રોકાણના નામે સ્કાયમીટ રિચાર્જ કંપનીના સંંચાલકો દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી

અમદાવાદ,ગુરૂવારઅમદાવાદમાં રહેતા દંપતિ સહિત ત્રણ લોકોએ સ્કાયમીટ રિચાર્જ લીમીટેડ કંપનીમાં રોકાણની સામે તેટલી જ રકમના શેર અપાવવાનું કહીને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે.  લોકો સાથે છેતરપિંડી કરવા માટે આરાપીઓએ કંપનીની વેબસાઇટમાં અનેક ખોટી માહિતી દર્શાવી હતી અને સમગ્ર દેશમાં કંપની મોટાપ્રમાણમાં નેટવર્ક દ્વારા ધંધો કરશે તેવી ખાતરી પણ  આપી હતી. આ કેસની તપાસમાં  અનેક ચોંકાવનારા ખુલાસા થવાની  શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. શહેરના શાહીબાગમાં આવેલા નીલકંઠ રિવરવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રભાતભાઇ સોમાણીએ  ડેટા એનાલીસીસનું કામ કરે છે. જે છેલ્લાં દોઢ વર્ષથી મનીષ ગોસ્વામી નામના વ્યક્તિ સાથે  ધંધાકીય કારણસર સંપર્કમા ંહતા. જે ઇસનપુરમાં આવેલા રાધે કિશન પાર્કમાં સ્કાયમેટ રિચાર્જ વાલે પ્રાઇવેટ લીમીડેટના પ્રમોટર હતા. ગત ફેબુ્રઆરી ૨૦૨૪માં  મનીષ ગોસ્વામીએ જણાવ્યું હતું કે તેમની કંપની બજારમાં આઇપીઓ લાવી રહી છે અને તેમની કંપની ભારતભરમાં મોટાપ્રમાણમાં નેટવર્ક ઉભુ કરવાની છે. જેથી નફો વધશે. જેથી રોકાણ માટે બે કરોડ રૂપિયાની જરૂર છે. જેની સામે તે કંપનીના બે કરોડની શેર આપશે. જેથી વિશ્વાસ કરીને પ્રભાતભાઇએ તેમને બે કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ, મનીષે જણાવ્યું હતું કે આ બે કરોડ રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર થયા જ નથી. જેથી પ્રભાતભાઇએ તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું હતું કે  મનીષે તેના ખાતામાં જમા થયેલા નાણાં અલગ અલગ સમયે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.  વધુ તપાસ કરતા ચોંકાવનારી માહિતી મળી હતી કે મનીષે આઇપીઓના નામે અન્ય લોકો સાથે પણ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.  મનીષ ગોસ્વામી સાથે તેની પત્ની  રેખા ગોસ્વામી અને પકંજ ગાલા નામનો વ્યક્તિ પણ કંપની સાથે જોડાયેલા હતા. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રોકાણના નામે સ્કાયમીટ રિચાર્જ કંપનીના સંંચાલકો દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદમાં રહેતા દંપતિ સહિત ત્રણ લોકોએ સ્કાયમીટ રિચાર્જ લીમીટેડ કંપનીમાં રોકાણની સામે તેટલી જ રકમના શેર અપાવવાનું કહીને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે.  લોકો સાથે છેતરપિંડી કરવા માટે આરાપીઓએ કંપનીની વેબસાઇટમાં અનેક ખોટી માહિતી દર્શાવી હતી અને સમગ્ર દેશમાં કંપની મોટાપ્રમાણમાં નેટવર્ક દ્વારા ધંધો કરશે તેવી ખાતરી પણ  આપી હતી. આ કેસની તપાસમાં  અનેક ચોંકાવનારા ખુલાસા થવાની  શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. શહેરના શાહીબાગમાં આવેલા નીલકંઠ રિવરવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રભાતભાઇ સોમાણીએ  ડેટા એનાલીસીસનું કામ કરે છે. જે છેલ્લાં દોઢ વર્ષથી મનીષ ગોસ્વામી નામના વ્યક્તિ સાથે  ધંધાકીય કારણસર સંપર્કમા ંહતા. જે ઇસનપુરમાં આવેલા રાધે કિશન પાર્કમાં સ્કાયમેટ રિચાર્જ વાલે પ્રાઇવેટ લીમીડેટના પ્રમોટર હતા. ગત ફેબુ્રઆરી ૨૦૨૪માં  મનીષ ગોસ્વામીએ જણાવ્યું હતું કે તેમની કંપની બજારમાં આઇપીઓ લાવી રહી છે અને તેમની કંપની ભારતભરમાં મોટાપ્રમાણમાં નેટવર્ક ઉભુ કરવાની છે. જેથી નફો વધશે. જેથી રોકાણ માટે બે કરોડ રૂપિયાની જરૂર છે. જેની સામે તે કંપનીના બે કરોડની શેર આપશે. જેથી વિશ્વાસ કરીને પ્રભાતભાઇએ તેમને બે કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ, મનીષે જણાવ્યું હતું કે આ બે કરોડ રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર થયા જ નથી. જેથી પ્રભાતભાઇએ તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું હતું કે  મનીષે તેના ખાતામાં જમા થયેલા નાણાં અલગ અલગ સમયે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.  વધુ તપાસ કરતા ચોંકાવનારી માહિતી મળી હતી કે મનીષે આઇપીઓના નામે અન્ય લોકો સાથે પણ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.  મનીષ ગોસ્વામી સાથે તેની પત્ની  રેખા ગોસ્વામી અને પકંજ ગાલા નામનો વ્યક્તિ પણ કંપની સાથે જોડાયેલા હતા. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.