Dahodના રાછરડા ગામે ધડાકાભેર દીવાલ પડતા બાળકનું મોત, ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત
દાહોદના રાછરડા ગામે દીવાલ પડતા બાળકનું મોત થયું છે,સાથે સાથે દીવાલ અન્ય ત્રણ લોકો પર પડતા તેઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.માતા સાથે ઘરમાં સુઈ રહેલા બાળકનું મોત થયું હતુ,પોલીસે સમગ્ર ઘટનાને લઈ જાણવાજોગ નોંધીને બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.વરસાદના સમયે અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી હતી. દાહોદના રાછરડા ગામે બની ઘટના દાહોદના રાછરડા ગામે દીવાલ ધરાશાયી થવાની ઘટના બનતા આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યકતિનું મોત થયું હતુ.અન્ય ઘરના સભ્યોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડયા હતા,નગરપાલિકાની ટીમ દ્રારા હાલ ગામમાં અન્ય જર્જરિત દીવાલ હોય તેનો સરવે કરવામાં આવી રહ્યો છે,બીજી તરફ ફાયર વિભાગ દ્રારા કાટમાળ દૂર કરવાની કામગીરી કરાઈ હતી.ગામમાં શોકનો માહોલ છવાયો છે. કેમ થાય છે દીવાલ ધરાશાયી દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ અનેક વખત બને છે,વરસાદના સમયે પાણીના કારણે દીવાલ પલડી જાય છે અને ભેજ સ્વરૂપે તે દીવાલ સુધી પહોંચી જાય છે અને અંદર રહેલી ઈંટને તે પોલી ખાય છે એટલે કે જે બાંધકામ કર્યુ હોય તે નબળુ પડી જાય છે અને દીવાલમાં તિરાડ પડવાની ઘટના બનતી હોય છે જેમ જેમ તિરાડ મોટી થતી જાય છે તેમ તેમ ફાંટા પડતા જાય છે અને આખરે દીવાલ અચાનક ધરાશાયી થાય છે જેના કારણે ઘરને અને ઘરમાં રહેલા વ્યકિતઓને નુકસાન થતું હોય છે. નગરપાલિકાની ટીમ પણ કરે સરવે વરસાદને લઈ ખાસ બજેટ સરકાર દ્રારા મહાનગરપાલિકા અને નગરપાલિકાને ફાળવવામાં આવતું હોય છે.ચોમાસામાં લોકોને તકલીફ ના પડે તે માટે વરસાદી પાણીની પાઈપલાઈન પણ નાંખવામાં આવતી હોય છે,ત્યારે નગરપાલિકા દ્રારા જર્જરીત મકાનોનો સરવે પણ કરવામાં આવતો હોય છે,ત્યારે આ સરવે થયો નહી હોય તેવું દેખાઈ આવે છે,ઘટના બન્યા પછી તંત્ર દોડે તો શું કામનું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદના રાછરડા ગામે દીવાલ પડતા બાળકનું મોત થયું છે,સાથે સાથે દીવાલ અન્ય ત્રણ લોકો પર પડતા તેઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.માતા સાથે ઘરમાં સુઈ રહેલા બાળકનું મોત થયું હતુ,પોલીસે સમગ્ર ઘટનાને લઈ જાણવાજોગ નોંધીને બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.વરસાદના સમયે અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી હતી.
દાહોદના રાછરડા ગામે બની ઘટના
દાહોદના રાછરડા ગામે દીવાલ ધરાશાયી થવાની ઘટના બનતા આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યકતિનું મોત થયું હતુ.અન્ય ઘરના સભ્યોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડયા હતા,નગરપાલિકાની ટીમ દ્રારા હાલ ગામમાં અન્ય જર્જરિત દીવાલ હોય તેનો સરવે કરવામાં આવી રહ્યો છે,બીજી તરફ ફાયર વિભાગ દ્રારા કાટમાળ દૂર કરવાની કામગીરી કરાઈ હતી.ગામમાં શોકનો માહોલ છવાયો છે.
કેમ થાય છે દીવાલ ધરાશાયી
દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ અનેક વખત બને છે,વરસાદના સમયે પાણીના કારણે દીવાલ પલડી જાય છે અને ભેજ સ્વરૂપે તે દીવાલ સુધી પહોંચી જાય છે અને અંદર રહેલી ઈંટને તે પોલી ખાય છે એટલે કે જે બાંધકામ કર્યુ હોય તે નબળુ પડી જાય છે અને દીવાલમાં તિરાડ પડવાની ઘટના બનતી હોય છે જેમ જેમ તિરાડ મોટી થતી જાય છે તેમ તેમ ફાંટા પડતા જાય છે અને આખરે દીવાલ અચાનક ધરાશાયી થાય છે જેના કારણે ઘરને અને ઘરમાં રહેલા વ્યકિતઓને નુકસાન થતું હોય છે.
નગરપાલિકાની ટીમ પણ કરે સરવે
વરસાદને લઈ ખાસ બજેટ સરકાર દ્રારા મહાનગરપાલિકા અને નગરપાલિકાને ફાળવવામાં આવતું હોય છે.ચોમાસામાં લોકોને તકલીફ ના પડે તે માટે વરસાદી પાણીની પાઈપલાઈન પણ નાંખવામાં આવતી હોય છે,ત્યારે નગરપાલિકા દ્રારા જર્જરીત મકાનોનો સરવે પણ કરવામાં આવતો હોય છે,ત્યારે આ સરવે થયો નહી હોય તેવું દેખાઈ આવે છે,ઘટના બન્યા પછી તંત્ર દોડે તો શું કામનું.