ સમર્થકો સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને ફોર્મ ભરવા જઈ રહ્યા હતા. પરંતુ વિજય મુહૂર્ત સાચવવાનું હોવાથી તેઓ તાત્કાલિક અસરથી બાઈક પર સવાર થયા હતા અને તાલુકા સેવા સદન પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપતા ફરી ચૂંટણી

વડોદરા લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ તંત્ર કમર કસી રહ્યું છે. વાઘોડિયા બેઠક પરના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા. આ વખતે ભાજપ દ્વારા તેમને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો સામે કોંગ્રેસ દ્વારા કનુ ગોહિલને તાજેતરમાં ઉમેદવાર જાહેર કર્યા છે. 


વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્ર વાઘેલાનું વર્ષોથી વર્ચસ્વ

વાઘોડિયા વિધાનસભા બેઠકની ગત ચૂંટણી ભારે રસાકસી વાળી બની હતી. ભાજપે પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટીકીટ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. જે બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઇ હતી. તેઓ આજે વધુ એક વખત બેઠક માટે નામાંકન ભરવા જઇ રહ્યા છે.

હું એક લાખ લીડથી જીતીશ : ધર્મેન્દ્રસિંહ

વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવે છે કે, આજે માતા-પિતાના આશિર્વાદ લઇ, માં કુળદેવી અને હનુમાનજીના દર્શન કરી, ઘરેથી મહારૂદ્ર મહાદેવ માડોઘર જઇને પૂજા-અર્ચના કરીને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ જઇ નામાંકન ભફરશે. દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના વાઘોડિયા વિધાનસભાનો ડબલ ગતિથી વિકાસ થાય તે જનતા જાણે છે. આ વખતે મને અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને એક લાખની લીડથી વાઘોડિયા વિધાનસભાની જનતા જીતાડશે. કોંગ્રેસ આખા ગુજરાતમાં નહિ પણ દેશમાં કોઇ પણ જગ્યાએ નથી. તમામ વાઘોડિયાની જનતા જાણે છે, કોંગ્રેસને મત આપીને મત બગડવાનો છે. વાઘોડિયાની જનતા સમજૂ મતદારો છે અને ભાજપને મોટી લીડથી જીતાડશે.