Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજનો એક દિવસ વરસાદને લઈને ભારે છે. રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બિકાનેરથી પસાર થતા મોન્સુન ટ્રફથી વરસાદ રહેશે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. બિકાનેરથી પસાર થતાં મોન્સુન ટ્રફને લઈને રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાત રિજ્યનમાં 28% વધુ વરસાદ છે અને જ્યારે સૌરાષ્ટ્ર તરફ 83% વધુ વરસાદ નોંધાયો છે. જો કે આવતીકાલથી વરસાદની સિસ્ટમ ન હોવાને લઈને વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. તલોદમાં ભારે વરસાદે સર્જી તારાજી તલોદમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. શહેરને સાંકળતા તમામ માર્ગો પાણીના કારણે ધોવાયા છે. ઉજેડિયા-તલોદ માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેશરપુરા એપ્રોચ માર્ગ ધોવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સલાટપુર કોલેજ રોડ પણ ધોવાઈ ગયો છે. રેલવે ઓવરબ્રિજનો કાચો સર્વિસ રોડ પણ વરસાદી પાણીમાં ધોવાયો છે અને કાચા માર્ગ ઉપર એકથી દોઢ ફૂટના ખાડા પડી ગયા છે. પશુ દવાખાના નજીકના બંને માર્ગ પર ખાડારાજ જોવા મળી રહ્યું છે અને ઠેર-ઠેર માર્ગ ધોવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. મોરબીમાં ગ્રામીણ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ મોરબીમાં ગ્રામીણ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. નવલખી રોડથી માળિયા સુધીનો માર્ગ તૂટી ગયો છે, 9 ગામને જોડતો માર્ગ તૂટતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઠેર-ઠેર મસમોટા ખાડા પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તાત્કાલિક રોડ નવો બનાવવા માટે માગ કરવામાં આવી છે. રાજકોટમાં ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા રાજ્યમાં રાજકોટના ખાડા વધારે જીવલેણ બન્યા છે. 4 મનપામાં સૌથી વધુ અકસ્માતોની ટકાવારી રાજકોટમાં જોવા મળી છે. તેમાં રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7 ટકા થયો છે. ત્યારે વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4 ટકા નોંધાયો છે તથા અમદાવાદમાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4 ટકા તો સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુદર 5.5 ટકા રહ્યો છે.

Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજનો એક દિવસ વરસાદને લઈને ભારે છે. રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બિકાનેરથી પસાર થતા મોન્સુન ટ્રફથી વરસાદ રહેશે

આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. બિકાનેરથી પસાર થતાં મોન્સુન ટ્રફને લઈને રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાત રિજ્યનમાં 28% વધુ વરસાદ છે અને જ્યારે સૌરાષ્ટ્ર તરફ 83% વધુ વરસાદ નોંધાયો છે. જો કે આવતીકાલથી વરસાદની સિસ્ટમ ન હોવાને લઈને વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

તલોદમાં ભારે વરસાદે સર્જી તારાજી

તલોદમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. શહેરને સાંકળતા તમામ માર્ગો પાણીના કારણે ધોવાયા છે. ઉજેડિયા-તલોદ માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેશરપુરા એપ્રોચ માર્ગ ધોવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સલાટપુર કોલેજ રોડ પણ ધોવાઈ ગયો છે. રેલવે ઓવરબ્રિજનો કાચો સર્વિસ રોડ પણ વરસાદી પાણીમાં ધોવાયો છે અને કાચા માર્ગ ઉપર એકથી દોઢ ફૂટના ખાડા પડી ગયા છે. પશુ દવાખાના નજીકના બંને માર્ગ પર ખાડારાજ જોવા મળી રહ્યું છે અને ઠેર-ઠેર માર્ગ ધોવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

મોરબીમાં ગ્રામીણ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ

મોરબીમાં ગ્રામીણ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. નવલખી રોડથી માળિયા સુધીનો માર્ગ તૂટી ગયો છે, 9 ગામને જોડતો માર્ગ તૂટતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઠેર-ઠેર મસમોટા ખાડા પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તાત્કાલિક રોડ નવો બનાવવા માટે માગ કરવામાં આવી છે.

રાજકોટમાં ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા

રાજ્યમાં રાજકોટના ખાડા વધારે જીવલેણ બન્યા છે. 4 મનપામાં સૌથી વધુ અકસ્માતોની ટકાવારી રાજકોટમાં જોવા મળી છે. તેમાં રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7 ટકા થયો છે. ત્યારે વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4 ટકા નોંધાયો છે તથા અમદાવાદમાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4 ટકા તો સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુદર 5.5 ટકા રહ્યો છે.