Navsari જિલ્લામાં ભારે વરસાદ, પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈગણદેવીના MLA નરેશ પટેલે અંબિકા નદી પર જઈ કર્યુ નિરિક્ષણ અંબિકા નદી ભયજનક સપાટી વટાવીને 32 ફૂટે પહોંચી નવસારી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હવે જિલ્લાની કેટલીક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે અંબિકા નદી પર જઈને સ્થિતિનું નિરિક્ષણ કર્યુ છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ ઉપર વાસ તેમજ નવસારી જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે. ગણદેવીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા અંબિકા નદી ઉપર જઈને નદીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કિનારાના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી. તમને જણાવી દઈએ કે અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ ઉપર હાલ વહી રહી છે, ત્યારે નિચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ તમને જણાવી દઈએ કે રાજ્યમાં ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે. રાજ્યના 357 રસ્તાઓ વરસાદના કારણે બંધ હાલતમાં છે. તેમજ રાજ્યમાં 2 નેશનલ હાઈવે પર પણ વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. રાજ્યના 21 સ્ટેટ હાઈવે તથા 305 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ છે. વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગ મકાન પંચાયત હસ્તકના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થતાં મોટુ નુકસાન થયુ છે. તાપીમાં ભારે વરસાદથી વાલ્મિકી નદીમાં ફસાયેલા પશુપાલકોને એરલિફ્ટ કરાયા બીજી તરફ તાપીમાં ભારે વરસાદને પગલે વાલોડની વાલ્મીકિ નદીમાં 3 પશુ પાલકો અને તેમના પશુઓ ફસાઈ ગયા હતા. જેમને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરવામાં આવ્યા છે. 3 પશુ પાલકો તેમના પશુઓ સાથે વાલ્મીકિ નદીના વચ્ચેના વિસ્તારમાં ફસાયા હતા. તાપીમાં ભારે વરસાદથી વાલ્મિકી નદીનું જળસ્તર સતત વધ્યુ છે. જેને લઈને નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

Navsari જિલ્લામાં ભારે વરસાદ, પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ
  • ગણદેવીના MLA નરેશ પટેલે અંબિકા નદી પર જઈ કર્યુ નિરિક્ષણ
  • અંબિકા નદી ભયજનક સપાટી વટાવીને 32 ફૂટે પહોંચી

નવસારી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હવે જિલ્લાની કેટલીક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે અંબિકા નદી પર જઈને સ્થિતિનું નિરિક્ષણ કર્યુ છે.

નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ

ઉપર વાસ તેમજ નવસારી જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે. ગણદેવીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા અંબિકા નદી ઉપર જઈને નદીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કિનારાના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી. તમને જણાવી દઈએ કે અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ ઉપર હાલ વહી રહી છે, ત્યારે નિચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરી છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ

તમને જણાવી દઈએ કે રાજ્યમાં ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે. રાજ્યના 357 રસ્તાઓ વરસાદના કારણે બંધ હાલતમાં છે. તેમજ રાજ્યમાં 2 નેશનલ હાઈવે પર પણ વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. રાજ્યના 21 સ્ટેટ હાઈવે તથા 305 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ છે. વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગ મકાન પંચાયત હસ્તકના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થતાં મોટુ નુકસાન થયુ છે.

તાપીમાં ભારે વરસાદથી વાલ્મિકી નદીમાં ફસાયેલા પશુપાલકોને એરલિફ્ટ કરાયા

બીજી તરફ તાપીમાં ભારે વરસાદને પગલે વાલોડની વાલ્મીકિ નદીમાં 3 પશુ પાલકો અને તેમના પશુઓ ફસાઈ ગયા હતા. જેમને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરવામાં આવ્યા છે. 3 પશુ પાલકો તેમના પશુઓ સાથે વાલ્મીકિ નદીના વચ્ચેના વિસ્તારમાં ફસાયા હતા. તાપીમાં ભારે વરસાદથી વાલ્મિકી નદીનું જળસ્તર સતત વધ્યુ છે. જેને લઈને નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.