Rajkotમાં "ઓનલાઈન ગેમ" રમતા-રમતા યુવક રૂપિયા હારી ગયો, આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

હાલમાં સોશિયલ મીડિયાની સાથે સાથે લોકો ઓનલાઈન ગેમિંગ રમી રહ્યાં છે અને સાથે સાથે તેમા વધુ રૂપિયા કમાવવાની લાલચની સાથે તેમનો જીવ તો ગુમાવી રહ્યાં છે સાથે સાથે પરિવારને પણ બરબાદ કરી રહ્યાં છે,ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે જેમાં એક યુવાન ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જાય છે અને તે આપઘાત કરીને જીવન ટૂંકાવી દે છે. ઓનલાઈન ગેમે લીધો ભોગ રાજકોટમાં ઓનલાઈન ગેમ રમતા-રમતા એક યુવક રૂપિયા હારી ગયો જેના કારણે તેણે જીવન ટૂંકાવી દીધુ છે.માતા-પિતાને પણ ખબર ન હતી કે તેમનો પુત્ર ઓનલાઈન ગેમ રમતો હતો અને તેમાં તે રૂપિયા હારી ગયો અને તેનું મોત થયું છે,પરિવારના સભ્યોનું કહેવું છે કે રૂપિયા હારી જતા આ પગલું ભર્યુ છે,તો યુવકે આ વાતની જાણ પરિવારના કોઈ સભ્યોને કરી ન હતી કે તે ઓનલાઈન ગેમ રમતા-રમતા હારી ગયો છે.આ ગેમ મંજૂરી વગર વિદેશીથી ઓપરેટ થાય છે અને યુવાનો તેમાં તેમની જિંદગી અને રૂપિયા બગાડી રહ્યાં છે. સરકારની કાર્યવાહી અને નિયંત્રણ હોવું જોઈએ : પરિવારજન આ સમગ્ર મામલે પરિવારજનોનું કહેવું છે કે આ તમામ ગેમો વિદેશથી ઓપરેટ થાય છે અને યુવાનો તેનો ભોગ બની રહ્યાં છે,તો સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ અને પગલા લેવા જોઈએ,પોલીસે તપાસ હાથધરી છે અને સ્યુસાઈડ નોટ જપ્ત કરી છે.પોલીસનું કહેવું છે કે,ઓનલાઈન બેટિંગમાં રૂપિયા ગુમાવ્યા છે અને તેના કારણે આ ઘટના બની છે,પોલીસે માતા-પિતાને અપીલ કરી છે કે,બાળકોની પ્રવૃત્તિઓ પર માતાપિતા ધ્યાન રાખે નહીંતર તમારા બાળકનો પણ જીવ જઈ શકે છે. ઓનલાઈન ગેમ રમનારો વર્ગ વધુ ભારતમાં ઓનલાઈન ગેમિંગ માર્કેટ વધવાના બે કારણ છે. પ્રથમ આપણા દેશમાં યંગ પોપ્યુલેશન અન્ય દેશોની સરખામણીમાં વધુ છે. આપણા ત્યાં 75 ટકા વસ્તી 45 વર્ષથી ઓછી ઉંમરની છે. બીજું દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 56 કરોડથી વધુ છે. બીજું દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 56 કરોડથી વધુ છે. 2025 સુધી દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 1000 કરોડને વટાવે તેવી શકયતા છે.

Rajkotમાં "ઓનલાઈન ગેમ" રમતા-રમતા યુવક રૂપિયા હારી ગયો, આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલમાં સોશિયલ મીડિયાની સાથે સાથે લોકો ઓનલાઈન ગેમિંગ રમી રહ્યાં છે અને સાથે સાથે તેમા વધુ રૂપિયા કમાવવાની લાલચની સાથે તેમનો જીવ તો ગુમાવી રહ્યાં છે સાથે સાથે પરિવારને પણ બરબાદ કરી રહ્યાં છે,ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે જેમાં એક યુવાન ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જાય છે અને તે આપઘાત કરીને જીવન ટૂંકાવી દે છે.

ઓનલાઈન ગેમે લીધો ભોગ

રાજકોટમાં ઓનલાઈન ગેમ રમતા-રમતા એક યુવક રૂપિયા હારી ગયો જેના કારણે તેણે જીવન ટૂંકાવી દીધુ છે.માતા-પિતાને પણ ખબર ન હતી કે તેમનો પુત્ર ઓનલાઈન ગેમ રમતો હતો અને તેમાં તે રૂપિયા હારી ગયો અને તેનું મોત થયું છે,પરિવારના સભ્યોનું કહેવું છે કે રૂપિયા હારી જતા આ પગલું ભર્યુ છે,તો યુવકે આ વાતની જાણ પરિવારના કોઈ સભ્યોને કરી ન હતી કે તે ઓનલાઈન ગેમ રમતા-રમતા હારી ગયો છે.આ ગેમ મંજૂરી વગર વિદેશીથી ઓપરેટ થાય છે અને યુવાનો તેમાં તેમની જિંદગી અને રૂપિયા બગાડી રહ્યાં છે.

સરકારની કાર્યવાહી અને નિયંત્રણ હોવું જોઈએ : પરિવારજન

આ સમગ્ર મામલે પરિવારજનોનું કહેવું છે કે આ તમામ ગેમો વિદેશથી ઓપરેટ થાય છે અને યુવાનો તેનો ભોગ બની રહ્યાં છે,તો સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ અને પગલા લેવા જોઈએ,પોલીસે તપાસ હાથધરી છે અને સ્યુસાઈડ નોટ જપ્ત કરી છે.પોલીસનું કહેવું છે કે,ઓનલાઈન બેટિંગમાં રૂપિયા ગુમાવ્યા છે અને તેના કારણે આ ઘટના બની છે,પોલીસે માતા-પિતાને અપીલ કરી છે કે,બાળકોની પ્રવૃત્તિઓ પર માતાપિતા ધ્યાન રાખે નહીંતર તમારા બાળકનો પણ જીવ જઈ શકે છે.

ઓનલાઈન ગેમ રમનારો વર્ગ વધુ

ભારતમાં ઓનલાઈન ગેમિંગ માર્કેટ વધવાના બે કારણ છે. પ્રથમ આપણા દેશમાં યંગ પોપ્યુલેશન અન્ય દેશોની સરખામણીમાં વધુ છે. આપણા ત્યાં 75 ટકા વસ્તી 45 વર્ષથી ઓછી ઉંમરની છે. બીજું દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 56 કરોડથી વધુ છે. બીજું દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 56 કરોડથી વધુ છે. 2025 સુધી દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 1000 કરોડને વટાવે તેવી શકયતા છે.