Ambaji:મંદિર દ્વારા વિતરણ કરાતા મોહનથાળના પ્રસાદના પેકેટ પર મેન્યુફેક્ચર ડેટ જનથી લખાતી
અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવી પુનમના મેળા દરમિયાન બનાવેલ મોહનથાળ મોટી માત્રામાં વધ્યો હોવાનુ ચર્ચામાં આવ્યુ છે. ત્યારે હવે લોકોમાં પ્રસાદ સ્વરૂપે વિતરણ કરાતા મોહનથાળના પેકેટ પર બેસ્ટ બિફોર 8 ડે દર્શાવેલ છે. પરંતુ તેની મેન્યુફેક્ચરીંગ ડેટ દર્શાવેલ નથી.આથી હવે તેમાં બેસ્ટ બિફોર તારીખ દર્શાવવા અથવા મેન્યુફેક્ચરીંગ ડેટ પ્રિન્ટ કરવામાં આવે તેવી જનમાંગ પ્રવર્તી રહી છે.અંબાજી કરોડો શ્રાધ્ધાળુઓનુ આસ્થાનુ કેન્દ્ર છે અને અહીં શિશ ઝુકાવવા આવતા ભાવિકો માતાજીના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પ્રસાદ સ્વરૂપે મોહનથાળના પેકેટ લઈ જતા હોય છે. ત્યારે અહીં વિતરણ કરાતા મોહનથાળના પેકેટ અગાઉ પૂંઠાના હતા. તે બદલીને હવે પ્લાસ્ટીક પેકીંગમાં આપવામાં આવે છે. તેમાં મેન્યુફેક્ચરીંગ ડેટ ન હોવા છતાં આ અંગે ભાવિકો શ્રાધ્ધાળુઓ ક્યારેય વિરોધ કર્યો કર્યો નથી. પ્રસાદ સમજીને લઈ જાય છે. પરંતુ આ બાબતની જવાબદારી સ્થાનિક અધિકારીની છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા ખાદ્યચીજોના લેબલીંગ માટેના રેગ્યુલેશનમાં સુધારો કર્યો છે. અગાઉ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 તથા તે અંગેના લેબલીંગઅને પેકેજીંગ રેગ્યુલેશન 2011 મુજબ ફુડ બિઝનેસ ઓપરેટર માટે પ્રિ પેકેઝડ ખાદ્યચીજોના લેબલ પર બેસ્ટ બીફોર ડેટમાં સુધારો કર્યો છે અને હવે ત્રણ મહીનાથી ઓછી લાઈફ ધરાવતા ખાદ્ય પદાર્થોના લેબલ પર ઉત્પાદન કર્યાની વિગત તારીખ/મહીનો/વર્ષ ફોર્મેટમાં છાપવા જણાવેલ છે. પરંતુ મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવતા પેકેટ પર માત્ર બેસ્ટ બિફોર 8 ડે લખવામાં આવેલ હોઈ આ મોહનથાળનુ પેકીંગ ક્યારે થયું અને તેની એક્સપાયરી ડેટ ક્યારે પુરી થઈ તે માત્ર પેકીંગ કરનાર એજન્સી જ જાણી શકે. આ બાબતે ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી ટી.એચ. પટેલે સ્પષ્ટતા કરી છે કે પકીંગ સિલ્ડ કરેલ ન હોઈ તેને આ નિયમ લાગુ પડતો નથી.આમ મંદિર ટ્રસ્ટ દ્વારા અપાતા મોહનથાળના પ્રસાદમાં બેસ્ટ બિફોરની તારીખ દર્શાવવી જોઈએ, તેવી જનમાંગ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવી પુનમના મેળા દરમિયાન બનાવેલ મોહનથાળ મોટી માત્રામાં વધ્યો હોવાનુ ચર્ચામાં આવ્યુ છે. ત્યારે હવે લોકોમાં પ્રસાદ સ્વરૂપે વિતરણ કરાતા મોહનથાળના પેકેટ પર બેસ્ટ બિફોર 8 ડે દર્શાવેલ છે. પરંતુ તેની મેન્યુફેક્ચરીંગ ડેટ દર્શાવેલ નથી.
આથી હવે તેમાં બેસ્ટ બિફોર તારીખ દર્શાવવા અથવા મેન્યુફેક્ચરીંગ ડેટ પ્રિન્ટ કરવામાં આવે તેવી જનમાંગ પ્રવર્તી રહી છે.અંબાજી કરોડો શ્રાધ્ધાળુઓનુ આસ્થાનુ કેન્દ્ર છે અને અહીં શિશ ઝુકાવવા આવતા ભાવિકો માતાજીના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પ્રસાદ સ્વરૂપે મોહનથાળના પેકેટ લઈ જતા હોય છે. ત્યારે અહીં વિતરણ કરાતા મોહનથાળના પેકેટ અગાઉ પૂંઠાના હતા. તે બદલીને હવે પ્લાસ્ટીક પેકીંગમાં આપવામાં આવે છે. તેમાં મેન્યુફેક્ચરીંગ ડેટ ન હોવા છતાં આ અંગે ભાવિકો શ્રાધ્ધાળુઓ ક્યારેય વિરોધ કર્યો કર્યો નથી. પ્રસાદ સમજીને લઈ જાય છે. પરંતુ આ બાબતની જવાબદારી સ્થાનિક અધિકારીની છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા ખાદ્યચીજોના લેબલીંગ માટેના રેગ્યુલેશનમાં સુધારો કર્યો છે. અગાઉ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 તથા તે અંગેના લેબલીંગઅને પેકેજીંગ રેગ્યુલેશન 2011 મુજબ ફુડ બિઝનેસ ઓપરેટર માટે પ્રિ પેકેઝડ ખાદ્યચીજોના લેબલ પર બેસ્ટ બીફોર ડેટમાં સુધારો કર્યો છે અને હવે ત્રણ મહીનાથી ઓછી લાઈફ ધરાવતા ખાદ્ય પદાર્થોના લેબલ પર ઉત્પાદન કર્યાની વિગત તારીખ/મહીનો/વર્ષ ફોર્મેટમાં છાપવા જણાવેલ છે. પરંતુ મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવતા પેકેટ પર માત્ર બેસ્ટ બિફોર 8 ડે લખવામાં આવેલ હોઈ આ મોહનથાળનુ પેકીંગ ક્યારે થયું અને તેની એક્સપાયરી ડેટ ક્યારે પુરી થઈ તે માત્ર પેકીંગ કરનાર એજન્સી જ જાણી શકે. આ બાબતે ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી ટી.એચ. પટેલે સ્પષ્ટતા કરી છે કે પકીંગ સિલ્ડ કરેલ ન હોઈ તેને આ નિયમ લાગુ પડતો નથી.આમ મંદિર ટ્રસ્ટ દ્વારા અપાતા મોહનથાળના પ્રસાદમાં બેસ્ટ બિફોરની તારીખ દર્શાવવી જોઈએ, તેવી જનમાંગ છે.