કાલે 5 વાગ્યા સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચે :કરણસિંહ ચાવડા

સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થશેઃ કરણસિંહ અમારૂ આંદોલન પરશોત્તમ રૂપાલા સામે છેઃ કરણસિંહ આ આંદોલન ભાજપ સામે નથી રૂપાલા સામે છે : કરણસિંહ આજે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન બેઠક સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. જે બેઠક બાદ ક્ષત્રિય સમાજ આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમે હવે કોઇ મિટિંગ કરવાના નથી અને કાલે 5 વાગ્યા સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચે. રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી. આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માંગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે. તેવી જ ક્ષત્રિય સમાજની માગ રહી છે. રાજકોટમાં 400 અપક્ષ ઉમેદવારી નોંધવશેબેઠક બાદ કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમારી માતાઓ આજે અહીંયા રડી પડી છે. કાલે 5 વાગ્યા સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચે. નહીં કરે તો માતાઓએ આત્મદાહ કરવાની ચીમકી આપી છે. ક્ષત્રિય સમાજ એક જ છે. તેમજ ચર્ચા માટે 15 આગેવાન ભેગા થાય તેનો અર્થ ઊંધો ન લેવો જોઇએ. રાજકોટમાં 400 લોકો ઉમેદવારી નોંધાવીશું અને 400 ભાઇ બહેનો અપક્ષ ઉમેદવારી કરશે.ઉમેદવાર ન બદલશે તો 26 બેઠકો પર અસર જોવા મળશેઆ સાથે જ ક્ષત્રિય સમાજ આગેવાન કરણસિંહે કહ્યું કે, કોઇ રાજકીય પક્ષ એવો નથી અમને દબાણ કરી શકે. સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થશે. અમારૂ આંદોલન પરશોત્તમ રૂપાલા સામે છે. આ આંદોલન ભાજપ સામે નથી રૂપાલા સામે છે. ઘર ઘર સુધી પહોંચી રૂપાલાનો વિરોધ કરીશું. જો નહીં માનો તો ગુજરાતની 26 બેઠક પર એના પરિણામ આવશે. તેમજ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમારી સમક્ષ રજૂઆત કરી હતી કે, પુરુષોત્તમ રૂપાલાએ ત્રણ વાર માફી માંગી છે. ક્ષમા આપવામાં માનનારો આ સમાજ છે. ભૂતકાળમાં પણ માફી માંગી છે. અમે તેમના વતી અપીલ કરીએ છીએ કે, પુરુષોત્તમ રૂપાલાને માફી આપવી જોઈએ. પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ આપવામાં આવે તે અભિપ્રાય બદલવા સમાજને જણાવ્યું હતું.

કાલે 5 વાગ્યા સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચે :કરણસિંહ ચાવડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થશેઃ કરણસિંહ
  • અમારૂ આંદોલન પરશોત્તમ રૂપાલા સામે છેઃ કરણસિંહ
  • આ આંદોલન ભાજપ સામે નથી રૂપાલા સામે છે : કરણસિંહ 

આજે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન બેઠક સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. જે બેઠક બાદ ક્ષત્રિય સમાજ આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમે હવે કોઇ મિટિંગ કરવાના નથી અને કાલે 5 વાગ્યા સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચે.

રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી. આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માંગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે. તેવી જ ક્ષત્રિય સમાજની માગ રહી છે.

રાજકોટમાં 400 અપક્ષ ઉમેદવારી નોંધવશે
બેઠક બાદ કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમારી માતાઓ આજે અહીંયા રડી પડી છે. કાલે 5 વાગ્યા સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચે. નહીં કરે તો માતાઓએ આત્મદાહ કરવાની ચીમકી આપી છે. ક્ષત્રિય સમાજ એક જ છે. તેમજ ચર્ચા માટે 15 આગેવાન ભેગા થાય તેનો અર્થ ઊંધો ન લેવો જોઇએ. રાજકોટમાં 400 લોકો ઉમેદવારી નોંધાવીશું અને 400 ભાઇ બહેનો અપક્ષ ઉમેદવારી કરશે.

ઉમેદવાર ન બદલશે તો 26 બેઠકો પર અસર જોવા મળશે
આ સાથે જ ક્ષત્રિય સમાજ આગેવાન કરણસિંહે કહ્યું કે, કોઇ રાજકીય પક્ષ એવો નથી અમને દબાણ કરી શકે. સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થશે. અમારૂ આંદોલન પરશોત્તમ રૂપાલા સામે છે. આ આંદોલન ભાજપ સામે નથી રૂપાલા સામે છે. ઘર ઘર સુધી પહોંચી રૂપાલાનો વિરોધ કરીશું. જો નહીં માનો તો ગુજરાતની 26 બેઠક પર એના પરિણામ આવશે.

તેમજ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમારી સમક્ષ રજૂઆત કરી હતી કે, પુરુષોત્તમ રૂપાલાએ ત્રણ વાર માફી માંગી છે. ક્ષમા આપવામાં માનનારો આ સમાજ છે. ભૂતકાળમાં પણ માફી માંગી છે. અમે તેમના વતી અપીલ કરીએ છીએ કે, પુરુષોત્તમ રૂપાલાને માફી આપવી જોઈએ. પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ આપવામાં આવે તે અભિપ્રાય બદલવા સમાજને જણાવ્યું હતું.