Valsad: બિસ્માર હાઈવે પર બાઈક સ્લીપ થતાં સર્જાયો અકસ્માત, 2 લોકોના મોત
વલસાડ જિલ્લાના ધરમપુર વાસદા હાઈવે પર અકસ્માતની મોટી દુર્ઘટના બની છે. જેમાં બે લોકોના મોત થયા છે. બિસમાર નેશનલ હાઈવે 56 પર તંત્રના ભોગે વધુ 2 વ્યક્તિઓના મોત થયા છે. બિસમાર હાઈવેના કારણે બાઈક સ્લીપ થતાં આ મોટી દુર્ઘટના બની છે.હાઈવે પર બાઈક સ્લીપ થઈ ગયું અને પાછળ આવતી ટ્રક નીચે કચડાઈ જતા યુવકનું મોત બિસ્માર રસ્તાના કારણે બાઈક સ્લીપ થઈ ગયું હતુ અને પાછળથી આવતી ટ્રક નીચે આવતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે અને બાઈક પર સવાર અન્ય 1 વ્યક્તિની હાલત ગંભીર હતી અને તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ સારવાર દરમિયાન તે વ્યક્તિનું પણ મોત થયું છે. આ અકસ્માતની મોટી ઘટનાને લઈને હાલમાં સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર અને નેતાઓ પર બળાપો કાઢ્યો છે. તાત્કાલિક રસ્તો નહીં બને તો લોકહિતમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા રૂપિયા 22 કરોડથી વધુની કિંમતમાં બનેલા નેશનલ હાઈવે 56 પર અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતના કારણે અને ભ્રષ્ટ્રાચારને કારણે રોડ બિસ્માર બન્યો છે. ગામના લોકોએ અને સ્થાનિક અપક્ષ તાલુકા પંચાયતના સભ્યએ પણ મોટા આરોપ લગાવ્યા છે. સ્થાનિક લોકોએ હવે માગ કરી છે કે તાત્કાલિક રસ્તો નહીં બને તો લોક હિતમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના ધરમપુર વાસદા હાઈવે પર અકસ્માતની મોટી દુર્ઘટના બની છે. જેમાં બે લોકોના મોત થયા છે. બિસમાર નેશનલ હાઈવે 56 પર તંત્રના ભોગે વધુ 2 વ્યક્તિઓના મોત થયા છે. બિસમાર હાઈવેના કારણે બાઈક સ્લીપ થતાં આ મોટી દુર્ઘટના બની છે.
હાઈવે પર બાઈક સ્લીપ થઈ ગયું અને પાછળ આવતી ટ્રક નીચે કચડાઈ જતા યુવકનું મોત
બિસ્માર રસ્તાના કારણે બાઈક સ્લીપ થઈ ગયું હતુ અને પાછળથી આવતી ટ્રક નીચે આવતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે અને બાઈક પર સવાર અન્ય 1 વ્યક્તિની હાલત ગંભીર હતી અને તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ સારવાર દરમિયાન તે વ્યક્તિનું પણ મોત થયું છે. આ અકસ્માતની મોટી ઘટનાને લઈને હાલમાં સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર અને નેતાઓ પર બળાપો કાઢ્યો છે.
તાત્કાલિક રસ્તો નહીં બને તો લોકહિતમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી
તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા રૂપિયા 22 કરોડથી વધુની કિંમતમાં બનેલા નેશનલ હાઈવે 56 પર અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતના કારણે અને ભ્રષ્ટ્રાચારને કારણે રોડ બિસ્માર બન્યો છે. ગામના લોકોએ અને સ્થાનિક અપક્ષ તાલુકા પંચાયતના સભ્યએ પણ મોટા આરોપ લગાવ્યા છે. સ્થાનિક લોકોએ હવે માગ કરી છે કે તાત્કાલિક રસ્તો નહીં બને તો લોક હિતમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી છે.