Vadodara: ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન

નવલખી મેદાન ખાતેથી નીકળી તિરંગા યાત્રા દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકી સોની યાત્રામાં જોડાયા સામાજિક સંસ્થાઓ, વિવિધ સંગઠનો યાત્રામાં જોડાયા વડોદરા શહેરમાં આજે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રા નીકળી છે. કીર્તિ સ્થંભ, ભગતસિંહ ચોક થઈ ગાંધીનગર ગૃહ ખાતે તિરંગા યાત્રાનું સમાપન થશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી ઉપસ્થિત છે. શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4:00 વાગ્યે તિરંગા યાત્રા શરૂ થઈ છે. જે કીર્તિસ્થંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાયમંદિર, સુરસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે. સામાજિક સંસ્થાઓના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર સ્વેચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા છે. યાત્રામાં જોડાનાર તમામ લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે. તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રાના રૂટને અનુલક્ષીને પોલીસ દ્વારા નો-પાર્કિંગ તથા નો-એન્ટ્રી જાહેર કરવામાં આવેલ છે. આ યાત્રાના રૂટ તરફ આવતા તમામ માર્ગો પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો-પાર્કિંગ માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. સ્થાનિકોને અગવડ ન પડે તે માટે જાહેરનામું જાહેરનામા અનુસાર, 12, ઓગસ્ટ, સોમવારે સાંજે 4 વાગે તિરંગા યાત્રા શરૂ થઈ છે. જેમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અનેક VIP જોડાયા છે. આ યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નિકળીને રાજમહેલ કિર્તિસ્થંભ સર્કલ, માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક, લાલ કોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા થઇ મહાત્મા ગાંધીનગર ગૃહ આવીને પૂર્ણ થશે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે સાંજે 4 વાગ્યાથી લાગુ થઇ યાત્રા કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.

Vadodara: ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવલખી મેદાન ખાતેથી નીકળી તિરંગા યાત્રા
  • દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકી સોની યાત્રામાં જોડાયા
  • સામાજિક સંસ્થાઓ, વિવિધ સંગઠનો યાત્રામાં જોડાયા

વડોદરા શહેરમાં આજે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રા નીકળી છે. કીર્તિ સ્થંભ, ભગતસિંહ ચોક થઈ ગાંધીનગર ગૃહ ખાતે તિરંગા યાત્રાનું સમાપન થશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે.

વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી ઉપસ્થિત છે. શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4:00 વાગ્યે તિરંગા યાત્રા શરૂ થઈ છે. જે કીર્તિસ્થંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાયમંદિર, સુરસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે.

સામાજિક સંસ્થાઓના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર

સ્વેચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા છે. યાત્રામાં જોડાનાર તમામ લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે. તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રાના રૂટને અનુલક્ષીને પોલીસ દ્વારા નો-પાર્કિંગ તથા નો-એન્ટ્રી જાહેર કરવામાં આવેલ છે. આ યાત્રાના રૂટ તરફ આવતા તમામ માર્ગો પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો-પાર્કિંગ માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

સ્થાનિકોને અગવડ ન પડે તે માટે જાહેરનામું

જાહેરનામા અનુસાર, 12, ઓગસ્ટ, સોમવારે સાંજે 4 વાગે તિરંગા યાત્રા શરૂ થઈ છે. જેમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અનેક VIP જોડાયા છે. આ યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નિકળીને રાજમહેલ કિર્તિસ્થંભ સર્કલ, માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક, લાલ કોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા થઇ મહાત્મા ગાંધીનગર ગૃહ આવીને પૂર્ણ થશે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે સાંજે 4 વાગ્યાથી લાગુ થઇ યાત્રા કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.