Gujarat Rain: તાપીમાં ભારે વરસાદથી વાલ્મિકી નદીમાં ફસાયેલા પશુપાલકોને એરલિફ્ટ કરાયા

નદીનું જળસ્તર વધતાં તેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા ત્રણ લોકોને એરલિફ્ટ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી ભારે વરસાદથી તાપીના નેશનલ હાઇવે પર પાણી ભરાયાં તાપીમાં ભારે વરસાદને પગલે વાલોડના વાલ્મીકિ નદીમાં ત્રણ પશુ પાલકો અને તેમના પશુઓ ફસાયા હતા. જેમને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરાયા છે. ત્રણ પશુ પાલકો તેમના પશુઓ સાથે વાલ્મીકિ નદીના વચ્ચેના વિસ્તારમાં ફસાયા હતા. વાલ્મીકી જળસ્તર સતત વધતા તેમને રેસ્કયું કરાયા તાપીમાં ભારે વરસાદથી વાલ્મિકી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને લઈને નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. ત્રણ લોકોને એર લિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ બે લોકોને ઉગારી લેવાયા છે. તાપીમાં નેશનલ હાઇવે પર પાણી ભરાયા કાટગઢ ગામની સીમમાં પાણી ભરાતા હાઇવે બંધ કરાયો છે. હાઇવે બંધ કરાતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઇ છે. સોનગઢ સુરત હાઇવે પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ રહી છે. નેશનલ હાઇવે નંબર 53 પર પાણી ફરી વળ્યાં છે. સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાજ્યમાં ઑગસ્ટ મહિનામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યાં બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આજે (2 સપ્ટેમ્બરે) સુરત, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. તાપીના આ ગામમાં ઓલણ નદીના પાણી ઘૂસ્યા રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસ્યા હોવાથી ગામની આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. સોનગઢ તાલુકાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, નર્મદા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી સોનગઢથી વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે સોનગઢ સુરત હાઈવેમાં પાણી ભરાયા છે. ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતાં થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઇંચ, ડાંગ-આહવામાં 3.14 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ, લુણાવાડામાં 2 ઇંચ, વાંસદામાં 1.8 ઇંચ વરસાદ વરસ્યો છે. વ્યારાના પેરવડ ગામે જળબંબાકારની સ્થિતિ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વહેલી સવારથી સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે, તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વ્યારાના પેરવડ ગામે ધોધમાર વરસાદને પગલે ગામની નદીમાં જાણે ઘોડાપુર આવ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. દાહોદમાં ભારે વરસાદ, નદી-નાળા છલકાયા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દાહોદમાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જેમાં માછણ નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતી કાલની (3 સપ્ટેમ્બર) આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે 3 સપ્ટેમ્બરે અતિભારે વરસાદને પગલે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain: તાપીમાં ભારે વરસાદથી વાલ્મિકી નદીમાં ફસાયેલા પશુપાલકોને એરલિફ્ટ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નદીનું જળસ્તર વધતાં તેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા
  • ત્રણ લોકોને એરલિફ્ટ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી
  • ભારે વરસાદથી તાપીના નેશનલ હાઇવે પર પાણી ભરાયાં

તાપીમાં ભારે વરસાદને પગલે વાલોડના વાલ્મીકિ નદીમાં ત્રણ પશુ પાલકો અને તેમના પશુઓ ફસાયા હતા. જેમને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરાયા છે. ત્રણ પશુ પાલકો તેમના પશુઓ સાથે વાલ્મીકિ નદીના વચ્ચેના વિસ્તારમાં ફસાયા હતા.

વાલ્મીકી જળસ્તર સતત વધતા તેમને રેસ્કયું કરાયા

તાપીમાં ભારે વરસાદથી વાલ્મિકી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને લઈને નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. ત્રણ લોકોને એર લિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ બે લોકોને ઉગારી લેવાયા છે.

તાપીમાં નેશનલ હાઇવે પર પાણી ભરાયા

કાટગઢ ગામની સીમમાં પાણી ભરાતા હાઇવે બંધ કરાયો છે. હાઇવે બંધ કરાતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઇ છે. સોનગઢ સુરત હાઇવે પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ રહી છે. નેશનલ હાઇવે નંબર 53 પર પાણી ફરી વળ્યાં છે.

સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજ્યમાં ઑગસ્ટ મહિનામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યાં બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આજે (2 સપ્ટેમ્બરે) સુરત, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.

તાપીના આ ગામમાં ઓલણ નદીના પાણી ઘૂસ્યા

રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસ્યા હોવાથી ગામની આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.

સોનગઢ તાલુકાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, નર્મદા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી સોનગઢથી વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે સોનગઢ સુરત હાઈવેમાં પાણી ભરાયા છે.

ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ

ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતાં થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઇંચ, ડાંગ-આહવામાં 3.14 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ, લુણાવાડામાં 2 ઇંચ, વાંસદામાં 1.8 ઇંચ વરસાદ વરસ્યો છે.

વ્યારાના પેરવડ ગામે જળબંબાકારની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વહેલી સવારથી સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે, તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વ્યારાના પેરવડ ગામે ધોધમાર વરસાદને પગલે ગામની નદીમાં જાણે ઘોડાપુર આવ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા છે.

દાહોદમાં ભારે વરસાદ, નદી-નાળા છલકાયા

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દાહોદમાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જેમાં માછણ નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આવતી કાલની (3 સપ્ટેમ્બર) આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે 3 સપ્ટેમ્બરે અતિભારે વરસાદને પગલે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.