લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદ કલેકટર કચેરીએ સિંગલ વિન્ડો શરૂ કરાઈ

ઉમેદવારોએ ચૂંટણીલક્ષી સભા, પ્રચાર અને સરઘસ માટે મંજૂરી લેવાની રહેશે, સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કર્યાના પ્રથમ દિવસે સરઘસ રેલી માટે 18 અરજીઓ આવી હતી જેની ચકાસણી કર્યા બાદ મંજૂરી આપવામાં આવી આ સિવાય ચૂંટણી પ્રચાર માટેના હોર્ડિંગ્સ લગાવવા માટેની 43 અરજીઓ આવી દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન પૂર્ણ થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કક્ષાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજનપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના લોકસભા બેઠક વિસ્તારોમાં રાજકીય પક્ષોને જાહેર સભા, સરઘસ, રેલીઓનું આયોજન, લાઉડસ્પિકરના ઉપયોગ અંગે પરવાનગી આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. બે દિવસ અરજીની પ્રોસેસ કરવી ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ અંગેની 4 વાહનો માટેની અરજી અમદાવાદ જિલ્લા કલેકટર પાસે આવી હતી જેને ચકાસણી કર્યા બાદ પરવાનગી આપવામાં આવી છે આ સાથે જ લોકસભાની ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે શાળાઓ તેમજ કોલેજોમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ઉમેદવારોએ કોઈપણ રાજકીય કાર્યક્રમની મંજૂરી લેવી પડશે જેના માટે ઉમેદવારોએ કાર્યક્રમના 48 કલાક પહેલા અરજી કરવાની રહેશે. વિન્ડસ્ક્રીન લગાવવુ ફરજિયાત લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ જિલ્લા ચૂંટણી તંત્ર એક્શનના મોડમાં આવી ગયેલું જોવાં મળ્યું છે. આચારસંહિતાની અમલવારી માટે કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામાં પણ પસાર કરાયા છે. આ દરમિયાન આગામી દિવસોમાં ઉમેદવારી પત્રકો ભરાવવાની કામગીરી પણ યોજાશે ત્યારથી લઈને મતદાનના દિવસ સુધી ઉમેદવારો દ્વારા પણ આચારસંહિતાનો ભંગ ના થાય તેની તકેદારી ચૂંટણીપંચ દ્વારા રાખવામાં ‌આવતી હોય છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલાં ઉમેદવારોએ પણ તંત્રની પૂર્વ મંજૂરી વગર ચૂંટણી પ્રચાર અર્થે વાહનનો ઉપયોગ કરી શકશે નહી. આ ઉપરાંત વાહન વપરાશ માટે મેળવેલ પરમિટને વિન્ડસ્ક્રીન પર લગાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે.

લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદ કલેકટર કચેરીએ સિંગલ વિન્ડો શરૂ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉમેદવારોએ ચૂંટણીલક્ષી સભા, પ્રચાર અને સરઘસ માટે મંજૂરી લેવાની રહેશે, સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કર્યાના
  • પ્રથમ દિવસે સરઘસ રેલી માટે 18 અરજીઓ આવી હતી જેની ચકાસણી કર્યા બાદ મંજૂરી આપવામાં આવી
  • આ સિવાય ચૂંટણી પ્રચાર માટેના હોર્ડિંગ્સ લગાવવા માટેની 43 અરજીઓ આવી

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન પૂર્ણ થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કક્ષાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજનપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના લોકસભા બેઠક વિસ્તારોમાં રાજકીય પક્ષોને જાહેર સભા, સરઘસ, રેલીઓનું આયોજન, લાઉડસ્પિકરના ઉપયોગ અંગે પરવાનગી આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

બે દિવસ અરજીની પ્રોસેસ કરવી

ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ અંગેની 4 વાહનો માટેની અરજી અમદાવાદ જિલ્લા કલેકટર પાસે આવી હતી જેને ચકાસણી કર્યા બાદ પરવાનગી આપવામાં આવી છે આ સાથે જ લોકસભાની ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે શાળાઓ તેમજ કોલેજોમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ઉમેદવારોએ કોઈપણ રાજકીય કાર્યક્રમની મંજૂરી લેવી પડશે જેના માટે ઉમેદવારોએ કાર્યક્રમના 48 કલાક પહેલા અરજી કરવાની રહેશે.

વિન્ડસ્ક્રીન લગાવવુ ફરજિયાત

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ જિલ્લા ચૂંટણી તંત્ર એક્શનના મોડમાં આવી ગયેલું જોવાં મળ્યું છે. આચારસંહિતાની અમલવારી માટે કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામાં પણ પસાર કરાયા છે. આ દરમિયાન આગામી દિવસોમાં ઉમેદવારી પત્રકો ભરાવવાની કામગીરી પણ યોજાશે ત્યારથી લઈને મતદાનના દિવસ સુધી ઉમેદવારો દ્વારા પણ આચારસંહિતાનો ભંગ ના થાય તેની તકેદારી ચૂંટણીપંચ દ્વારા રાખવામાં ‌આવતી હોય છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલાં ઉમેદવારોએ પણ તંત્રની પૂર્વ મંજૂરી વગર ચૂંટણી પ્રચાર અર્થે વાહનનો ઉપયોગ કરી શકશે નહી. આ ઉપરાંત વાહન વપરાશ માટે મેળવેલ પરમિટને વિન્ડસ્ક્રીન પર લગાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે.