Dhrangadhraમાં પોક્સો કેસના આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી

દસાડા તાલુકા ગ્રામ્યનો પરિવાર વર્ષ 2016માં ધ્રાંગધ્રા આવ્યો હતોઆરોપીએ 9 વર્ષની બાળાને અવાવરું જગ્યાએ લઈ જઈ કુકર્મ ર્ક્યું હતું નવા કપડા અને ચોકલેટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો દસાડા ગ્રામ્યમાં રહેતો પરિવાર ધ્રાંગધ્રા આવ્યો હતો. ત્યારે પરિવારની 9 વર્ષની દિકરીને થાન તાલુકાનો શખ્સ નવા કપડા અને ચોકલેટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અને 9 વર્ષની બાળા સાથે નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગેનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી ન્યાય કર્યો છે. ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટે વર્ષ 2016માં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. કેસની મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના એક ગામમાં રહેતો પરિવારના દાદી અને પૌત્રી તા. 12-1-2016ના રોજ ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં લગ્નમાં જવા નીકળ્યા હતા. તેઓ ધ્રાંગધ્રા પહોંચ્યા ત્યારે થાનના મહમદ હુસેન શેખ નામના શખ્સે 9 વર્ષની દિકરીને નવા કપડા અપાવવા અને ચોકલેટ આપવાની લાલચ આપી હતી અને આ શખ્સ બાળાને ધ્રાંગધ્રાની નવયુગ સિનેમા પાસે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અને બાળા સાથે નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ. બનાવ સામે આવતા જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. અને સગીરાના પિતાએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે એટ્રોસીટી અને પોકસોની કલમો સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ વી.એચ.ભટ્ટની દલીલો, 24 મૌખીક અને 20 દસ્તાવેજી પુરાવાના આધારે એડીશનલ સેશન્સ જજ એમ.પી.ચૌધરીએ આરોપી મહમદ હુસેન શેખને પોકસોના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. જયારે એટ્રોસીટી મુજબ 5 વર્ષ અને અપહરણની કલમોમાં 3 વર્ષની સજા સંભળાવાઈ છે.

Dhrangadhraમાં પોક્સો કેસના આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દસાડા તાલુકા ગ્રામ્યનો પરિવાર વર્ષ 2016માં ધ્રાંગધ્રા આવ્યો હતો
  • આરોપીએ 9 વર્ષની બાળાને અવાવરું જગ્યાએ લઈ જઈ કુકર્મ ર્ક્યું હતું
  • નવા કપડા અને ચોકલેટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો

દસાડા ગ્રામ્યમાં રહેતો પરિવાર ધ્રાંગધ્રા આવ્યો હતો. ત્યારે પરિવારની 9 વર્ષની દિકરીને થાન તાલુકાનો શખ્સ નવા કપડા અને ચોકલેટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અને 9 વર્ષની બાળા સાથે નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગેનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી ન્યાય કર્યો છે.

ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટે વર્ષ 2016માં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. કેસની મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના એક ગામમાં રહેતો પરિવારના દાદી અને પૌત્રી તા. 12-1-2016ના રોજ ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં લગ્નમાં જવા નીકળ્યા હતા. તેઓ ધ્રાંગધ્રા પહોંચ્યા ત્યારે થાનના મહમદ હુસેન શેખ નામના શખ્સે 9 વર્ષની દિકરીને નવા કપડા અપાવવા અને ચોકલેટ આપવાની લાલચ આપી હતી અને આ શખ્સ બાળાને ધ્રાંગધ્રાની નવયુગ સિનેમા પાસે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અને બાળા સાથે નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ. બનાવ સામે આવતા જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. અને સગીરાના પિતાએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે એટ્રોસીટી અને પોકસોની કલમો સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ વી.એચ.ભટ્ટની દલીલો, 24 મૌખીક અને 20 દસ્તાવેજી પુરાવાના આધારે એડીશનલ સેશન્સ જજ એમ.પી.ચૌધરીએ આરોપી મહમદ હુસેન શેખને પોકસોના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. જયારે એટ્રોસીટી મુજબ 5 વર્ષ અને અપહરણની કલમોમાં 3 વર્ષની સજા સંભળાવાઈ છે.