Valsadની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા લોકોનું કરાયું સ્થળાંતર

કશ્મીરનગર વિસ્તારમાંથી 150થી વધુનું સ્થળાંતર ઉપરવાસમાં વરસાદથી ઔરંગા નદીમાં પાણીની આવક સતત પાણીની આવકથી હેઠવાસના લોકોને એલર્ટ કરાયા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભાઈજાનક સપાટી વટાવતા વલસાડના વહીવટી તંત્રએ વલસાડના કશ્મીર નગર વિસ્તારમાંથી 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ઔરંગા નદીના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસતા વલસાડના વહીવટી તંત્ર અલગ અલગ ટીમો સાથે નીચાણવાળા વિસ્તારોમાં જઈને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથધરી છે. અંડરપાસ પણ બંધ કરાયા વલસાડ શહેરમાં મોડી રાતથી અત્યાર સુધી 4.4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના મુખ્યઅંદર પાસ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડયો છે વલસાડ શહેરના મોગરાવાડી અંડર પાસ તેમજ 40 ગામને જોડતો છીપડનો અંડર પાસ બંધ થઈ જતા વલસાડ શહેર તેમજ ખેરગામ તાલુકા થી આવતા જતા લોકોને 10 થી 15 કિલોમીટરનો ચકરાવો કરવો પડયો. વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મધુબન ડેમમાંથી 97540 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.ડેમના 10 દરવાજા 2 મીટર ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.મધુબન ડેમમાંથી દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.મધુબન ડેમની જળ સપાટી 76.25 મીટરે પહોંચી છે.વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નાના ચેકડેમો તેમજ નદી-નાળા છલકાઈ ગયા છે. વલસાડમાં સૌથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા વલસાડ જિલ્લાની વાત કરીએ તો, વાપીમાં 13 ઈંચ, કપરાડા અને પારડીમાં 12 ઈંચ, ધરમપુરમાં 9 ઈંચ, વલસાડમાં 7.6 ઈંચ અને ઉમરગાંવમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભરૂચ, સુરત, ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલલ્લી, મહીસાગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

Valsadની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા લોકોનું કરાયું સ્થળાંતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કશ્મીરનગર વિસ્તારમાંથી 150થી વધુનું સ્થળાંતર
  • ઉપરવાસમાં વરસાદથી ઔરંગા નદીમાં પાણીની આવક
  • સતત પાણીની આવકથી હેઠવાસના લોકોને એલર્ટ કરાયા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભાઈજાનક સપાટી વટાવતા વલસાડના વહીવટી તંત્રએ વલસાડના કશ્મીર નગર વિસ્તારમાંથી 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ઔરંગા નદીના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસતા વલસાડના વહીવટી તંત્ર અલગ અલગ ટીમો સાથે નીચાણવાળા વિસ્તારોમાં જઈને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથધરી છે.

અંડરપાસ પણ બંધ કરાયા

વલસાડ શહેરમાં મોડી રાતથી અત્યાર સુધી 4.4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના મુખ્યઅંદર પાસ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડયો છે વલસાડ શહેરના મોગરાવાડી અંડર પાસ તેમજ 40 ગામને જોડતો છીપડનો અંડર પાસ બંધ થઈ જતા વલસાડ શહેર તેમજ ખેરગામ તાલુકા થી આવતા જતા લોકોને 10 થી 15 કિલોમીટરનો ચકરાવો કરવો પડયો.


વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મધુબન ડેમમાંથી 97540 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.ડેમના 10 દરવાજા 2 મીટર ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.મધુબન ડેમમાંથી દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.મધુબન ડેમની જળ સપાટી 76.25 મીટરે પહોંચી છે.વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નાના ચેકડેમો તેમજ નદી-નાળા છલકાઈ ગયા છે.


વલસાડમાં સૌથી વધુ વરસાદ

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા વલસાડ જિલ્લાની વાત કરીએ તો, વાપીમાં 13 ઈંચ, કપરાડા અને પારડીમાં 12 ઈંચ, ધરમપુરમાં 9 ઈંચ, વલસાડમાં 7.6 ઈંચ અને ઉમરગાંવમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભરૂચ, સુરત, ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલલ્લી, મહીસાગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.