શહેરના રેલ્વે જંકશન પાછળ આવેલ કુંથુનાથ ટાઉનશીપમાં પ્રાથમિક સુવીધાઓ ન મળતા રોષ
- રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની સુવિધાઓ બિલ્ડર દ્વારા આપવાની માત્ર લાલચ આપી હોવાનો આક્ષેપ- મકાન ખરીદયા બાદ બિલ્ડર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતાં ૫૦થી વધુ પરિવારોને હાલાકીસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણીનો નીકાલ ન થતાં અનેક વિસ્તારોમાં રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે શહેરના રેલ્વે જંકશન પાછળ આવેલ કુંથુનાથ ટાઉનશીપમાં વરસાદી પાણીનો નીકાલ ન થતાં સ્થાનીક રહિશોને હાલાકી પડતા રોષ જોવા મળ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ રેલ્વે જંકશન પાછળ આવેલ કુંથુનાથ ટાઉનશીપમાં અંદાજે ૫૦થી વધુ પરિવારો વસવાટ કરે છે પરંતુ જેતે સમયે મકાનો લીધા ત્યારે ટાઉનશીપના બિલ્ડર દ્વારા રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની ખાતરી આપી હતી. પરંતુ લોકોએ મકાન ખરીદયા બાદ છેલ્લા પાંચ વર્ષથી પ્રાથમિક સુવીધાઓ પુરી પાડવામાં ન આવતાં અનેક પરિવારોને મુશ્કેલી પડી રહી છે જેમાં રોડ, રસ્તાના અભાવે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકી અને કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે અને રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે જે અંગે સ્થાનીક રહીશોએ અનેક વખત ટાઉનશીપના બિલ્ડરને મૌખીક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ લાવવાને બદલે ઉડાઉ જવાબ આપવામાં આવતો હોવાનો રહિશોએ આક્ષેપ કર્યો હતો અને તાત્કાલીક વરસાદી પાણીનો નીકાલ સહિતની પ્રાથમિક સુવીધાઓ પુરી પાડવામાં આવે તેવી માંગ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની સુવિધાઓ બિલ્ડર દ્વારા આપવાની માત્ર લાલચ આપી હોવાનો આક્ષેપ
- મકાન ખરીદયા બાદ બિલ્ડર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતાં ૫૦થી વધુ પરિવારોને હાલાકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણીનો નીકાલ ન થતાં અનેક વિસ્તારોમાં રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે શહેરના રેલ્વે જંકશન પાછળ આવેલ કુંથુનાથ ટાઉનશીપમાં વરસાદી પાણીનો નીકાલ ન થતાં સ્થાનીક રહિશોને હાલાકી પડતા રોષ જોવા મળ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ રેલ્વે જંકશન પાછળ આવેલ કુંથુનાથ ટાઉનશીપમાં અંદાજે ૫૦થી વધુ પરિવારો વસવાટ કરે છે પરંતુ જેતે સમયે મકાનો લીધા ત્યારે ટાઉનશીપના બિલ્ડર દ્વારા રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની ખાતરી આપી હતી. પરંતુ લોકોએ મકાન ખરીદયા બાદ છેલ્લા પાંચ વર્ષથી પ્રાથમિક સુવીધાઓ પુરી પાડવામાં ન આવતાં અનેક પરિવારોને મુશ્કેલી પડી રહી છે જેમાં રોડ, રસ્તાના અભાવે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકી અને કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે અને રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે જે અંગે સ્થાનીક રહીશોએ અનેક વખત ટાઉનશીપના બિલ્ડરને મૌખીક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ લાવવાને બદલે ઉડાઉ જવાબ આપવામાં આવતો હોવાનો રહિશોએ આક્ષેપ કર્યો હતો અને તાત્કાલીક વરસાદી પાણીનો નીકાલ સહિતની પ્રાથમિક સુવીધાઓ પુરી પાડવામાં આવે તેવી માંગ કરી હતી.