લૂંટારૂઓએ ગુનાને અંજામ આપવા માટે સ્કૂટરમાં બનાવટી નંબર પ્લેટ લગાવી હતી

અમદાવાદ,ગુરૂવારએલિસબ્રીજ જીમખાના પાસે બુધવારે સાંજે સ્કૂટર પર આવેલા બે લૂંટારૂઓએ  આંગડિયા પેઢીના બે કર્મચારીઓને આંતરીને રૂપિયા ૪૦ લાખની લૂંટ કરી હતી. આ બનાવને ૨૪ કલાકનો સમય પસાર થયા બાદ પણ પોલીસને હજુ સુધી નક્કર કડી મળી નથી. જો કે ૨૫૦ જેટલા સીસીટીવી તપાસ્યા હતા. જેમાં સ્કૂટરનો રજીસ્ટ્રેશન નંબર બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી હવે લૂંટના કેસ સાથે સંડોવાયેલી અન્ય ગેંગની તપાસ શરૂ કરી છે. સી જી રોડ પર આવેલા આર. કાતીલાલ આંગડિયા પેઢીના કર્મચારી મનોજ પટેલ અને બાબુભાઇ પ્રજાપતિ બુધવારે સાંજના સમયે રિક્ષામાં  ૬૫ લાખની રોકડ લઇને  એલિસબ્રીજ જીમખાના પાસેથી જતા હતા ત્યારે  સ્કૂટર પર આવેલા બે યુવકોએ રસ્તામાં  રિક્ષા આંતરીને લૂંટ કરી હતી. જેમાં ૪૦ લાખની રોકડ ભરેલો થેલો લઇને નાસી ગયા હતા. જ્યારે ૨૫ લાખ રોકડ ભરેલો થેલો છુટી ગયો હતો. આ કેસની તપાસમાં ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસે ૨૫૦ જેટલા સીસીટીવી તપાસ્યા હતા. જેમાં સ્કૂટરનો નંબર તપાસતા તે બનાવટી હોવાનુ ંજાણવા મળ્યું હતું.આ અંગે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના પીઆઇ  બી ડી ઝાલરિયાએ જણાવ્યું કે  પ્રાથમિક તપાસમાં આ સ્કૂટર ચોરી હોવાની શક્યતા છે. હાલ સીસીટીવીને કડી શોધવામાં આવી રહી છે.  આ સાથે પોલીસે આંગડિયા લૂંટના ગુનામાં સંડોવાયેલી રાજ્યની તેમજ આંતર રાજ્ય ગેંગની તપાસ કરવામાં આવી રહી છે.

લૂંટારૂઓએ ગુનાને અંજામ આપવા માટે સ્કૂટરમાં  બનાવટી નંબર પ્લેટ લગાવી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

એલિસબ્રીજ જીમખાના પાસે બુધવારે સાંજે સ્કૂટર પર આવેલા બે લૂંટારૂઓએ  આંગડિયા પેઢીના બે કર્મચારીઓને આંતરીને રૂપિયા ૪૦ લાખની લૂંટ કરી હતી. આ બનાવને ૨૪ કલાકનો સમય પસાર થયા બાદ પણ પોલીસને હજુ સુધી નક્કર કડી મળી નથી. જો કે ૨૫૦ જેટલા સીસીટીવી તપાસ્યા હતા. જેમાં સ્કૂટરનો રજીસ્ટ્રેશન નંબર બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી હવે લૂંટના કેસ સાથે સંડોવાયેલી અન્ય ગેંગની તપાસ શરૂ કરી છે. સી જી રોડ પર આવેલા આર. કાતીલાલ આંગડિયા પેઢીના કર્મચારી મનોજ પટેલ અને બાબુભાઇ પ્રજાપતિ બુધવારે સાંજના સમયે રિક્ષામાં  ૬૫ લાખની રોકડ લઇને  એલિસબ્રીજ જીમખાના પાસેથી જતા હતા ત્યારે  સ્કૂટર પર આવેલા બે યુવકોએ રસ્તામાં  રિક્ષા આંતરીને લૂંટ કરી હતી. જેમાં ૪૦ લાખની રોકડ ભરેલો થેલો લઇને નાસી ગયા હતા. જ્યારે ૨૫ લાખ રોકડ ભરેલો થેલો છુટી ગયો હતો. આ કેસની તપાસમાં ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસે ૨૫૦ જેટલા સીસીટીવી તપાસ્યા હતા. જેમાં સ્કૂટરનો નંબર તપાસતા તે બનાવટી હોવાનુ ંજાણવા મળ્યું હતું.

આ અંગે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના પીઆઇ  બી ડી ઝાલરિયાએ જણાવ્યું કે  પ્રાથમિક તપાસમાં આ સ્કૂટર ચોરી હોવાની શક્યતા છે. હાલ સીસીટીવીને કડી શોધવામાં આવી રહી છે.  આ સાથે પોલીસે આંગડિયા લૂંટના ગુનામાં સંડોવાયેલી રાજ્યની તેમજ આંતર રાજ્ય ગેંગની તપાસ કરવામાં આવી રહી છે.