Gujarat News: સોમનાથ મંદિર નજીક તંત્રનું મેગા ડિમોલિશન
સોમનાથ મંદિર નજીક તંત્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન થયુ છે. જેમાં દરગાહ અને કબ્રસ્તાનમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. ત્રણ જેટલા ધાર્મિક સ્થળ સહિતના દબાણો દૂર કરાયા છે. વહેલી સવારે 5 વાગ્યાથી ડિમોલિશન હાથ ધરાયું છે. તેમાં 5 હિટાચી મશીન, 30 JCB, 50 ટ્રેક્ટર સાથે મેગા ડિમોલિશન કરાયુ છે. જિલ્લા કલેક્ટર, IGP, 3 SP, 6 DySP સહિતનો કાફલો હાજર જિલ્લા કલેક્ટર, IGP, 3 SP, 6 DySP સહિતનો કાફલો હાજર છે. તેમજ 50 PI - PSI, 1200 જેટલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. મોટી સંખ્યામાં ટોળા ઉમટતા 70 લોકોની અટકાયત કરવામાં આવી છે. સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પર અવરજવર બંધ કરવામાં આવી છે. આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, સોમનાથ ટ્રસ્ટની જગ્યા ઉપર થયેલા દબાણોમાં મોટાભાગના ધાર્મિક સ્થાનો છે. જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. લગભગ એકાદ મહિનાના સર્વે બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણની કામાગીરી હાથ ધરાઈ આ ડીમોલેશનમાં વહીવટી તંત્ર દ્વારા 36 જેસીબી અને 50થી વધુ ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્યવાહી દરમિયાન રાત્રીના સ્થાનિકોના ટોળા એકઠા થયાં હતા. જેના લીધે પોલીસે ટોળાંને વિખેરીને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. દરમિયાન અનેક લોકો સામે અટકાયતી પગલાં પણ લીધાં હતા. આજે વહેલી સવારથી દબાણો દુર કરવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. ત્રણ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરાયા છે. મહત્વની વાત એ છે કે, મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, IGP, 3 SP, 6 DySP અને 50 PI-PSI બંદોબસ્તમાં હતા . આ સાથે સાથે દબાણની કામગીરી દરમિયાન 1200 પોલીસ જવાનોને પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યાં હતા. વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણની કામાગીરી હાથ ધરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સોમનાથ મંદિર નજીક તંત્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન થયુ છે. જેમાં દરગાહ અને કબ્રસ્તાનમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. ત્રણ જેટલા ધાર્મિક સ્થળ સહિતના દબાણો દૂર કરાયા છે. વહેલી સવારે 5 વાગ્યાથી ડિમોલિશન હાથ ધરાયું છે. તેમાં 5 હિટાચી મશીન, 30 JCB, 50 ટ્રેક્ટર સાથે મેગા ડિમોલિશન કરાયુ છે.
જિલ્લા કલેક્ટર, IGP, 3 SP, 6 DySP સહિતનો કાફલો હાજર
જિલ્લા કલેક્ટર, IGP, 3 SP, 6 DySP સહિતનો કાફલો હાજર છે. તેમજ 50 PI - PSI, 1200 જેટલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. મોટી સંખ્યામાં ટોળા ઉમટતા 70 લોકોની અટકાયત કરવામાં આવી છે. સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પર અવરજવર બંધ કરવામાં આવી છે. આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, સોમનાથ ટ્રસ્ટની જગ્યા ઉપર થયેલા દબાણોમાં મોટાભાગના ધાર્મિક સ્થાનો છે. જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. લગભગ એકાદ મહિનાના સર્વે બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણની કામાગીરી હાથ ધરાઈ
આ ડીમોલેશનમાં વહીવટી તંત્ર દ્વારા 36 જેસીબી અને 50થી વધુ ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્યવાહી દરમિયાન રાત્રીના સ્થાનિકોના ટોળા એકઠા થયાં હતા. જેના લીધે પોલીસે ટોળાંને વિખેરીને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. દરમિયાન અનેક લોકો સામે અટકાયતી પગલાં પણ લીધાં હતા. આજે વહેલી સવારથી દબાણો દુર કરવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. ત્રણ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરાયા છે. મહત્વની વાત એ છે કે, મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, IGP, 3 SP, 6 DySP અને 50 PI-PSI બંદોબસ્તમાં હતા . આ સાથે સાથે દબાણની કામગીરી દરમિયાન 1200 પોલીસ જવાનોને પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યાં હતા. વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણની કામાગીરી હાથ ધરાઈ છે.